Kutch : PM નરેન્દ્ર મોદીના હસ્તે ઐતિહાસિક સૌર ઊર્જા પ્રોજેક્ટ્સનું થશે લોકાર્પણ, વાંચો વિગત
- PM મોદીના હસ્તે કચ્છનાં (Kutch) ભુજમાં અનેક મહત્ત્વપૂર્ણ સૌર ઊર્જા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ થશે
- ભચાઉનાં લાકડીયા ખાતે રૂ. 209 કરોડનાં ખર્ચે 35 મેગાવોટનો સોલાર પ્રોજેક્ટનું લોકાર્પણ
- નખત્રાણાનાં મંજલ ખાતે રૂ. 59 કરોડનાં ખર્ચે 10 મેગાવોટનો સોલાર પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે
- આ પ્રોજેક્ટથી ખેડૂતોને દિવસમાં વીજળી ઉપલબ્ધ થશે, વીજ ગ્રાહકોને સસ્તા દરે વીજળી મળશે
Kutch : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) વિઝન હેઠળ કચ્છ જિલ્લો સૌર ઊર્જા ક્ષેત્રે એક મોટી ક્રાંતિનો સાક્ષી બનવા જઈ રહ્યો છે. વડાપ્રધાન મોદીના હસ્તે આગામી 26 મેનાં રોજ કચ્છનાં ભુજ (Bhuj) ખાતેથી અનેક મહત્ત્વપૂર્ણ સૌર ઊર્જા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે, જે રાજ્યની ઊર્જા સુરક્ષાને વધુ મજબૂત બનાવશે અને સ્થાનિક અર્થતંત્રને વેગ આપશે. આ પ્રોજેક્ટ્સ પર્યાવરણને અનુકૂળ ઊર્જાનાં ઉત્પાદન દ્વારા સ્વચ્છ અને હરિયાળા ભવિષ્ય માટેનાં ભારતનાં સંકલ્પને પ્રતિબિંબિત કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવનારા પ્રકલ્પોમાં કચ્છ જિલ્લાના બે મુખ્ય પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે, જેમાં ભચાઉનાં લાકડીયા ખાતે રૂ. 209 કરોડનાં ખર્ચે 35 મેગાવોટનો સોલાર પ્રોજેક્ટ તેમ જ નખત્રાણાનાં (Nakhatrana) મંજલ ખાતે રૂ. 59 કરોડનાં ખર્ચે 10 મેગાવોટનો સોલાર પ્રોજેક્ટ સામેલ છે. આ પ્રોજેક્ટ (Solar Energy Projects) ખેતી, ગૌચર કે ગામતળ જેવી ફળદ્રૂપ જમીનને ઉપયોગમાં લીધા વગર સરકારી જમીન પર વિકસાવવામાં આવ્યો છે, જેનાથી કિંમતી જમીનની બચત થશે સાથે જ વીજળીનાં ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશનમાં થતા નુકસાન અને ખર્ચમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે. આ પ્રોજેક્ટથી ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી ઉપલબ્ધ થશે અને તેમ જ અન્ય વીજ ગ્રાહકોને સસ્તા દરે વીજળી ઉપલબ્ધ થશે. પ્રોજેક્ટનાં દૈનિક સંચાલન અને જાળવણી થકી સ્થાનિક રોજગારીનું સર્જન પણ થશે.
આ પણ વાંચો - Sabarkantha : ચૂંટણીનો ધમધમાટ શરૂ, 8 તાલુકાની 395 ગ્રામ પંચાયત પર યોજાશે Election!
કચ્છ ઉપરાંત જામનગર, મોરબી જિલ્લાનાં સોલાર પ્રોજેક્ટ્સનું પણ થશે લોકાર્પણ
કચ્છ ઉપરાંત, વડાપ્રધાન મોદીના (PM Narendra Modi) હસ્તે અન્ય જિલ્લાઓમાં પણ મહત્ત્વપૂર્ણ સૌર પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવશે, જેમાં મોરબી જિલ્લાનાં (Morbi) વાંકાનેર તાલુકાનાં જાંબુડીયા વીડી ખાતે સરકારી ખરાબાની જમીન પર રૂ. 69 કરોડનાં ખર્ચે 11 મેગાવોટનો સોલાર પ્રોજેક્ટ તેમ જ જામનગર જિલ્લાનાં (Jamnagar) લાલપુર તાલુકાનાં બબરઝર ખાતે સરકારી ખરાબાની જમીન પર રૂ. 887 કરોડના ખર્ચે 210 મેગાવોટનો વિશાળ સોલાર પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સ ગુજરાતને સ્વચ્છ ઊર્જાનાં ક્ષેત્રે અગ્રેસર બનાવવામાં મદદ કરશે અને વડાપ્રધાનનાં 'આત્મનિર્ભર ભારત'નાં સંકલ્પને સાકાર કરવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપશે.
આ પણ વાંચો - Gandhinagar : મહેસૂલ વિભાગમાં બદલીઓને લઈ મોટા સમાચાર, એક સાથે 24 મામલતદારની બદલી
વડાપ્રધાન મોદી ભુજમાં રૂ. 52 હજાર કરોડથી વધુનાં 31 વિકાસકામોની આપશે ભેટ
ઉલ્લેખનીય છે કે, ભુજ ખાતે 26 મી મેના ભુજ-મિરઝાપર રોડ પર યોજાનારા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રૂ. 52,953 કરોડનાં કુલ 31 વિકાસકામોની ગુજરાતને ભેટ આપશે. કચ્છ (Kutch), મોરબી, જામનગર, અમરેલી, જુનાગઢ (Junagadh), ગીર-સોમનાથ, અમદાવાદ (Ahmedabad), તાપી તથા મહીસાગર જિલ્લાને સમાવતા વિકાસકામોનું વડાપ્રધાનના હસ્તે ઇ-લોકાર્પણ તથા ઇ-ખાતમૂહુર્ત કરાશે. આ કાર્યક્રમમાં રૂ.2292 કરોડનાં 17 કામોનાં લોકાર્પણ તથા રૂ.50,661 કરોડના 14 કામોનાં ખાતમૂહુર્ત સામેલ છે.
અહેવાલ : કૌશિક છાંયા, કચ્છ
આ પણ વાંચો - પત્નીની હત્યા કરી મૃતદેહની વિડીયોગ્રાફી કરનારા પતિની Police એ કરી ધરપકડ