Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kutch : પોલીસને પડકાર! જાહેરમાં બૂમો પાડીને દારૂ વેચતા બુટલેગરનો Video વાઇરલ

આ વીડિયોમાં એક વ્યક્તિ દારૂ પીવા માટે લોકોને જાહેરમાં આમંત્રણ આપી રહ્યો છે.
kutch   પોલીસને પડકાર  જાહેરમાં બૂમો પાડીને દારૂ વેચતા બુટલેગરનો video વાઇરલ
Advertisement
  1. ગુજરાતમાં ફરી એકવાર દારૂબંધીનાં ઉડ્યા લીરેલીરા! (Kutch)
  2. કચ્છનાં માંડવી બીચનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ
  3. બુટલેગરે જાહેરમાં દારૂ પીવા માટે લોકોને આપ્યું આમંત્રણ!

ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે પરંતુ, આ કાયદો માત્રને માત્ર કાગળ પર હોય તેવી સાબિતી આપતી ઘટનાઓ સતત આપણી સમક્ષ આવતી હોય છે. ત્યારે હવે, વધુ એક એવી જ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે, જેમાં એક વ્યક્તિ દારૂ પીવા માટે લોકોને જાહેરમાં આમંત્રણ આપી રહ્યો છે. આ વીડિયો કચ્છનાં (Kutch) માંડવી બીચનો હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો - Ahmedabad : MLAs ની પોલીસ કમિશનર સાથે મહત્ત્વની બેઠક, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા!

Advertisement

'માંડવી બીચે આવ્યાને દારૂ નો પીધો તો શું કર્યું ?'

પ્રાપ્ત અહેવાલ અનુસાર, કચ્છ જિલ્લાનાં (Kutch) માંડવી બીચનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ દારૂ પીવા માટે લોકોને જાહેરમાં આમંત્રણ આપી રહ્યો છે. વાઇરલ વીડિયોમાં (Viral Video) દેખાય છે કે, યુવક તેની એક્ટિવા પર દારૂ અને બીયરની બોટલો મૂકીને જાહેરમાં બૂમો પાડીને કહે છે કે, માંડવી બીચે આવ્યાને દારૂ નો પીધો તો શું કર્યું ? આવી જાઓ...આવી જાઓ...દારૂ લ્યો...દારૂ લ્યો...

Advertisement

આ પણ વાંચો - Junagadh : મહેશગીરી બાપુ અને ગિરીશ કોટેચા વિવાદ અંગે વ્યાસનિવાસ ટ્રસ્ટ બ્રહ્મસમાજનો મોટો ખુલાસો!

ગુજરાતમાં દારૂબંદીનો કાયદો પણ અમલ કેટલું ?

માંડવીમાં (Mandvi Beach Video) બુટલેગરનો આ વીડિયો સામે આવતા પોલીસની કામગીરી સામે લોકો સવાલ ઊભા કરી રહ્યા છે અને રોષ ઠાલવી રહ્યા છે. માહિતી અનુસાર, આ મામલે પોલીસે વીડિયોમાં વાઇરલ વ્યક્તિની ધરપકડ કરી છે. નોંધનીય છે કે ગુજરાતમાં દારૂબંદીનો કાયદો છે પરંતુ, તેનું ચુસ્તપણે અમલ થતું નથી. કારણ કે, દૈનિક ધોરણે દારૂનાં જથ્થા સાથે બુટલેગરો ઝડપાતા હોવાનાં સમાચાર આપણી સમક્ષ આવતા હોય છે. બુટલેગરો કોઈ પણ ડર કે ખોફ વિનાં બેફામ રીતે રાજ્યમાં દારૂ ઘૂસાડીને તેનું વેચાણ કરતા હોય છે. ત્યારે રાજ્યની પોલીસની કામગીરી સામે લોકો સવાલ કરી રહ્યા છે.

આ પણ વાંચો - આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ Bhavnagar ની મુલાકાતે, 'ખ્યાતિ કાંડ' અંગે કહ્યું- જો અન્ય કોઈ..!

Tags :
Advertisement

.

×