ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Kutch : મંત્રી પ્રફુલ પાનસેરિયાની બાંહેધરી બાદ મહંત ઋષિબાપુએ કર્યા પારણાં!

આજે તેમના ઉપવાસનો બીજો દિવસ હતો. જો કે, હવે એવા સમાચાર સામે આવ્યા છે કે મહંત ચારણ ઋષિબાપુએ પારણાં કર્યા છે.
10:34 PM Apr 03, 2025 IST | Vipul Sen
આજે તેમના ઉપવાસનો બીજો દિવસ હતો. જો કે, હવે એવા સમાચાર સામે આવ્યા છે કે મહંત ચારણ ઋષિબાપુએ પારણાં કર્યા છે.
Bapu_Gujarat_first
  1. સ્વામિનારાયણનાં સંતોએ કરેલી વિવાદિત ટિપ્પણીનો મામલો
  2. કબરાઉ મોગલધામનાં મહંત ચારણ ઋષિબાપુએ અંતે કર્યા પારણાં
  3. રાપરનાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ પારણાં કરાવ્યા
  4. મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ટેલિફોનિક બાંહેધરી આપતા બાપુએ પારણાં કર્યાં
  5. મંત્રી પ્રફુલ પાનસેરિયાએ બાપુની માંગને મુખ્યમંત્રી સુધી પહોંચાડવાની બાંહેધરી આપી

Kutch : સ્વામિનારાયણ સંપ્રદાયનાં (Swaminarayan sect) કેટલાક સાધુઓ દ્વારા હિન્દુ દેવી-દેવતાઓ અંગે કરવામાં આવેલા બફાટ સામે કબરાઉ મોગલધામનાં ચારણ ઋષિબાપુ (Charan Rushi Bapu) અનશન પર ઉતર્યા હતા. આજે તેમના ઉપવાસનો બીજો દિવસ હતો. જો કે, હવે એવા સમાચાર સામે આવ્યા છે કે મહંત ચારણ ઋષિબાપુએ પારણાં કર્યા છે. મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ (Prafulbhai Panseria) ટેલિફોનિક વાત કરી બાંહેધરી આપતા રાપરનાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ (Virendrasinh Jadeja) બાપુના પારણાં કરાવાયા છે.

આ પણ વાંચો - Deesa Blast : આરોપી પિતા-પુત્રને કોર્ટમાં રજૂ કરાયા, 3 કલાક દલીલો થઈ, આખરે રિમાન્ડ મંજૂર

મંત્રી પ્રફુલ પાનસેરીયાએ ટેલિફોનિક બાંહેધરી આપતા બાપુએ પારણાં કર્યાં

સ્વામિનારાયણ સંપ્રદાયના (Swaminarayan sect) સાધુઓના બફાટ સામે કબરાઉ મોગલધામનાં (Kabrau Mogaldham, Kutch) ચારણ ઋષિબાપુએ ઊગ્ર રોષ વ્યક્ત કર્યો હતો અને ગઈકાલથી મોગલધામ ખાતે અનશન પર ઉતર્યા હતા. જો કે, હવે મહંત ચારણ ઋષિબાપુએ પારણાં કર્યા હોવાની માહિતી સામે આવી છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ટેલિફોનિક વાત કરી બાંહેધરી આપતા રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ બાપુના પારણાં કરાવાયા છે. મંત્રી પ્રફુલ પાનસેરિયાએ બાપુની માંગને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સુધી પહોંચાડવાની બાંહેધરી આપી છે.

આ પણ વાંચો - Ahmedabad : લોહીનો નહીં 'માનવતા' નો સંબંધ, ભિક્ષાવૃત્તિ કરતા 8 વર્ષીય વિશાલે 'ઇયાના' ને આ રીતે બચાવી, જાણી કરશો સલામ!

ચારણ ઋષિબાપુનાં ઉપવાસને સાધુ-સંતો, કલાકારો, લોકોનો મળ્યો સપોર્ટ

જણાવી દઈએ કે, સંતોના નિવેદનને લઈને બાપુએ બે દિવસ ઉપવાસ કર્યા હતા. સ્વામિનારાયણ સંતો દ્વારા કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પ્ણી અંગે સનાતન શ્રી રામ સંગઠન પ્રમુખ રાજભા ગઢવીએ (Rajbha Gadhvi) જણાવ્યું હતું કે, કોઈની વિરુદ્ધ બફાટ કરવો યોગ્ય નથી. દરેક ધર્મનું માન-સન્માન હોવું જોઈએ. વિવાદિત ટિપ્પણી કરનારા સ્વામીએ માફી માંગવી જોઈએ. નોંધનીય છે, કે ચારણ ઋષિબાપુનાં ઉપવાસને મોટી સંખ્યામાં લોકો, સાધુ-સંતો અને કલાકારોએ સપોર્ટ કર્યો છે. રાજસ્થાનનાં (Rajsthan) બાડમેરનાં કલાકાર કુંતલ કુમારે (Kuntal Kumar) બાપુના સમર્થનમાં કહ્યું કે, દરેક ધર્મનું સન્માન કરવું જોઈએ. કોઈ પણ ધર્મ વિરુદ્ધ અયોગ્ય ટિપ્પ્ણી ન કરવી જોઈએ. કચ્છનાં (Kutch) ભજનિક પાલુભાઇ ગઢવી (Palubhai Gadhvi) પણ વિરોધમાં જોડાયા હતા. તેમણે કહ્યું હતું કે, આવો બફાટ હિંદુ ધર્મની પરંપરા અને સંસ્કૃતિ માટે નુકસાનકારક. ર્મગુરુઓએ સંવાદ અને સહિષ્ણુતાને આગળ વધારવી જોઇએ. હવે આપણે લડવું જ પડે, સનાતનનું અપમાન નહીં ચાલે. સરકારે પણ કડક કાર્યવાહી કરવી જ જોઇએ.

આ પણ વાંચો - junagadh: ચણા અને રાયડાનાં વેચાણને લઈ કલેક્ટરની પ્રતિક્રિયા, ખેડૂતોને વાંધો હોય તો કરી શકશે રજૂઆત

Tags :
Bapu of KabrauCharan Rushi BapuCM Bhupendra PatelGUJARAT FIRST NEWSKabrau MogaldhamKuntal KumarKutchMinister Prafulbhai Panseriarajbha gadhviRajsthanRapar MLA Virendrasinh JadejaSwaminarayan Gurukul in BhujSwaminarayan sectTop Gujarati News
Next Article