Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Kutch: મુન્દ્રામાં ક્રેન મશીનનો કાળો કહેર, પ્રાગપર પાસે 2 શ્રમિકોએ જીવ ગુમાવ્યા

કચ્છના મુન્દ્રામાં ઔદ્યોગિક એકમમાં સર્જાયેલી આ ઘટનાએ કામદારોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. રોજગારી માટે નીકળેલા બે શ્રમિકો ક્રેનની અડફેટે આવતા જે રીતે જીવ ગુમાવ્યા, તે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાવી ગઈ છે.
kutch  મુન્દ્રામાં ક્રેન મશીનનો કાળો કહેર  પ્રાગપર પાસે 2 શ્રમિકોએ જીવ ગુમાવ્યા
Advertisement

Kutch Mundra Factory Accident: કચ્છ જિલ્લાના મુન્દ્રા (Mundra) તાલુકામાં આવેલી પ્રાગપર (Prantpar) નજીકની એક કંપનીમાં આજે એક અત્યંત કરુણ અકસ્માત (Factory Accident) સર્જાયો છે. આ દુર્ઘટનામાં ક્રેન મશીનની અડફેટે આવતા બે શ્રમિકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જેને પગલે સમગ્ર કંપનીમાં અને કામદારોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

અકસ્માત સર્જાતા જ કંપનીમાં દોડધામ મચી ગઈ

પ્રાપ્ત વિગતો અનુસાર, આજે કંપનીમાં કામગીરી ચાલી રહી હતી ત્યારે આ બંને શ્રમિકો પોતાની ફરજ પર તૈનાત હતા. આ દરમિયાન ક્રેન મશીન (Crane Machine) ના ચાલકે પૂરતી સાવચેતી રાખ્યા વગર મશીન હંકારી મૂક્યું હતું, જેના કારણે બંને કામદારો તેની અડફેટે આવી ગયા હતા. અકસ્માત સર્જાતા જ કંપનીમાં દોડધામ મચી ગઈ હતી અને અન્ય કામદારો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

Advertisement

Kutch: સારવાર દરમિયાન બંને શ્રમિકોના મોત

ગંભીર રીતે ઘાયલ થયેલા બંને શ્રમિકોને તાત્કાલિક સારવાર (Treatment) માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ તપાસતા બંનેને મૃત જાહેર કર્યા હતા. સારવાર દરમિયાન બંને શ્રમિકોએ દમ તોડતા તેમના પરિવારો પર આભ તૂટી પડ્યું હતું.

Advertisement

ક્રેન ચાલક સામે બેદરકારીનો ગુનો નોંધવાની તજવીજ

બનાવની જાણ થતા જ મુન્દ્રા પોલીસ (Mundra Police) નો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે ક્રેન ચાલક સામે બેદરકારીનો ગુનો નોંધવાની તજવીજ કરવામાં આવી રહી છે. કંપનીના સંચાલકોની સુરક્ષા વ્યવસ્થા સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. પોલીસે સીસીટીવી ફૂટેજ (CCTV Footage) મેળવીને અકસ્માત કેવી રીતે સર્જાયો અને તેમાં કોની બેદરકારી છે, તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. મુન્દ્રા વિસ્તારમાં ઔદ્યોગિક એકમોમાં કામદારોની સુરક્ષાનો મુદ્દો ફરી એકવાર ચર્ચાના એરણે આવ્યો છે.

આ પણ વાંચો: Bharuch News: મહિલાઓના વાળ ખરીદવાની આડમાં લાખોની ચોરી, 6 ઘરફોડ ચોરીના ગુનામાં 2 તસ્કરો ઝડપાયા

Tags :
Advertisement

.

×