kutch: લખપતમાં વરસાદ બાદ રહસ્યમય તાવે મચાવ્યો કહેર, ટપોટપ થઈ રહ્યા છે લોકોના મોત
કચ્છમાં વરસાદ બાદ રહસ્યમય તાવના કારણે ફેલાઈ બીમારી આશરે 15 થી પણ વધારે લોકોનું મોત થયું હોવાનું સામે આવ્યું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રફુલ પાનસેરીયા લીધી સ્થળ મુલાકાત kutch: કચ્છ જિલ્લામાં ભારે વરસાદને પગલે અત્યારે રોગચાળો વકર્યો હોવાનું...
Advertisement
- કચ્છમાં વરસાદ બાદ રહસ્યમય તાવના કારણે ફેલાઈ બીમારી
- આશરે 15 થી પણ વધારે લોકોનું મોત થયું હોવાનું સામે આવ્યું
- આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રફુલ પાનસેરીયા લીધી સ્થળ મુલાકાત
kutch: કચ્છ જિલ્લામાં ભારે વરસાદને પગલે અત્યારે રોગચાળો વકર્યો હોવાનું સામે આવ્યું છે. ચોકાવનારી વાત એ છે કે, કચ્છમાં રહસ્યમય તાવના કારણે બીમારી ફેલાઈ છે. જેના કારણે કથિત રીતે અનેક લોકોના મોત થયાનં સામે આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે કચ્છ જિલ્લામાં થયેલા ભારે વરસાદના કારણે લખતપ તાલુકામાં આ રહસ્યમય બીમારી ફેલાઈ છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આશરે 15 થી પણ વધારે લોકોનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.

