Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kutch : PM નરેન્દ્ર મોદી 26 મીએ એક હજાર કરોડથી વધુનાં પ્રોજેક્ટ્સનો કરશે શિલાન્યાસ

કંડલા ખાતે ગ્રીન હાઇડ્રોજન, હાઇપરલૂપ અને માર્ગ સુધારણા સહિતનાં મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ આકાર લેશે.
kutch   pm નરેન્દ્ર મોદી 26 મીએ એક હજાર કરોડથી વધુનાં પ્રોજેક્ટ્સનો કરશે શિલાન્યાસ
Advertisement
  1. PM મોદી 26 મીએ Kutch નાં ભુજથી રૂ. 52,953 કરોડનાં કુલ 31 વિકાસકામોની ભેટ આપશે
  2. PM મોદી ભુજ ખાતેથી એક હજાર કરોડથી વધુનાં મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે
  3. દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલાનાં સર્વાંગી વિકાસ અને પર્યાવરણીય સ્થિરતાને વેગ મળશે
  4. રૂ.150 કરોડનાં ખર્ચે 10 મેગાવોટ ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન સુવિધાનું નિર્માણ
  5. રૂ. 400 કરોડનાં ખર્ચે હાઇપરલૂપ પોડ ટેકનોલોજીનો વિકાસ કરાશે
  6. કંડલા ખાતે 3 રોડ ઓવર બ્રિજનું બાંધકામ, 6 લેન રસ્તાઓના અપગ્રેડેશન થશે

Kutch : દીનદયાળ પોર્ટ ઓથોરિટી (Deendayal Port Authority) કંડલાનાં સર્વાંગી વિકાસ અને પર્યાવરણીય સ્થિરતાને વેગ આપવા માટે આગામી 26 મેનાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ભુજ ખાતેથી એક હજાર કરોડથી વધુનાં મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સ કંડલાને ભવિષ્યના ગ્રીન પોર્ટ મોડેલ તરીકે સ્થાપિત કરવા અને વધતી જતી કાર્ગો પરિવહન જરૂરિયાતોને પહોંચી વળવામાં મદદરૂપ થશે.

આ પણ વાંચો - Kutch : PM મોદી 26 મીએ ‘માતાનો મઢ’ ખાતે રૂ. 32.71 કરોડનાં ખર્ચે થયેલ વિકાસકાર્યોનું ભુજથી કરશે ઇ-લોકાર્પણ

Advertisement

રૂ.150 કરોડનાં ખર્ચે 10 મેગાવોટ ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન સુવિધાનું નિર્માણ

દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા કંડલા (Kandla) ખાતે 10 મેગાવોટ ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન સુવિધાનું (Green Hydrogen Production Facility) નિર્માણ કરવામાં આવશે, જેનો અંદાજિત ખર્ચ રૂ.150 કરોડ છે. આ સુવિધા સ્વચ્છ ઇંધણને પ્રોત્સાહન આપશે, બંદરનાં ઉત્સર્જનને ઘટાડશે અને ગ્રીન લોજિસ્ટિક્સને ટેકો આપશે. ઉત્પાદિત ગ્રીન હાઇડ્રોજનનો ઉપયોગ બંદરની કામગીરી, ગતિશીલતા, ઉદ્યોગ અને ઇંધણમાં સંભવિત મિશ્રણ માટે થશે. આ પ્રોજેક્ટ બિનપરંપરાગત ઊર્જાનો ઉપયોગ કરીને પાણીનું વિદ્યુત વિચ્છેદન અને વિશ્લેષણ કરશે. શૂન્ય કાર્બન ઉત્સર્જન સાથે, આ પ્રોજેક્ટ ભારતનાં લાંબાગાળાનાં પર્યાવરણને અનુકૂળ લક્ષ્યો સાથે સુસંગત છે અને તે બાંધકામ, કામગીરી અને જાળવણીમાં પર્યાવરણને અનુકૂળ નોકરીઓનું સર્જન કરશે.

Advertisement

રૂ. 400 કરોડનાં ખર્ચે હાઇપરલૂપ પોડ ટેકનોલોજીનો વિકાસ કરાશે

અન્ય પ્રોજેકટમાં કંડલા પોર્ટ પર બંદર અને સ્ટોરેજ વિસ્તાર વચ્ચે કાર્ગો પરિવહન માટે હાઇપરલૂપ પોડ ટેકનોલોજીનો વિકાસ કરવામાં આવશે, જેનો અંદાજિત ખર્ચ રૂ. 400 કરોડ છે. આ LIM-આધારિત કાર્ગો મોબિલિટી સિસ્ટમ પોર્ટ માટે પરિવર્તનશીલ સાબિત થશે. આનાથી સલામતીમાં સુધારો, જાળવણી ખર્ચમાં ઘટાડો, માળખાકીય ખર્ચમાં ઘટાડો અને પર્યાવરણની દૃષ્ટિએ અનુકૂળતા જેવા ફાયદા થશે.

આ પણ વાંચો - Kutch : PM નરેન્દ્ર મોદીના હસ્તે ઐતિહાસિક સૌર ઊર્જા પ્રોજેક્ટ્સનું થશે લોકાર્પણ, વાંચો વિગત

3 રોડ ઓવર બ્રિજનું બાંધકામ, 6 લેન રસ્તાઓના અપગ્રેડેશન થશે

એક સાથે જ કંડલા (Kandla) ખાતે 3 રોડ ઓવર બ્રિજના બાંધકામ અને 6 લેન રસ્તાઓના અપગ્રેડેશન માટે રૂ.453 કરોડના પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવશે. આમાં NH-8A (NH 141) પર KM 363.625 પર હાલનાં LC-1A ના બદલે 33.75 મીટર પહોળો અને 956.83 મીટર લાંબો ROB, NH-8A ને જોડતા LC-235 પર 4-લેન ROB (એપ્રોચ રોડ સહિત કુલ લંબાઈ 1170 મીટર) અને LC 236B ના બદલે 6-લેન ROB એપ્રોચ રોડ સહિત કુલ લંબાઈ 1100 મીટરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, હાલના કંડલા-ખારીરોહર રોડને 6 લેન રોડમાં 9 કિમી સુધી પહોળો કરી સુધારણા કરવામાં આવશે, તેમ જ બર્થ નં. 11 અને 12 ના બેક અપ વિસ્તારમાં પ્લોટ, રસ્તાઓ, અને SWD (સ્ટ્રોમ વોટર ડ્રેનેજ) નું અપગ્રેડેશન કરવામાં આવશે. આ પ્રોજેક્ટ્સ વાહનોનાં ટ્રાફિકને ઝડપથી ખાલી કરાવીને બંદર બાઉન્ડ કાર્ગોની ટ્રાફિક હેન્ડલિંગ ક્ષમતામાં સુધારો કરશે અને ટર્નઅરાઉન્ડ સમય ઘટાડશે, જેથી બંદર કનેક્ટિવિટી પણ સારી બનશે.

PM મોદી ભુજથી રૂ.52 હજાર કરોડથી વધુનાં 31 વિકાસકામોની ભેટ આપશે

ઉલ્લેખનીય છે કે, ભુજ (Bhuj) ખાતે 26 મી મેનાં ભુજ-મિરઝાપર રોડ પર યોજાનારા કાર્યક્રમમાં વડાપ્રધાન રૂ.52,953 કરોડનાં કુલ 31 વિકાસકામોની ગુજરાતને ભેટ આપશે. કચ્છ (Kutch), મોરબી, જામનગર (Jamnagar), અમરેલી, જુનાગઢ (Junagadh), ગીર-સોમનાથ, અમદાવાદ (Ahmedabad), તાપી તથા મહીસાગર જિલ્લાને સમાવતા વિકાસકામોનું વડાપ્રધાનના (PM Narendra Modi) હસ્તે ઇ-લોકાર્પણ તથા ઇ-ખાતમૂહુર્ત કરાશે. આ કાર્યક્રમમાં રૂ. 2292 કરોડનાં 17 કામોનાં લોકાર્પણ તથા રૂ.50,661 કરોડનાં 14 કામોનાં ખાતમૂહુર્ત સામેલ છે.

અહેવાલ : કૌશિક છાંયા, કચ્છ

આ પણ વાંચો - PM Modi Kutch Visit : વડાપ્રધાનની મુલાકાતને લઈ અનેરો ઉત્સાહ, વેપારી એસો.ની બેઠક યોજાઈ

Tags :
Advertisement

.

×