Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kutch Sindoor Van : અમદાવાદ બાદ ભુજમાં બનશે 'સિંદૂર વન', એક હેક્ટરમાં 10 હજાર છોડ રોપાશે

ભુજમાં (Bhuj) 8 હેક્ટર જમીન પર સિંદૂર વન બનાવવામાં આવશે, જેમાં એક હેક્ટરમાં વિવિધ 10 હજાર છોડ વાવવામાં આવશે.
kutch sindoor van   અમદાવાદ બાદ ભુજમાં બનશે  સિંદૂર વન   એક હેક્ટરમાં 10 હજાર છોડ રોપાશે
Advertisement
  1. કચ્છમાં 'ઓપરેશન સિંદુર' ની થીમ પર 'સિંદૂર વન' બનાવાશે (Kutch Sindoor Van)
  2. ભુજમાં 8 હેક્ટર જમીન પર સિંદૂર વન બનાવવામાં આવશે
  3. PM મોદીએ જ્યાં સભા યોજી હતી ત્યાં જ સિંદૂર વન બનાવાશે
  4. એક હેક્ટરમાં વિવિધ 10 હજાર છોડ વાવવામાં આવશે

પાકિસ્તાન સામે 'ઓપરેશન સિંદુર' ની (Operation Sindoor) સફળતા બાદ દેશભરમાં લોકોએ તિરંગા યાત્રા અને સિંદૂર યાત્રા યોજીને ભારતીય સેનાની લશ્કરી કાર્યવાહીને બિરદાવી છે. ત્યારે હવે અમદાવાદ બાદ કચ્છમાં 'ઓપરેશન સિંદુર'ની થીમ પર 'સિંદૂર વન' (Kutch Sindoor Van) બનાવાશે. ભુજમાં (Bhuj) 8 હેક્ટર જમીન પર સિંદૂર વન બનાવવામાં આવશે, જેમાં એક હેક્ટરમાં વિવિધ 10 હજાર છોડ વાવવામાં આવશે. મહત્ત્વનું છે કે PM મોદીએ (PM Narendra Modi) જ્યાં સભા યોજી હતી ત્યાં જ સિંદૂર વન બનાવવામાં આવશે.

આ પણ વાંચો - 'Sindoor Van' : 'Operation Sindoor' ની સફળતા બાદ AMC બનાવશે 'સિંદુર વન', 551 સિંદૂરનાં વૃક્ષ રોપાશે

Advertisement

Advertisement

ભુજમાં 8 હેક્ટર જમીન પર સિંદૂર વન બનાવવામાં આવશે

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ બાદ હવે કચ્છ જિલ્લાનાં ભુજમાં ઓપરેશન સિંદૂર'ની થીમ પર 'સિંદૂર વન'નું (Kutch Sindoor Van) નિર્માણ કરાશે. ભુજમાં 8 હેક્ટર જમીન પર સિંદૂર વન બનાવવામાં આવશે. મહત્ત્વનું છે કે જે સ્થળ પર PM મોદીએ સભા યોજી હતી ત્યાં જ 'સિંદૂર વન' બનાવાશે. ભુજ-મિર્ઝાપુર હાઇવે પાસે એક હેક્ટરમાં 10 હજાર જેટલા વિવિધ છોડ વાવવામાં આવશે. આ સિંદૂર વનમાં 'ઓપરેશન સિંદૂર'ની વિવિધ થીમ્સ પણ બનાવવામાં આવશે. સિંદૂર વનનું નિર્માણ પૂર્ણ થતાં કચ્છ પર્યટનમાં આ વધુ એક આકર્ષણનું કેન્દ્ર બનશે. માહિતી અનુસાર, કચ્છનાં વન વિભાગ દ્વારા આ કામ શરૂ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો - Daman : મોટી દમણમાં થયેલી 1.33 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો, આંતરરાજ્ય તસ્કરોની ધરપકડ

અમદાવાદમાં 5 જૂને CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે વૃક્ષારોપણ

જણાવી દઈએ કે, આ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા 'સિંદૂર વન' (Sindoor Van) બનાવવાનો નિર્ણય કરાયો છે. શહેરનાં જગતપુર બ્રિજ નજીક આ સિંદૂર વન બનાવવામાં આવશે. 5 જૂન 'વિશ્વ પર્યાવરણ દિન' નાં રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં (CM Bhupendra Patel) હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવશે. આ વનમાં 551 જેટલા સિંદૂરનાં વૃક્ષો ઉગાડવામાં આવશે. નોંધનીય છે કે સિંદૂરનાં વૃક્ષ પર આવતા ફળ સુકાય તો તેમાંથી સિંદૂર નીકળે છે.

આ પણ વાંચો - Corona Cases : અમદાવાદીઓ સાચવજો..! છેલ્લા 24 કલાકમાં 60 નવા કેસ નોંધાયા!

Tags :
Advertisement

.

×