ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

KUTCH : રાષ્ટ્રીય લેવલે નેશનલ બેન્ડ કોમ્પીટીશનમાં પશ્ચિમ ઝોનનું પ્રતિનિધિત્વ કરશે ભુજ સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિરની વિદ્યાર્થિનીઓ

અહેવાલ - કૌશિક છાયા શ્રી સ્વામિનારાયણ મંદિર -ભુજ સંચાલિત શ્રી સ્વામિનારાયણ કન્યાવિદ્યા મંદિરની વિધાર્થિનીઓ ગુજરાત રાજ્ય લેવલની બેન્ડ સ્પર્ધામા વિજેતા થઈ ગુજરાતનું પ્રતિનધિત્વ કરી પશ્ચિમ ઝોન (ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા અને દીવ દમણ) લેવલે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે...
11:18 PM Dec 04, 2023 IST | Harsh Bhatt
અહેવાલ - કૌશિક છાયા શ્રી સ્વામિનારાયણ મંદિર -ભુજ સંચાલિત શ્રી સ્વામિનારાયણ કન્યાવિદ્યા મંદિરની વિધાર્થિનીઓ ગુજરાત રાજ્ય લેવલની બેન્ડ સ્પર્ધામા વિજેતા થઈ ગુજરાતનું પ્રતિનધિત્વ કરી પશ્ચિમ ઝોન (ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા અને દીવ દમણ) લેવલે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે...
અહેવાલ - કૌશિક છાયા
શ્રી સ્વામિનારાયણ મંદિર -ભુજ સંચાલિત શ્રી સ્વામિનારાયણ કન્યાવિદ્યા મંદિરની વિધાર્થિનીઓ ગુજરાત રાજ્ય લેવલની બેન્ડ સ્પર્ધામા વિજેતા થઈ ગુજરાતનું પ્રતિનધિત્વ કરી પશ્ચિમ ઝોન (ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા અને દીવ દમણ) લેવલે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે .
ગુજરાત સ્ટેચ્યુ ઑફ યુનિટી લોહપુરુષ સરદાર પટેલ જયંતિ પ્રસંગે કેવડીયા ખાતે યોજવામાં આવેલ એકતા પરેડમાં દેશના વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીજીની તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમા બેન્ડનું શ્રેષ્ઠ પ્રદર્શન પ્રસ્તુત કરેલ, ત્યારબાદ પુણે મહારાષ્ટ્ર મધ્યે પશ્ચિમ ઝોન લેવલે ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરી ઝોન લેવલે વિજેતા થયેલ છે.
હવે રાષ્ટ્રીય લેવલ પર પશ્ચિમ ઝોનનું પ્રતિનધિત્વ કરીને દિલ્હી મધ્યે નેશનલ કોમ્પીટેશનમાં જવાની તૈયારીઓ આરંભાઇ ચુકી છે .દેશના પશ્ચિમ ભાગના છેવાડાના રણ પ્રદેશ કચ્છ જિલ્લાની ગ્રામ્ય વિસ્તારની દિકરીઓ રાષ્ટ્રિય લેવલે પાંચ ધુરંધર રાજ્યો પશ્ચિમ ઝોનનું પ્રતિનધિત્વ કરશે એ એક મોટું ગૌરવશાળી એચિવમેન્ટ ગણાય. આમ આ સંસ્થાની વિદ્યાર્થિનીઓ ગુજરાત સાથે કચ્છનું પણ ગૌરવ વધારીને ચાર ચાંદ લગાવેલ છે.
આમ ઝોન લેવલે ગુજરાતનું નામ રોશન કરનાર સંસ્થા અને વિદ્યાર્થિનીઓને સમગ્ર ગુજરાત દેશ વિદેશ માંથી અભિનંદન મળી રહ્યા છે. વિદ્યાર્થિનીઓની પ્રશંસનીય સિદ્ધિ પ્રદર્શન બદલ ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિરના પુજ્ય મહંત સ્વામી,સમસ્ત સંત મંડળ, સાંખ્યયોગી મહંત સામબાઈ ફઈ સહ સમસ્ત સાંખ્યયોગી બહેનોએ અંતરના રૂડા આર્શિવાદ અને ઉત્સાહસભર લાગણીની અનુભૂતિને  સહિયારો સાથ આપનારાઓમાં મંદિરનું ટ્રસ્ટી મંડળ, અને સંસ્થાનું સંચાલક મંડળ, સંસ્થાના આચાર્ય સહ સ્ટાફ પરિવાર તેમજ દેશ વિદેશના હરિભક્તો દ્વારા ખૂબ ખૂબ શભેચ્છાઓ પાઠવી આ  વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવેલ છે.
આ પણ વાંચો -- માવઠાની આગાહીને લઈને ખેડૂતો ચિંતિત, સરકાર એલર્ટ મોડમાં
Tags :
BhujrepresentStudentsSwaminarayan Kanya VidyamandirWest Zone
Next Article