Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kutch : સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજીની શિક્ષણમંત્રી રીવાબા જાડેજા સાથે વિમર્શ મુલાકાત

ગુજરાત સરકારે અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાનો સમાવેશ કર્યા બાદ હવે શિક્ષકોને ગીતા ભણાવવાની અનોખી પહેલ કચ્છથી શરૂ થવા જઈ રહી છે. કચ્છથી જામનગર પધારેલા આર્ષ અધ્યયન કેન્દ્ર, માધાપર ભુજના સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજીએ નવતર પ્રસ્તાવ, શિક્ષણમંત્રી રિવાબા જાડેજાને વિમર્શ મુલાકાત દરમિયાન આશીર્વાદ સાથે રજૂ કર્યો હતો, જેનો સકારાત્મક પ્રતિસાદ આપી મંત્રી રિવાબા જાડેજાએ એક કલાકનો સમય ફાળવી આયોજન અંગે ચર્ચા કરી હતી.
kutch   સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજીની શિક્ષણમંત્રી રીવાબા જાડેજા સાથે વિમર્શ મુલાકાત
Advertisement
  1.  Kutch થી શરૂ થશે ભગવદ્ ગીતા શિક્ષણનો નવો અધ્યાય
  2.  શાળામાં વિદ્યાર્થીઓને ગીતા ભણાવતા શિક્ષકોને ભગવદ ગીતાના પાઠ ભણાવશે 'સંત'
  3.  કચ્છનાં સંતની અનોખી પહેલ; શિક્ષણમંત્રી સમક્ષ ભગવદ ગીતાના 'ટીચ ધ ટીચર' મોડેલની પ્રસ્તાવના
  4.  ભગવદ ગીતાને અભ્યાસક્રમમાં સમાવી ગુજરાત સરકારે ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ કર્યું : સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજી
  5.  આર્ષ અધ્યયનકેન્દ્રના સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજીની શિક્ષણમંત્રી રીવાબા જાડેજા સાથે વિમર્શ મુલાકાત

Kutch : ગુજરાત સરકારે અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાનો સમાવેશ કર્યા બાદ હવે શિક્ષકોને ગીતા (Bhagavad Gita) ભણાવવાની અનોખી પહેલ કચ્છથી શરૂ થવા જઈ રહી છે. કચ્છથી જામનગર પધારેલા આર્ષ અધ્યયન કેન્દ્ર, માધાપર ભુજના (Bhuj) સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજીએ નવતર પ્રસ્તાવ, શિક્ષણમંત્રી રિવાબા જાડેજાને (Rivaba Jadeja) વિમર્શ મુલાકાત દરમિયાન આશીર્વાદ સાથે રજૂ કર્યો હતો, જેનો સકારાત્મક પ્રતિસાદ આપી રાજ્યના શિક્ષણમંત્રી રિવાબા જાડેજાએ એક કલાકનો વિશેષ સમય ફાળવી આ મહત્વપૂર્ણ આયોજન અંગે ચર્ચા કરી હતી.

શિક્ષકોને કોણ ભણાવશે? સ્વામીજીએ ઉકેલ સૂચવ્યો

સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજીએ (Swami Pradiptananda Saraswati Ji), જેઓ વિવિધ જગ્યાએ છેલ્લા 13 વર્ષથી શાળા-કોલેજમાં સેવા આપી રહ્યા છે, પ્રતિભા સંવર્ધન સર્ટિફિકેટ કોર્સ ચલાવે છે. સ્વામીજીએ એક મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો - જ્યારે સરકારે ભગવદ્ ગીતાને (Bhagavad Gita) અભ્યાસક્રમમાં લાવી છે, ત્યારે શિક્ષકોને આ વિષય કોણ ભણાવશે? આ પ્રશ્નના ઉકેલરૂપે તેમણે કચ્છના (Kutch) દસેય તાલુકાના શિક્ષકોને ભગવદ્ ગીતા ભણાવવાની જવાબદારી સ્વીકારી છે.

Advertisement

Kutch મોડેલ-સમગ્ર ગુજરાત રાજ્ય માટે આદર્શ

સ્વામીજીએ CRC, BRC ના ક્લસ્ટર ધોરણ મુજબ એકસાથે 150-200 શિક્ષકોના જૂથમાં સેમિનારનું આયોજન કરવાની યોજના પ્રસ્તાવિત કરી રજૂ કરી છે. દરેક સેમિનારમાં 10 થી 4 વાગ્યા સુધી 6 કલાકનું શિક્ષકોને શિક્ષણ આપવામાં આવશે, જેમાં છેલ્લો એક કલાક પ્રશ્નોત્તરી માટે અનામત રાખવામાં આવશે. શિક્ષણમંત્રી રિવાબા જાડેજાએ આ પ્રસ્તાવને સકારાત્મક પ્રતિસાદ આપતાં જણાવ્યું કે, "જો કચ્છના શિક્ષકોને ભગવદ્ ગીતા ભણાવી શકીએ, તો રાજ્યભરમાં આ શક્ય છે." ગુજરાત સરકાર હાલ આ મુદ્દે વિચારાધીન છે અને કચ્છ મોડલને આદર્શ બનાવીને આખા રાજ્યમાં આ શુભ કાર્યની શરૂઆત કરવા માંગે છે. રાજ્યસ્તરે આયોજન કરવામાં આવશે, જેથી સમગ્ર ગુજરાતના શિક્ષકો ભગવદ્ ગીતાના મૂલ્યો અને શિક્ષણ વિદ્યાર્થીઓ સુધી યોગ્ય રીતે પહોંચાડી શકે.

Advertisement

આ પણ વાંચો - Gandhinagar : પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કરનારા દુષ્કર્મનાં આરોપીના રિમાન્ડ મંજૂર

ભગવદ્ ગીતા અભ્યાસક્રમ-એક સકારાત્મક પગલું

ગુજરાત સરકારે શૈક્ષણિક અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાનો સમાવેશ કરીને જીવનમૂલ્યો, નૈતિકતા અને ભારતીય સંસ્કૃતિને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા ઐતિહાસિક નિર્ણય લીધો છે. જરૂર છે, હવે શિક્ષકોને યોગ્ય તાલીમ આપવાની આ પહેલ આ દિશામાં મહત્વનું પગલું સાબિત થશે. કચ્છની (Kutch) આ અનોખી પહેલ સમગ્ર ગુજરાત અને દેશ માટે એક આદર્શ મોડલ બની શકે તેવી શક્યતા છે. શિક્ષણમાં આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યોનો સમાવેશ કરવાની આ દિશામાં કચ્છ સ્વામીજીના ઇનોવેટિવ વિઝનથી અગ્રેસર બની શકશે.

Kutch ને સન્માન, માં આશાપુરાનાં આશીર્વાદ

શિક્ષણમંત્રી રિવાબા જાડેજાનાં (Rivaba Jadeja) કુળદેવી માં આશાપુરા કચ્છમાં બિરાજમાન છે, ત્યારે સ્વામીજીએ પણ વિશેષમાં ઉલ્લેખ કર્યો કે, જ્યારે શિક્ષણમંત્રી સામે ચાલીને કચ્છના સંત પાસે આશિર્વાદ લેવા આવ્યા ત્યારે તેમણે કહ્યું, "ગુજરાત અને દેશને આપ જેવા ઊર્જાવાન અને યુવા નેતાઓની જરૂર છે." સ્વામીજીએ માં આશાપુરાના ચરણોમાં પ્રાર્થના કરી કે મંત્રી ભવિષ્યમાં સફળતાની સીડીઓ સર કરે. સ્વામીજીએ રિવાબા જાડેજાનું સન્માન કચ્છની પરંપરાગત પાઘ, આર્ષ અધ્યયન કેન્દ્રના સ્મૃતિચિન્હ સાથે ભગવદ્ ગીતા આપીને કર્યું હતું. આ આયોજનને સફળ બનાવવામાં પારેખ પરિવારના જયભાઈ, શીતલબેન, દેવભાઈ અને મીરાબાએ મહત્વનો ભાગ ભજવ્યો હતો.

અહેવાલ : કૌશિક છાંયા, કચ્છ

આ પણ વાંચો - Mehsana: 'પહેલાં ઓળખી નહોતા શકતા, હવે બધી ખબર છે!' પૂર્વ DyCM નીતિનભાઈ પટેલનું મોટું નિવેદન

Tags :
Advertisement

.

×