ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Kutch : વ્રજવાણી ગામની ઐતિહાસિક કથા તમારું હૃદય કંપાવી દેશે! 140 આયરાણીઓએ સાથે કર્યો હતો દેહનો ત્યાગ!

આ લોકગીતનાં ઉદ્ભવની કહાણી કદાચ બધાને ખબર ન હોય, પરંતુ કચ્છનાં રાપરમાં રહેતાં સ્થાનિકોની માન્યતા છે કે ખુદ ભગવાન શ્રી કૃષ્ણ (Lord Krishna) ઢોલીરૂપે અહીં આવ્યા હતા. કચ્છનાં રાપરથી 50 કિલોમીટર દૂર વ્રજવાણી ગામ આવેલું છે. વ્રજવાણીની વાત કરીએ તો લોકવાયકા મુજબ, યદુવંશી આહીરો મથુરાથી કૃષ્ણની સાથે દ્વારકા જવા નીકળ્યા હતા. તેમાંનાં અમુક આહીરોનાં કુટુંબો કચ્છના રણમાં આવ્યા હતા.
03:23 PM Dec 06, 2025 IST | Vipul Sen
આ લોકગીતનાં ઉદ્ભવની કહાણી કદાચ બધાને ખબર ન હોય, પરંતુ કચ્છનાં રાપરમાં રહેતાં સ્થાનિકોની માન્યતા છે કે ખુદ ભગવાન શ્રી કૃષ્ણ (Lord Krishna) ઢોલીરૂપે અહીં આવ્યા હતા. કચ્છનાં રાપરથી 50 કિલોમીટર દૂર વ્રજવાણી ગામ આવેલું છે. વ્રજવાણીની વાત કરીએ તો લોકવાયકા મુજબ, યદુવંશી આહીરો મથુરાથી કૃષ્ણની સાથે દ્વારકા જવા નીકળ્યા હતા. તેમાંનાં અમુક આહીરોનાં કુટુંબો કચ્છના રણમાં આવ્યા હતા.
Kutch_Gujarat_first
  1. Kutch નાં રાપરથી 50 કિલોમીટર દૂર આવેલું છે વ્રજવાણી ગામ
  2. વ્રજવાણી ગામની ઐતિહાસિક હૃદય દ્રાવક કથા!
  3. ખુદ ભગવાન શ્રી કૃષ્ણ ઢોલીરૂપે અહીં આવ્યા હોવાની લોકમાન્યતા
  4. કહેવાય છે કે, અહીં 140 આહીરાણીઓ એકસાથે સતી થઈ હતી!

Kutch : ભગવાન શ્રી કૃષ્ણની લીલા અપરંપાર છે. ગોકૂળમાં વાંસળી વગાળતા કાનાની તસવીરો તો તમે ખૂબ જોઈ હશે, પરંતુ શું તમે કચ્છમાં ઢોલ વગાડતી ગાથા ક્યારે સાંભળી છે ખરા? જો ના તો, જાણવા માટે વાંચો આ વિશેષ અહેવાલ ઢોલીરૂપે 'કાનો' .. 'ગોપી'રૂપે આયરાણી!

માનવીનાં જીવનમાં ધર્મનું મહત્ત્વ રહેલું છે. આપણા આસપાસ જોવા મળતા ધાર્મિક સ્થળો આ વાતનું ઉદાહરણ છે. કચ્છનાં લગભગ દરેક તાલુકામાં ધાર્મિક અને જાણીતા સ્થળો આવેલા છે, જેમાં આપણે રાપરમાં આવેલા વ્રજવાણીની (Vrajvani Village) વાત કરીએ તો આ સ્થળ અતિ પ્રાચીન છે. રાપરથી પણ 50 કિલોમીટરના અંતરે 'વ્રજવાણી ગામ' આવેલું છે, જેનો ઇતિહાસ ખૂબ પ્રચલિત છે. કહેવાય છે કે, અહીં 140 આહીરાણીઓ (Ahirani) એકસાથે સતી થઈ હતી.

'ઢોલી તારો ઢોલ વાગે વ્રજવાણી,
સાતવિસુ સતીયું રમે આયરાણી,
ઢોલીરૂપે કાનો આયો તો વ્રજવાણી
કે ગોપીરૂપે રાસ રમે આયરાણી'!

આ લોકગીતનાં ઉદ્ભવની કહાણી કદાચ બધાને ખબર ન હોય, પરંતુ કચ્છનાં રાપરમાં રહેતાં સ્થાનિકોની માન્યતા છે કે ખુદ ભગવાન શ્રી કૃષ્ણ (Lord Krishna) ઢોલીરૂપે અહીં આવ્યા હતા. કચ્છનાં (Kutch) રાપરથી 50 કિલોમીટર દૂર વ્રજવાણી ગામ આવેલું છે. વ્રજવાણીની વાત કરીએ તો લોકવાયકા મુજબ, યદુવંશી આહીરો મથુરાથી કૃષ્ણની સાથે દ્વારકા જવા નીકળ્યા હતા. ત્યારે તેમાંનાં અમુક આહીરોનાં કુટુંબો કચ્છના રણમાં આવ્યા હતા. આ આહીરો પ્રાથળિયા આહિર હતા. આ કુટુંબો અહીં જ રોકાઈ ગયા હતા. મથુરાના (Mathura) વ્રજથી નીકળેલા હતા. આથી આ ગામનું નામ વ્રજવાણી રાખવામાં આવ્યું હતું.

Kutch નાં રાપરથી 50 કિમી દૂર વ્રજવાણી ગામની ઐતિહાસિક હૃદય દ્રાવક કથા!

વ્રજવાણી ગામની (Vrajvani Village) ઐતિહાસિક કથા હૃદય દ્રાવક છે, જેને લોકો આજે પણ ભૂલી શક્યા નથી. ગુજરાત ફર્સ્ટ (Gujarat First News) સાથેની વાતચીતમાં સ્થાનિક લોકોનાં જણાવ્યા મુજબ, સવંત 1511 ની વાત છે, જ્યારે એક ઢોલી વ્રજવાણીમાં આવ્યો હતો. તેણે ઢોલ વગાડવાનું શરૂ કર્યું. ઢોલનો અવાજ એટલો મનમોહન હતો કે ગામની આહીરાણીઓ ભાન ભૂલીને પોતાના બાળકોને અને ઘરને મૂકીને એ ઢોલી પાસે આવી રાસ રમવા લાગી હતી. આ રાસ સતત 48 કલાક સુધી એટલે કે ત્રણ દિવસ સુધી ચાલુ રહ્યો હતો. દરમિયાન, બહેનો આંગણે બાંધેલ ગાયો-ભેંસોને દોહવાનું ભૂલી ગઈ હતી. તેથી આહીર ભાઈઓ પોતાની પત્નીને ઢોલીનાં રાસમાં રમતી જોઈ ખીજાયા હતા. અંતે રોષે ભરાયેલા આહીરોએ ઢોલીને મારી નાખ્યો હતો.

ઢોલીનો પાળિયો આજે પણ જોવા મળે, 120 આહિરિયાણીના પાળિયા પણ બાંધવામાં આવ્યા

સ્થાનિકોએ આગળ જણાવ્યું કે, જ્યારે ઢોલી મૃત્યુ પામ્યો ત્યારે ઢોલનો અવાજ પણ બંધ થઈ ગયો. આહીરાણીઓને (Ahirani) સત ચડ્યું અને 140 જેટલી આહીરાણીઓ આ ઢોલી પાછળ સતી થઈ ગઈ. આહીરો પણ ગામ મૂકીને બીજે ચાલ્યા ગયા. આ ઢોલીનો પાળિયો આજે પણ ત્યાં જોવા મળે છે. ઢોલીની સાથે 120 આહિરિયાણીઓના પાળિયા પણ બાંધવામાં આવ્યા છે.

2001 નાં ભૂકંપ પછી ગામનો વિકાસ થયો

સ્થાનિકોએ જણાવ્યું કે, લગભગ 550 વર્ષ સુધી આહીરોએ આ ગામનું પાણી પીધું ન હતું અને 'અપિયા' કર્યા હતા. સ્થાનિકોની માન્યતા પ્રમાણે, એ સમયે વ્રજવાણી તથા આસપાસનાં 12 ગામોમાં આહીરોનો વસવાટ હતો અને તેઓ વ્રજની બોલી બોલતા એટલે જ આ ગામ વ્રજવાણી તરીકે ઓળખાતું હતું. વર્ષ 2001માં આવેલા ભૂકંપ (Earthquake) પછી આ જગ્યાનો વિનાશ થયો હતો, જોકે સમાજના આગેવાનોએ હવે સુંદર મંદિર અહીં બનાવ્યું છે. મંદિરમાં રાધાકૃષ્ણની મૃર્તિ, આહીરાણીઓની મૃર્તિ દ્રશ્યમાન થાય છે. સાથે જ ધર્મશાળા અને અન્નક્ષેત્ર પણ અહીં ચલાવવામાં આવે છે. પ્રવાસન માટે આ જગ્યાનો ખૂબ સારો એવો વિકાસ થયો છે.

આ પણ વાંચો - Banaskantha : અંબાજીમાં માગશર સુદ પૂનમે ભક્તિનું ઘોડાપૂર! મોહનથાળના પ્રસાદ સાથે હજારો શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

Tags :
#AhiraniAhir familiesDwarkaGUJARAT FIRST NEWSKutchLord KrishnaMathuraRann of KutchRaparTop Gujarati NewsVrajvani villageYaduvanshi Ahirs
Next Article