Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kutch : જીવનથી નિરાશ વ્યક્તિઓ માટે પ્રેરણા સ્ત્રોત છે કુરન ગામની આ દિવ્યાંગ દીકરી, જાણો તેના વિશે

કુરન ગામે રહેતી એક દિવ્યાંગ દીકરી બી.એનાં બીજા સેમિસ્ટરની પરીક્ષા પોતાનાં પગની આંગળીનાં ટેરવે લખીને આપી રહી છે...
kutch   જીવનથી નિરાશ વ્યક્તિઓ માટે પ્રેરણા સ્ત્રોત છે કુરન ગામની આ દિવ્યાંગ દીકરી  જાણો તેના વિશે
Advertisement
  1. કુરન ગામની દિવ્યાંગ દીકરીએ પગની આંગળીઓનાં ટેરવે BA ની આપી પરીક્ષા (Kutch)
  2. સાકુબા રવાજી સોઢા બંને હાથે દિવ્યાંગ છે, છતાં ઉચ્ચ શિક્ષણ મેળવવાની છે ઝંખના
  3. સાકુબાનો પરિવાર ખેતી સાથે જોડાયેલો છે, દીકરીને સતત કરે છે સહયોગ
  4. કચ્છ જિલ્લામાં એક્સટેન્શન સેન્ટરોમાં B.A. નો કોર્ષ ચલાવવામાં આવે છે

Kutch : કોઈપણ તકલીફ હોય તો પણ મહેનત કરવાથી તેનું પરિણામ અવશ્ય મળે છે. સરહદી છેવાડાનાં વિસ્તારનાં કચ્છ જિલ્લાનાં ભુજ તાલુકાનાં (Bhuj) કુરન ગામે રહેતી એક દિવ્યાંગ દીકરી બી.એનાં બીજા સેમિસ્ટરની પરીક્ષા પોતાનાં પગની આંગળીનાં ટેરવે લખીને આપી રહી છે જે આજનાં લોકો માટે ઉદાહરણરૂપ છે.

આ પણ વાંચો - Health Workers' Strike : આરોગ્ય વિભાગનું કડક વલણ, રાજકોટમાં અસર, મહિસાગરમાં વિરોધ, વાંચો વિગત

Advertisement

છેવાડાનાં વિસ્તારોનાં યુવક-યુવતીઓને ઉચ્ચ શિક્ષણ મળે તે માટે નવતર પ્રયોગ

કચ્છમાં ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી (Krantiguru Shyamji Krishna Verma University) દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષ 2024-25 થી કચ્છનાં અંતરિયાળ વિસ્તારોમાં ઉચ્ચ શિક્ષણનો વ્યાપ વધે એના માટે અને છેવાડાનાં વિસ્તારોનાં યુવક-યુવતીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા સ્થાનિક વિસ્તારોમાં જ તક મળી રહે એ હેતુથી એક નવતર પ્રયાસ શરૂ કર્યો છે. આ એક્સટેન્શન સેન્ટરોમાં B.A. નો કોર્ષ (અભ્યાસક્રમ) ચલાવવામાં આવે છે. આ સેન્ટરોમાં એવા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, કે જેમને અપડાઉન કરવું શક્ય નથી, ઘરની આર્થિક જવાબદારીઓ જેમના માથે છે, સામાજિક બંધનો જેમને નડી રહ્યા છે, આવા વિદ્યાર્થી યુવક-યુવતીઓ આ સેન્ટરોમાં અભ્યાસ કરી પોતાની ઉચ્ચ શિક્ષણની ભૂખ સંતોષી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો - Gujarat Legislative Assembly : ધારાસભ્યોની ગ્રાન્ટ વધારા પર ગૃહમાં કરાઈ ચર્ચા, નાણાં મંત્રીએ કહ્યું , વિચારણા ચાલુ

સાકુબા બંને હાથે દિવ્યાંગ, છતાં ઉચ્ચ શિક્ષણ મેળવવાની ઝંખના

આ એક્સટેન્શન સેન્ટરો પૈકી ખાવડા ખાતે ચાલી રહેલા એક્સટેન્શન સેન્ટરમાં કચ્છનાં (Kutch) છેવાડાનાં પાકિસ્તાન બોર્ડર પરનાં છેલ્લા ગામ એવા કુરન ખાતેથી સાકુબા રવાજી સોઢા (Sakuba Rawaji Sodha) નામની દીકરી ખાવડા ખાતે અભ્યાસ અર્થે આવે છે. આ દીકરી બંને હાથે દિવ્યાંગ છે. જો કે, બંને હાથે દિવ્યાંગ હોવા છતાં આ દીકરી પોતાના પગની આંગળીઓનાં ટેરવે પરીક્ષાનાં પેપરો લખે છે. આ દીકરીની ઉચ્ચ શિક્ષણ મેળવવાની ઝંખના છે, તેણીનાં પરિવારમાં પિતા ખેતી કરે છે તેમ જ તેના પરિવારનો સંપૂર્ણ સહયોગ દીકરીને મળી રહ્યો છે. યુનિવર્સિટીનાં કુલપતી ડો. મોહન પટેલનાં જણાવ્યા પ્રમાણે, કુરનથી (Kuran village) આવતી દીકરી ખુબ જ હોશિયાર છે અને તેણીને પરિવારનો પણ સતત સહયોગ મળી રહ્યો છે. હાલમાં, કચ્છનાં રાપર તાલુકાનાં આડેસર, ભચાઉ તાલુકાનાં ધોળાવીરા, ભુજ (Bhuj) તાલુકાનાં ખાવડા, માંડવી તાલુકાનાં ગઢસીસા અને લખપત તાલુકાનાં પાનધ્રો ખાતે એક્સટેન્શન સેન્ટર ચાલી રહ્યા છે, જેનાથી વિદ્યાર્થીઓનાં કારકિર્દીનું ઘડતર થઇ રહ્યું છે.

અહેવાલ : કૌશિકછાયા, કચ્છ

આ પણ વાંચો - Anant Ambani : અનંત અંબાણી ચાલીને દ્વારકા દર્શને જશે, દરરોજ રાત્રે 15 થી 20 કિમી ચાલશે

Tags :
Advertisement

.

×