Kutch Triple Accident : કાર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4 જીવતા ભૂંજાયા
Kutch Triple Accident માં 4 મુસાફરો જીવતા ભૂંજાયા છે. આ ગમખ્વાર અકસ્માતમાં 5થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. વાંચો વિગતવાર.
Advertisement
- કચ્છમાં થયેલા ગમખ્વાર અકસ્માતમાં 4 જીવતા ભૂંજાયા (Kutch Triple Accident)
- આ ટ્રિપલ એક્સિડન્ટમાં 5 મુસાફરો ઘાયલ થયા છે
- માળિયાના સૂરજબારી બ્રિજ વિસ્તારમાં થયો ગોઝારો અકસ્માત
Kutch Triple Accident : આજે વધુ એક ગમખ્વાર અકસ્માતમાં 4 લોકો જીવતા ભૂંજાઈ ગયા છે. આ અકસ્માત કચ્છની ભાગોળે થયો છે. જેમાં માળિયામાં સૂરજબારી બ્રિજ પાસે કાર અને ટ્રેલર વચ્ચે ટ્રિપલ અકસ્માત (Kutch Triple Accident) થયો હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતમાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિક જામ દૂર કરાવ્યો અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી હાથ ધરી છે.

