Kutch: આદિપુર નજીકની નર્મદા કેનાલમાં બે બાળકો ડૂબ્યા, પરિવારમાં ભારે શોકનો માહોલ
- બંને બાળકોના મૃત્યુથી પંથકમાં અરેરાટી વ્યાપી
- બંને બાળકો ન્હાવા આવ્યા હતા અને ડૂબ્યા હોવાનું અનુમાન
- નજીકની સોસાયટીમાં જ રહેતા બંન્ને બાળકો
Kutch: ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી વરસાદ થંભી ગયો છે. પરંતુ વિગતે વાત કરવામાં આવે તો, કચ્છ (Kutch)ના આદિપુર નજીકની નર્મદા કેનાલમાં બે બાળકો ડૂબ્યા હોવાનું સામે આવે છે. નોંધનીય છે કે, બંને બાળકોના મૃત્યુથી અરેરાટી વ્યાપી ગઈ છે. વિગતો એવી પણ સામે આવી છે કે, બંને બાળકો ન્હાવા માટે આવ્યા હતા અને ઘટના બની હોવાની ચર્ચા થઈ રહીં છે. ઉલ્લેખનીય છે કે, બંન્ને બાળકો કેનાલની નજીકની સોસાયટીમાં જ રહેતા હોવાનું સામે આવ્યું છે.
- આદિપુર નજીકની નર્મદા કેનાલમાં બે બાળકો ડૂબ્યા
- બંને બાળકો કેનાલમાં ન્હાવા પડ્યાનું ડૂબ્યાનું અનુમાન
- ગાંધીધામ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કાર્યવાહી #kutchnews #Kutch #adipur #News #GujaratiNews#GujaratFirst— Gujarat First (@GujaratFirst) August 15, 2024
આ પણ વાંચો: Gujarat: શું મહિલોની સુરક્ષા તમારી જવાબદારી નથી? GMERS મેડીકલ કોલેજની એડવાઈઝરી પર વિવાદ
ગાંધીધામ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કાર્યવાહી
નોંધનીય છે કે, ભોગ બનનાર બાળકો સાયકલ લઈને અહીં કેનાલમાં ન્હાવા માટે આવ્યા હતા. વિગતો એવી પણ સામે આવી છે કે, પહેલા એકનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યાર બાદ બીજા બાળકની શોધખોળ બાદ તેનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગાંધીધામ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રામબાગ હોસ્પિટલ મોકલી અપાયા છે. પોલીસે ઘટનાને લઈને અત્યારે આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.
આ પણ વાંચો: Gujarat: મહિલા તબીર સાથે બનેલી ઘટના બાદ ગુજરાતના તબીબો એક્શનમાં, આવતીકાલથી હડતાલની જાહેરાત
આ પણ વાંચો: Surat: લ્યો બોલો! અહીં તો કોઈ જુગારીઓને જ છેતરી ગયું! કેટલાક લોકો આવ્યાં અને...