Kutch: સફેદ રણમાં અત્યારે દરિયા જેવો નજારો, જુઓ આ Video
- કચ્છનું રણ અત્યારે દરિયાના સ્વરૂપમાં ફેરવાયું
- અહીં લાખો પ્રવાસીઓ રણોત્સવ માણવા માટે આવતાં હોય છે
- કચ્છના ધોરડોના સફેદ રણમાં ઘૂટણભેર પાણી ભરાયા
Kutch: ગુજરાત ભરમાં અત્યારે ભારે વરસાદ થઈ રહ્યો છે. ગુજરાતના કેટલાય વિસ્તારોમાં હજી પણ પાણી ભરાયેલા જોવા મળ્યાં છે. ત્યારે Kutch ના પ્રખ્યાત સફેદ રણમાં હાલના ભારે વરસાદ પછી રમણીય નજારો જોવા મળ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, પાણી ભરાતાં રણનો નજારો દરિયા જેવો બની ગયો ગયો છે. નોંધનીય છે કે,અહીં રણોત્સવ માણવા લાખો પ્રવાસીઓ આવતાં હોય છે. એવા ધોરડોના સફેદ રણમાં ઘૂટણભેર પાણી ભરાયેલા છે.
Kutch : સફેદ રણમાં હાલના ભારે વરસાદ પછી પાણી ભરાતાં દરીયા જેવો નજારો | Gujarat First
કચ્છના પ્રખ્યાત સફેદ રણમાં આ વર્ષે ભારે વરસાદને કારણે રણમાં દરીયા જેવો દ્રશ્ય સર્જાયો છે. જ્યાં રણોત્સવ દરમિયાન લાખો પ્રવાસીઓ આવે છે, ત્યાં ધોરડોના સફેદ રણમાં હાલ ઘૂંટણભર પાણી ભરાયાં છે. તંત્ર… pic.twitter.com/W2oeeK7Ivh
— Gujarat First (@GujaratFirst) September 5, 2024
આ પણ વાંચો: kalol નગરપાલિકામાં ટેન્ડર પ્રક્રિયાને લઈને મોટો હોબાળો, ભાજપના જ બે જૂથ સામસામે આવી ગયા અને...
સૂકાય તેવી કોઈ શક્યતા ન દેખાતાં તંત્ર દોડતું થયુ
વધારે વિગતે વાત કરવામાં આવે તો, હવે આગામી બે મહિનામાં રણમાં પાણી સૂકાય તેવી કોઈ શક્યતા ન દેખાતાં તંત્ર દોડતું થયુ છે. આસપાસની કેમિકલ કંપનીઓ અત્યારથી જ પાણી ખેંચવાનું શરૂ કરે અથવા રણોત્સવનું સંચાલન કરતી એજન્સી દ્વારા મશીનો વડે રણનું પાણી ખેંચવામાં આવે તો પાણી સુકાઈ શકે તેમ છે. આ સાથે રણોત્સવનું સંચાલન લલ્લુજી એન્ડ સન્સ પાસેથી લઈને અમદાવાદની પ્રવેગ નામની એજન્સીને સોંપવામાં આવ્યું છે. લલ્લુજી એન્ડ સન્સ દ્વારા નાણાકીય લેતી દેતી અંગે આક્ષેપો થયાં બાદ સમગ્ર પ્રકરણમાં વિવાદ સામે આવ્યો હતો.
આ પણ વાંચો: Borsad: ખાનગી શાળાએ શિક્ષક દિવસને લજવ્યો! ફી ના ભરી તો વિદ્યાર્થીઓ સાથે...
આગામી બે મહિનામાં પાણી સૂકાય તેવી શક્યતા ઓછીઃ તંત્ર
Kutch ના પ્રખ્યાત સફેદ રણમાં આ વર્ષે ભારે વરસાદને કારણે રણમાં દરીયા જેવો દ્રશ્ય સર્જાયો છે. તંત્ર દ્વારા માનવામાં આવે છે કે, આગામી બે મહિનામાં પાણી સૂકાય તેવી શક્યતા ઓછી છે. આ સ્થિતિને જોઈ તંત્ર દ્વારા કોઈ વૈકલ્પિક આયોજન પર વિચાર શરૂ થયો છે. નજીકની કેમિકલ કંપનીઓ દ્વારા પાણી ખેંચવાનો પ્રયાસ કરવામાં આવશે અથવા તો રણોત્સવ સંચાલન એજન્સી દ્વારા મશીનો વડે પાણી બહાર કાઢવામાં આવશે. રણોત્સવનું સંચાલન લલ્લુજી એન્ડ સન્સ પાસેથી લઈને હવે અમદાવાદની પ્રવેગ એજન્સીને સોંપવામાં આવ્યું છે, જેને લઈને નાણાકીય લેતી દેતીના વિવાદો ઊભા થયા છે.
આ પણ વાંચો: VADODARA : તળાવો ક્યાં ગયા ! શહેર ભ્રષ્ટાચારનો સૌથી મોટો અખાડો બની ગયું - જૈન આચાર્ય