Bhuj : યુવતીનાં અન્ય યુવક સાથે સંબંધ હોવાની શંકા રાખી પ્રેમીએ કરી ક્રૂર હત્યા
- કચ્છનાં (Kutch) ગોધરા ગામે વહેલી સવારે યુવતીની ક્રૂર હત્યા
- પ્રેમીએ યુવતીને શંકા રાખી હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું
- વહેલી સવારે નોકરીએ જતી યુવતી પર ગુપ્તિ અને તલવારનાં ઘા ઝીંક્યા
કચ્છ જિલ્લાનાં (Kutch) માંડવી તાલુકાનાં ગોધરા ગામે વહેલી સવારે તુંબડી પીએચસીમાં નોકરી પર જવા બસની રાહ જોઇ રહેલી યુવતીને બાઇક પર આવેલા પ્રેમી યુવકે ક્રૂરતાપૂર્વક ગુપ્તિ અને તલવારનાં ઘા મારીને કરપીણ હત્યા કરી મોતને ઘાટ ઉતારી હતી. આ ઘટનાની જાણ થતાં માંડવી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને હત્યારાને રાઉન્ડઅપ કરી આગળની તપાસ આદરી છે.
આ પણ વાંચો - Banaskantha : MP Geniben Thakor નો અનોખો અંદાજ, રાજનીતિ બાદ ક્રિકેટમાં મેદાનમાં ઉતર્યાં, જુઓ Video
વહેલી સવારે યુવતી નોકરીએ જવા બસની રાહ જોઈ રહી હતી
પ્રાપ્ત માહિતી અનુસાર, કચ્છ જિલ્લાનાં (Kutch) માંડવી પોલીસ મથકે મૃતક યુવતી ગૌવરીબેન તુલસીભાઇ ગરવાનાં (ઉ.વ.28) ભાઇ દીપકે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, આ હત્યાની ઘટના સોમવારે વહેલી સવારે સાડા 5-6 વાગ્યા દરમિયાન ગોધરા ગામથી (Godhra) દુર્ગાપર જતાં માર્ગ પર બની હતી. ફરિયાદીની બહેન તુંબડી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરતી હોવાથી વહેલી સવારે નોકરીએ જવા માટે બસની રાહ જોઇ રહી હતી. દરમિયાન, બાઇક પર આવેલા પ્રેમી યુવકે આવેશમાં યુવતીનાં પેટનાં ભાગે ગુપ્તિ ભોંકી, શરીરનાં ભાગે તલવારનાં ઘા મારીને મોતને ઘાટ ઉતારી ફરાર થયો હતો.
આ પણ વાંચો - Surat : પૂર્વ ગૃહમંત્રી Gordhan Zadafia ના સાળા વિરુદ્ધ વિધવા મહિલાનો દુષ્કર્મનો આરોપ
બાઇક પર આવેલા પ્રેમી યુવકે ગુપ્તિ-તલવારનાં ઘા ઝીંકી હત્યા કરી
મૃતક યુવતીનાં ઘરથી 100 મીટરનાં અંતરે દુર્ગાપુર જતાં દીકરી પડી હોવા અંગે જાણ થતા પરિવારજનોને ત્યાં પહોંચ્યા હતા અને દીકરીને હોસ્પિટલ લઈ ગયા હતા. જો કે, ગૌવરીબેનનું મોત નીપજ્યું હતું. માંડવી પોલીસ મથકનાં (Mandvi Police) ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.એન. ઝાલા સહિત પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. સ્થળ પરથી તલવાર મળી આવી હતી. ઘટના વિસ્તારમાંથી બાઇક પર જતાં યુવકનાં સીસીટીવી ફુટેજ મળી આવ્યા હતા, જેના આધારે તપાસ તેજ કરીને પોલીસે આરોપીને રાઉન્ડઅપ કરી લીધો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પ્રેમસબંધ તેમ જ યુવતીનાં અન્ય યુવક સાથે સબંધ હોવાની શંકાએ હત્યા કરાઇ હોવાનું બહાર આવ્યું છે. હાલ, પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે.
અહેવાલ : કૌશિક છાયા, ભુજ
આ પણ વાંચો - સાઉથ સુપર સ્ટાર Actor Unni Mukundan નું Ahmedabad સાથે છે આ ખાસ કનેક્શન