laalo Film : ઓસ્ટોન સિનેમામાં 'લાલો-કૃષ્ણ સદા સહાયતે' ફિલ્મની ટીમનું ભવ્ય સ્વાગત, દર્શકોમાં ઉત્સાહ
- ગુજરાતી ફિલ્મ જગતમાં સૌથી વધુ કમાણી કરતી ફિલ્મ 'laalo-શ્રી કૃષ્ણ સદા સહાયતે' બની!
- ગોંડલ એસ્ટ્રોન સિનેમામાં ફિલ્મની ટીમનું ઢોલ-નગારા, ફુલહાર સાથે સ્વાગત
- સિનેમામાં પ્રથમ વખત નાના બાળકોથી લઈને વૃદ્ધોએ પણ ફિલ્મ નિહાળી
- રૂ. 60 કરોડથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હોવાની માહિતી, તમામ શો હાઉસફૂલ!
Gondal : ગુજરાતી ફિલ્મોમાં પ્રથમ એવી ફિલ્મ બની, જેના નામથી લોકો સિનેમાઘર તરફ દોડી રહ્યા છે. ફિલ્મનું નામ છે "laalo શ્રી કૃષ્ણ સદા સહાયતે".. ફિલ્મની ટીમે ગોંડલનાં ગુંદાળા રોડ પર આવેલા ઓસ્ટોન સિનેમાની (Auston Cinema) સરપ્રાઈઝ વિઝિટ કરી હતી. ત્યારે દર્શકો પણ અચંબિત થયા હતાં અને ફિલ્મ કલાકારોની સાથે મુલાકાત માટે પડાપડી થઈ હતી. લોકોનો ઉત્સાહ જોઈ કલાકારોએ પણ હોંશભેર લોકો સાથે વાતચીત કરી હતી. ફિલ્મ વિશે પૂછતાં જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો.
ત્રણ સ્ક્રીન, દિવસમાં 12 શો તમામ હાઉસફૂલ!
ફિલ્મનાં દિગ્દર્શક અંકિત સખીયા (Ankit Sakhiya) (જે ગોંડલ તાલુકાના મેતા ખંભાળીયા ગામના વતની છે) ગોંડલનું ગૌરવ વધારવાની સાથે લોકો વચ્ચે 'લાલો' (કૃષ્ણ)નું પાત્ર ભજવનાર અભિનેતા શ્રૃહાદ ગોસ્વામી (Shruhad Goswami) સહિતની ટીમને મુક્તપણે ફિલ્મ નિહાળી રહેલા લોકો સાથે મુલાકાત કરાવી હતી. દર્શકોએ પણ ફિલ્મના કલાકારો પર ફૂલોનો વરસાદ કર્યો હતો. પ્રાપ્ત વિગત અનુસાર, ગોંડલના (Gondal) ઓસ્ટોન સિનેમામાં આ ફિલ્મ હાલમાં ત્રણ સ્ક્રીન પર ચાલી રહી છે. દિવસ દરમિયાન રોજના 12 જેટલા શો યોજાઈ રહ્યા છે અને તમામ શો હાઉસફૂલ જઈ રહ્યા છે. ત્યારે દર્શકોનો આ અપાર પ્રેમ જોઈને ફિલ્મની ટીમે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
લખવાથી લઈને રિલીઝ સુધીમાં સવા બે વર્ષનો સમય લાગ્યો
ડિરેક્ટર અંકિત સખીયાએ ફિલ્મની વિશેષતા અંગે વાત કરતા જણાવ્યું હતું કે, ફિલ્મની વાર્તા "આપણા બધાની વાર્તા છે." કદાચ આજના સમયમાં પ્રભુ આવે તો શું કહે? બસ હું તો એટલું જ કહું છું કે કૃષ્ણ આપણને મળવા આવ્યા હતા, આપણે કૃષ્ણને મળવા જતા હોય અને આપણને કૃષ્ણ મળવા આવે તો ખાસ કૃષ્ણ અને તમને ખુદ મળવા ફિલ્મ થકી આવ્યાં હોવાનો આભાસ સિનેમા ઘરોમાં, થશે મોબાઇલમાં ન જોતા કોઈ. "મોટી સ્ક્રિન પર ફિલ્મ જોવાનો લ્હાવો અલગ જ હોય છે. ફિલ્મનાં શૂટિંગની વાત કરીએ તો તે જુનાગઢ, દ્વારકા, ભાલકા, સોમનાથ (Somnath) સહિત સૌરાષ્ટ્રની ધરતી (કાઠિયાવાડ) પર કરવામાં આવ્યું છે. લખવાથી લઈને રિલીઝ સુધીમાં સવા બે વર્ષનો સમય લાગ્યો છે.
આ પણ વાંચો - Laalo - Krishna Sada Sahaayate : એક એવો ચમત્કાર જેણે ગુજરાતી સિનેમાનો ઇતિહાસ બદલી નાખ્યો!
અમે લોકો નિમિતપાત્ર છીએ, સાચો ડિરેક્ટર તો કાળીયો ઠાકર છે : અંકિત સખીયા
અંકિત સખીયાએ ફિલ્મની વાર્તા માટે નમ્રતાપૂર્વક જણાવ્યું કે, "અમે લોકો નિમિતપાત્ર છીએ, સાચો ડિરેક્ટર તો કાળીયો ઠાકર છે." તેમણે ઉમેર્યું કે ફિલ્મ ગુજરાતની નંબર વન બની છે, પરંતુ તેમની ઈચ્છા કમાણી કરતા વધુ સાડા 6 કરોડ ગુજરાતીઓમાંથી ઓછામાં ઓછા એક કરોડ લોકો સુધી આ ફિલ્મ પહોંચાડવાની છે. શ્રીકૃષ્ણનો (Lord Krishna) રોલ ભજવનાર અભિનેતાએ તેમની યાદગાર ક્ષણ તરીકે દર્શકોનો પ્રેમ અને આશીર્વાદ ગણાવ્યા. લોકો થિયેટરની બહાર નીકળીને તેમને કૃષ્ણની દ્રષ્ટિએ જુએ છે અને વ્યક્તિગત વાતો કરે છે. એક પરિવારે 30 વર્ષથી બોલવાનું બંધ કર્યું હતું, તે આ ફિલ્મ જોવા માટે સાથે ભેગું થયું હતું અને 80-90 વર્ષના વૃદ્ધો, યુવાનો, ભુલકાઓ પણ આજના ઈન્ટરનેટ યુગમાં ક્યારેય થિયેટર જોયું નથી, તે પણ આ ફિલ્મ જોવા આવી રહ્યા છે.
'કૃષ્ણ જ આ ફિલ્મ ચલાવી રહ્યા છે'
અંકિત સખીયાએ ફિલ્મના ડાયલોગ "લાલા હું તારી અંદર જ છું" નો ઉલ્લેખ કરી જણાવ્યું કે, કૃષ્ણ જ આ ફિલ્મ ચલાવી રહ્યા છે. ટીમે જણાવ્યું કે, ફિલ્મ (laalo Film) રિલીઝ થયાના એક મહિના પહેલા તેમને સેલિબ્રેશનનો વિચાર આવ્યો. કૃષ્ણ સેલિબ્રેશનનું પ્રતીક છે, તેથી તેમણે પ્રમોશન ટૂરને 'કૃષ્ણનો ઉત્સવ' નામ આપ્યું છે. અભિનેતાએ 'મનોરથ જીવ' સોંગની કડીઓ સંભળાવીને દર્શકોને ઉત્સવમાં સામેલ કર્યા હતા. ફિલ્મનો બીજો ભાગ આવશે કે કેમ, તેવા સવાલ પર અંકિત સખીયાએ જવાબ આપ્યો: "હવે પ્રભુની ઈચ્છા, આ પહેલો ભાગ પણ એમને જ કરાવ્યો હતો."
પ્રમોશન ટૂરનું નામ "કૃષ્ણ નો ઉત્સવ" રાખ્યું
તેમણે આગળ કહ્યું કે, લાલો - શ્રી કૃષ્ણ સદા સહાયતે મુવી ઇતિહાસમાં પ્રથમ એવું ગુજરાતી મૂવી હશે કે જે મુવીનાં સોન્ગ "દ્વારિકાનો નાથ મારા રાજા રણછોડ છે" એ સોન્ગ પર દર્શકો સિનેમામાં રાસગરબા રમી રહ્યા છે. આ જોઈ અમને ખૂબજ આનંદ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ (Lord Krishna) એટલે ઉત્સવ છે. અમે મૂવીમાં સૌથી છેલ્લે આ સોન્ગ રાખ્યું છે. અમને ન્હોતી ખબર કે આ સોન્ગ આટલું પ્રચલિત થશે. અમે ઘણા ટોકીઝનાં દર્શકોનાં રાસે રમતા વીડિયો જોઈએ છીએ. અમને આ જોઈને ખૂબ આનંદ થાય છે. અમે આ મૂવીનાં પ્રમોશન ટૂરમાં નીકળ્યા છીએ તેમનું નામ પણ "કૃષ્ણ નો ઉત્સવ" આપ્યું છે.
ગુજરાતી ફિલ્મોમાં પ્રથમ એવી ફિલ્મ બની, જેના નામથી લોકો સિનેમાઘર તરફ દોડી રહ્યા છે. ફિલ્મનું નામ છે "laalo શ્રી કૃષ્ણ સદા સહાયતે".. ફિલ્મની ટીમે ગોંડલનાં ગુંદાળા રોડ પર આવેલા ઓસ્ટોન સિનેમાની સરપ્રાઈઝ વિઝિટ કરી હતી. ત્યારે દર્શકો પણ અચંબિત થયા હતાં અને કલાકારો સાથે મુલાકાત માટે પડાપડી થઈ હતી. લોકોનો ઉત્સાહ જોઈ કલાકારોએ પણ હોંશભેર વાતચીત કરી.
અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો - 'લાલા' એ તો ઈતિહાસ રચ્યો ! બોક્સ ઓફિસ પર કર્યું 50 કરોડથી વધુનું કલેક્શન


