“એક સપનું, અનેક બલિદાન” સાથે સંકળાયેલા દરેક વ્યક્તિને યાદ કરવાનો સંદેશ
કાર્યક્રમમાં MDOના Founder & MD ડૉ. ઉમંગ પટેલ દ્વારા “એક સપનું… અનેક બલિદાન” વિષય પર પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. MBBSનું સપનું સાકાર કરવા પાછળ માતા-પિતા, પરિવાર, શિક્ષકો અને અનેક શુભેચ્છકોના યોગદાનને જીવનભર યાદ રાખવા અને તેમની મહેનતની કિંમત સમજવા વિદ્યાર્થીઓને પ્રેરણા આપવામાં આવી.
“Ready to Fly” વિદેશ જવા પહેલાંની સંપૂર્ણ તૈયારી
Director ગુલામખાન જુનેજા દ્વારા Ready to Fly સેશનમાં વિદેશ જતાં પહેલાંની જરૂરી તૈયારીઓ, પેકિંગ, ટ્રાવેલ, ઇમિગ્રેશન પ્રક્રિયા, વિદેશ પહોંચ્યા બાદની જવાબદારીઓ અને MDOની સતત Support System અંગે વિદ્યાર્થીઓને વ્યવહારુ માર્ગદર્શન આપવામાં આવ્યું.
વાલીઓ માટે “Parents’ Role & Responsibility” નામે વિશેષ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. Director મયુર જાદવ અને ટીમ દ્વારા વિદેશ અથવા હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ સાથે વાલીઓએ કેવી રીતે અસરકારક સંવાદ જાળવવો, કઈ બાબતોનું ધ્યાન રાખવું અને વિદ્યાર્થી–વાલી–MDO મળીને MBBSની સફરને કેવી રીતે સફળ બનાવી શકે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
![]()
સફળ વિદ્યાર્થીઓએ શેર કર્યા Success Mantras
કાર્યક્રમમાં MDOની અગાઉની બેચના એવા વિદ્યાર્થીઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેમણે FMGE, NEET-PG, USMLE, AMC અને અન્ય વિવિધ પરીક્ષાઓમાં સફળતા મેળવી છે. આ વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો, તૈયારીની પદ્ધતિઓ, મુશ્કેલીઓ અને સફળતાના મંત્રો નવા વિદ્યાર્થીઓ સાથે શેર કર્યા.
દીકરીઓની Safety & Security પર વિશેષ ભાર
MDOમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ MBBS માટે જોડાતી હોવાથી MDOની મહિલા ટીમ દ્વારા વિદ્યાર્થીનીઓ તથા તેમના વાલીઓને Safety, Security, Communication અને Support System અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન ભારત તથા વિદેશની વિવિધ મેડિકલ કોલેજોમાં અભ્યાસ માટે જઈ રહેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓનું સન્માન કરવામાં આવ્યું. સાથે જ વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓના માર્ગદર્શન અને તેમની MBBS સફરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર MDOના શિક્ષકો, મેન્ટર્સ અને ટીમ સભ્યોને પણ MDO Excellence Awardsથી સન્માનિત કરવામાં આવ્યા.
![]()
ભાવિ ડૉક્ટરો, તેમના પરિવાર અને માર્ગદર્શકો એક મંચ પર
રશિયા, જ્યોર્જિયા, ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન, કિર્ગિઝસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ અને વિયેતનામ સહિતના દેશોમાં MBBS માટે જઈ રહેલા વિદ્યાર્થીઓ માટે યોજાયેલ લક્ષ્ય 2026, માત્ર Pre-Departure Ceremony નહીં પરંતુ ભાવિ ડૉક્ટરો, તેમના પરિવાર અને માર્ગદર્શકોને એક મંચ પર લાવતું એક યાદગાર મિલન બની રહ્યું.
આ પણ વાંચો: 'મારી ગઈકાલની વાતનું બવંડર ઉભું કરાયું', પૂર્વ મુખ્યમંત્રી Shankersinh Vaghela એ કરી ચોખવટ