Budget Session 2025 : ગામોના ક્લસ્ટર બનાવીને ખેડૂતોની હાજરીમાં જમીન માપણી
Budget Session 2025-ગીર સોમનાથ જિલ્લાના ચાર તાલુકામાં ૧,૯૩૦ જમીન રી સર્વેની અરજીઓનો નિકાલ કરાયો-મંત્રી બલવંતસિંહ રાજપૂત (Balwantsinh Rajput)
.......
Budget Session 2025-ગુજરાતના 18,046 ગામોમાં જમીન રી સર્વે-માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ગામોના ક્લસ્ટર બનાવીને ખેડૂતોની હાજરીમાં જમીન માપણીની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે તેમ,આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મહેસૂલ વિભાગ વતી ઉત્તર આપતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
મંત્રી Balwantsinh Rajput એ Budget Session 2025 માં કહ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં 904 કોડીનારમાં 211, વેરાવળમાં 131 તેમજ સૂત્રાપાડા તાલુકામાં 684 એમ ચાર તાલુકામાં તા. 31 જાન્યુઆરી 2025ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં ખેડૂતોની કુલ 1930 અરજીઓની જમીન રી સર્વે કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે બાકી રહેલી અરજીઓના નિકાલ માટે ગામોના ક્લસ્ટર બનાવીને માઇક્રો પ્લાનિંગથી પૂર્ણ કરવાની કામગીરી પ્રગતિમાં છે.જે બનતી ત્વરાએ પૂર્ણ કરવામાં આવશે. આ અરજીઓનો નિકાલ કરવા માટે ખેડૂતો પાસેથી કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી તેમ,મંત્રીશ્રીએ ગૃહમાં ઉમેર્યું હતું.
આ પણ વાંચો- VADODARA : રક્ષિતને ફાંસી અને મૃતકને રૂ. 1 કરોડના વળતરની માંગ