ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

LCB પોલીસે ગોધરામાંથી ઝડપી પાડ્યો ગુટખા અને પાન-મસાલાનો ગેરકાયદેસરનો જથ્થો

અહેવાલ - નામદેવ પાટીલ, પંચમહાલ પંચમહાલ LCB પોલીસે ગોધરાની પગારદાર સોસાયટીમાં આવેલા ઓમ એન્ટરપ્રાઈઝ ખાતેથી આઈસર ટેમ્પોમાં ગેરકાયદેસર ભરેલા સિલ્વર મહક પાન મસાલા અને તમાકુના પાઉચની 60 બોરીઓ તેમજ ચાંદીના સિક્કા સહિત રૂ. 22 લાખ 73 હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે...
09:50 PM Dec 02, 2023 IST | Hardik Shah
અહેવાલ - નામદેવ પાટીલ, પંચમહાલ પંચમહાલ LCB પોલીસે ગોધરાની પગારદાર સોસાયટીમાં આવેલા ઓમ એન્ટરપ્રાઈઝ ખાતેથી આઈસર ટેમ્પોમાં ગેરકાયદેસર ભરેલા સિલ્વર મહક પાન મસાલા અને તમાકુના પાઉચની 60 બોરીઓ તેમજ ચાંદીના સિક્કા સહિત રૂ. 22 લાખ 73 હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે...

અહેવાલ - નામદેવ પાટીલ, પંચમહાલ

પંચમહાલ LCB પોલીસે ગોધરાની પગારદાર સોસાયટીમાં આવેલા ઓમ એન્ટરપ્રાઈઝ ખાતેથી આઈસર ટેમ્પોમાં ગેરકાયદેસર ભરેલા સિલ્વર મહક પાન મસાલા અને તમાકુના પાઉચની 60 બોરીઓ તેમજ ચાંદીના સિક્કા સહિત રૂ. 22 લાખ 73 હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે બે ઈસમો ઝડપી પાડ્યા છે.

પંચમહાલ જિલ્લા LCB પોલીસને બાતમી મળી હતી કે ગોધરા શહેરના પત્થર તલાવડી વિસ્તારમાં પાણીની ટાંકી પાસે બાજુમાં આવેલા પગારદાર સોસાયટીમાં ઓમ એન્ટરપ્રાઈઝ ખાતેથી એક ટેમ્પોમાં બિલ વગર ભરેલા ગુટકા અને પાન મસાલાનો ખુબ જ મોટો જથ્થો ખાલી થવાનો છે.

જે બાતમીના આધારે LCB ની ટીમે બાતમી વાળા સ્થળે રેડ કરતા અમદાવાદ ના ચાંગોદાર થી ગોધરા લાવવા માં આવેલ સિલ્વર મહક પાન મસાલાની 50 બોરીઓ જેની કિંમત રૂ. 16,87,500, એમ-1 જર્દા તમાકુના પાઉચની 10 બોરીઓ જેની કિંમત રૂ.70,200 તેમજ 210 ગ્રામના 60 નંગ ચાંદીના સિક્કા, તાડપત્રી અને દોરડું જેની કિંમત રૂ.1500 મળી કુલ રૂ.22,73,200 ના મુદ્દામાલ સાથે અમદાવાદના રહેવાસી અને ટેમ્પો ડ્રાઈવર હબીબ કાલુભાઈ ભીસ્તી અને ગોધરાના ઓમ એન્ટર પ્રાઈઝના હિતાર્થ અશોકભાઈ જોષી એમ બે ઇસમોને ઝડપી પાડી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસ દ્વારા હાલ જથ્થો સિઝ કરી આ જથ્થો બિલ વિનાનો હોઈ ટેક્સ ચોરી કરવા અંગે તેમજ પકડાયેલ જથ્થો ડુપ્લીકેટ છે કે કેમ તે અંગે પણ પરીક્ષણ કરાવી વધુ તપાસ હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો - આગામી દિવસોમાં વરસાદની આગાહીને લઈને ખેતી નિયામકની કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
GodhraGujarat FirstGujarat Newsgutkha and pan-masalaillegal quantityLCB PolicepanchmahalPanchmahal News
Next Article