Surat: Lenskart કંપનીમાં ધાર્મિક ભેદભાવનો આરોપ, 'શિખા અને તિલક' મુદ્દે હિન્દુ સંગઠનો આક્રમક
- Surat માં લેન્સકાર્ટ કંપની સામે હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ
- મુંબઈમાં ટ્રેનિંગ દરમિયાન યુવાન સાથે ધાર્મિક ભેદભાવ થયાનો આરોપ
- શિખા અને તિલક દૂર કરવા માટે અધિકારીઓએ દબાણ કર્યાનો ગંભીર દાવો
- ધાર્મિક ચિહ્નો હટાવવાનો ઇન્કાર કરતા સુરતના 3 યુવાનોને કાઢી મૂકાયા
- ઝીલ સોઘાસિયા સહિતના યુવાનોએ ન્યાય માટે કાનૂની લડત શરૂ કરી
- હિન્દુ સંગઠનોએ લેન્સકાર્ટ સામે હોળી પ્રગટાવી બહિષ્કારની કરી અપીલ
ડાયમંડ સિટી સુરતમાં (Surat) જાણીતી આઈવેર બ્રાન્ડ લેન્સકાર્ટ (Lenskart) સામે ગંભીર વિવાદ છેડાયો છે. મુંબઈમાં ટ્રેનિંગ દરમિયાન સુરતના એક હિન્દુ યુવાન સાથે કથિત રીતે ધાર્મિક ભેદભાવ (Religious Discrimination) થયો હોવાના આક્ષેપ સાથે હિન્દુ સંગઠનો મેદાને આવ્યા છે. આ ઘટનાને પગલે સુરતમાં લેન્સકાર્ટના સ્ટોર બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે.
Lenskart માં ધાર્મિક ભેદભાવ થતો હોવાનો આરોપ
ઘટનાની વિગતો મુજબ, સુરતનો ઝીલ સોઘાસિયા (Jheel Soghasia) નામનો યુવાન લેન્સકાર્ટ કંપનીમાં નોકરી માટે મુંબઈ ખાતે ટ્રેનિંગમાં ગયો હતો. આરોપ છે કે ટ્રેનિંગ દરમિયાન કંપનીના અધિકારીઓએ તેને માથા પરનું 'તિલક' (Tilak) અને 'શિખા' (Shikha) (ચોટલી) દૂર કરવા માટે દબાણ કર્યું હતું. જ્યારે યુવાને પોતાની ધાર્મિક આસ્થા અને સ્વતંત્રતા (Religious Freedom) નો હવાલો આપી આ ચિહ્નો દૂર કરવાનો ઇન્કાર કર્યો, ત્યારે તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઝીલ સોઘાસિયાની સાથે સુરતના અન્ય બે યુવાનો પણ આ જ પ્રકારના ભેદભાવનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે.
Surat માં Lenskart કંપની સામે વિરોધ યુવાન સાથે ધાર્મિક ભેદભાવ થયાનો આરોપ
શિખા અને તિલક દૂર કરવા માટે દબાણ કરાયાનો આરોપ
ધાર્મિક ચિહ્નો દૂર કરવાનો ઇન્કાર કરતા યુવાનને કાઢ્યોનો દાવો
સુરતના ઝીલ સોઘાસિયા નામના યુવાને ન્યાયની માગ કરી
યુવાને કંપનીની નીતિ સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી… pic.twitter.com/wscQKUTTcC— Gujarat First (@GujaratFirst) April 19, 2026
Surat: લેન્સકાર્ટ કાર્ટ સામે ઉગ્ર વિરોધ નોંધવ્યો હતો.
આ સમાચાર ફેલાતા જ સુરતના વિવિધ હિન્દુ સંગઠનો (Hindu Organizations) એ લેન્સકાર્ટની નીતિને હિન્દુ વિરોધી ગણાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકરોએ લેન્સકાર્ટની દુકાન બહાર એકઠા થઈને સૂત્રોચ્ચાર કર્યા હતા અને પ્રતીકાત્મક હોળી પ્રગટાવી કંપની સામે રોષ ઠાલવ્યો હતો. ભોગ બનનાર યુવાનોએ હવે ન્યાય મેળવવા માટે કાનૂની કાર્યવાહી (Legal Action) શરૂ કરી છે. ખાનગી કંપનીઓમાં કર્મચારીઓના ધાર્મિક અધિકારો અને કોર્પોરેટ શિસ્ત વચ્ચેના આ વિવાદે હવે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે, જેના કારણે સોશિયલ મીડિયા પર પણ કંપની વિરુદ્ધ બહિષ્કારની ઝુંબેશ તેજ થઈ છે.
આ પણ વાંચો: Ahmedabad: દરોડા દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર હુમલો, કાળુ ડફેર સહિત 3ની ધરપકડ


