Dabhoi : લુણાદરા ગામે પતિની હત્યા કરનાર પત્નીને આજીવન કેદની સજા
અહેવાલ-- પીન્ટુ પટેલ, ડભોઇ, વડોદરા ડભોઇ (Dabhoi) તાલુકાના લુણાદરા ગામે બે વર્ષ પહેલાં પતિની હત્યા કરનાર પત્નીને આજીવન કેદની સજા એડિશનલ અને સેસન્સન કોર્ટ દ્વારા ફટકારવામાં આવી હતી. પુરાવા, સાક્ષી અને સરકારી વકીલની દલીલોને ધ્યાનમાં રાખી કસૂરવાર મહિલાને આજીવન કેદ...
07:24 PM Aug 30, 2023 IST
|
Vipul Pandya
અહેવાલ-- પીન્ટુ પટેલ, ડભોઇ, વડોદરા
ડભોઇ (Dabhoi) તાલુકાના લુણાદરા ગામે બે વર્ષ પહેલાં પતિની હત્યા કરનાર પત્નીને આજીવન કેદની સજા એડિશનલ અને સેસન્સન કોર્ટ દ્વારા ફટકારવામાં આવી હતી. પુરાવા, સાક્ષી અને સરકારી વકીલની દલીલોને ધ્યાનમાં રાખી કસૂરવાર મહિલાને આજીવન કેદ તેમજ 5000 દંડ તેમજ પુરાવા છુપાવાના ગુનામાં 3 વર્ષ કેદ અને 1500નો દંડ તેમજ મહિલાના અને મૃતકના બાળકો નિરાધાર થતાં બાળકોને 5 લાખ વળતર ચૂકવા હુકમ કરવામાં આવ્યો છે.
હત્યા કેમ કરી હતી
લુણાદરા ગામે રહેતા હસમુખભાઈ વસવાની પત્નીના અન્ય એક યુવક સાથે આડા સંબંધ હતા જેથી પત્ની જ્યોત્સનાબેન હસમુખભાઈ વસાવાએ આ યુવકની મદદથી ચાલુ ફોન ઉપર માર્ગદર્શન મેળવી પોતાના જ પતિનું ગળું દબાવી હત્યા કરી હતી. બનાવના કારણે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
એડિશનલ અને સેસન્સ કોર્ટે કરી સજા
સમગ્ર બનાવ અંગે પોલીસ ફરિયાદ બાદ આરોપી મહિલાને ઝડપી પાડી હતી. કેસ ડભોઇ એડિશનલ અને સેસન્સ કોર્ટના જજ એચ.જી. વાઘેલા સમક્ષ ચાલી જતા અને તમામ પુરાવા, સાક્ષી અને સરકારી વકીલ હિરેનભાઈ ચૌહાણની દલીલોને ધ્યાનમાં રાખી નામદાર એડિશનલ એન્ડ સેસન્સ જજ એચ. જી. વાઘેલા દ્વારા મૃતકને ન્યાય અપાવા હત્યા કરનાર મહિલાને આજીવન કેદ તેમજ 5000 દંડ, પુરાવા નાશ કરવાના ગુન્હામાં 3 વર્ષની કેદ અને 1500 દંડ સહિત આરોપી અને મૃતકના 2 બાળકો નિરાધાર થઈ જતા જિલ્લા લીગલ ઓથોરિટી માંથી 5 લાખ વળતર ચૂકવા હુકમ કરી સમાજમાં એક ન્યાયનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
Next Article