Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વિજયનગરના ચિતરીયામાં પ્રેમી પંખીડાએ ઝાડ સાથે ફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં ચિઠોડા નજીક આવેલા ચિતરીયા ગામની સીમમાં મંગળવારે સવારે એક દુઃખદ ઘટના ઘટી, જ્યાં બે પ્રેમીઓએ અજાણ્યા કારણોસર આંબાના ઝાડ સાથે ફાંસો ખાઈને પોતાનું જીવન સમાપ્ત કર્યું અને સાથે જીવવા તથા સાથે મરવાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી હોય તેવું લાગે છે.
વિજયનગરના ચિતરીયામાં પ્રેમી પંખીડાએ ઝાડ સાથે ફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું
Advertisement

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં ચિઠોડા નજીક આવેલા ચિતરીયા ગામની સીમમાં મંગળવારે સવારે એક દુઃખદ ઘટના ઘટી, જ્યાં બે પ્રેમીઓએ અજાણ્યા કારણોસર આંબાના ઝાડ સાથે ફાંસો ખાઈને પોતાનું જીવન સમાપ્ત કર્યું અને સાથે જીવવા તથા સાથે મરવાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી હોય તેવું લાગે છે. જેની તપાસ માટે સ્થાનિક પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રેમની અંધાપામાં શિક્ષકનું વિવાદાસ્પદ પગલું

પોલીસ સૂત્રો અનુસાર, ચિતરીયા ગામની સીમમાં આવેલી એક શૈક્ષણિક સંસ્થામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા 35 વર્ષીય હિરેન દેવીલાલ બળેવીયાને મસોતા ગામની 15 વર્ષની કિશોરી સાથે કોઈ અજાણ્યા કારણસર પ્રેમ થઈ ગયો હતો. જોકે આ શિક્ષક પરિણીત છે અને તે બે સંતાનોનો પિતા છે. તેમ છતાં પણ તેણે પોતાના પરિવાર અને બાળકોની પરવા કરી નહીં. તે પ્રેમમાં એટલો બધો ડૂબી ગયો કે તેને કોઈ બંધનો અડચણરૂપ ન લાગ્યા.

Advertisement

પ્રેમી યુગલની આત્મહત્યાએ વિસ્તારમાં હલચલ મચાવી

મંગળવારે સવારે ખેતરની સીમમાં આવેલા આંબાના ઝાડ સાથે ફાંસો લગાવીને એક પ્રેમી યુગલે એકસાથે જીવન ટૂંકાવી દેતાં વિજયનગર તાલુકાના ચિઠોડા પંથકમાં ચકચાર મચી ગઈ છે, જેની જાણ મસોતા ગામના જગદીશભાઈ ડામોરે ચિઠોડા પોલીસને કરી હતી. ત્યારબાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી અને પીએસઆઈ કે.પી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ આગળની કાર્યવાહી શરૂ કરી. જ્યારે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે મૃતક શિક્ષક અને કિશોરી વચ્ચે લગભગ 20 વર્ષનું ઉંમરનું અંતર હતું. ઉલ્લેખનીય છે કે આ ઘટનાને લઇને વિજયનગર તાલુકાના ચિઠોડા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

Advertisement

અહેવાલ - યશ ઉપાધ્યાય

આ પણ વાંચો :  Ahmedabad: પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી હોસ્પિટલમાં દાખલ, આરોગ્યમંત્રી ઝાયડસ હોસ્પિટલ પહોંચ્યા

Tags :
Advertisement

.

×