Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

LRD Exam : ઉમેદવારો માટે એક્સ્ટ્રા બસો મૂકાશે, એડવાન્સમાં ઓનલાઇન ટિકિટ બુકિંગ પણ થશે

રાજ્યમાં 15 જૂનનાં રોજ એલઆરડીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં રાજ્યભરમાંથી 2.48 લાખ જેટલા ઉમેદવારો ભાગ લેશે.
lrd exam   ઉમેદવારો માટે એક્સ્ટ્રા બસો મૂકાશે  એડવાન્સમાં ઓનલાઇન ટિકિટ બુકિંગ પણ થશે
Advertisement
  1. LRD ની પરીક્ષા આપતા ઉમેદવારો માટે આવ્યા મહત્ત્વનાં સમાચાર
  2. ઉમેદવારો માટે ST નિગમનું એક્સ્ટ્રા બસોનું આયોજન
  3. રાજ્યભરના વિવિધ પરીક્ષા કેન્દ્રો માટે એકસ્ટ્રા બસો મૂકાશે
  4. 2.48 લાખ જેટલા ઉમેદવારો માટે એકસ્ટ્રા બસોનું સંચાલન કરાશે
  5. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી ટોલ ફ્રી નંબરની આપી માહિતી

LRD Exam : રાજ્યમાં 15 જૂનનાં રોજ LRD ની પરીક્ષા (LRD Exam) યોજાશે, જેમાં 2.48 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે. આ ઉમેદવારો માટે એક્સ્ટ્રા બસોની સુવિધા ઊભી કરવામાં આવી છે. રાજ્યભરનાં વિવિધ પરીક્ષા કેન્દ્રો માટે એકસ્ટ્રા બસો મૂકાશે. ઉમેદવારો એકસ્ટ્રા બસોની ટિકિટની એડવાન્સમાં ઓનલાઇન બુકિંગ પણ કરી શકશે. ઉમેદવારો માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) ટ્વીટ કરી ટોલ ફ્રી નંબરની પણ માહિતી આપી છે.

આ પણ વાંચો - Bharuch : કાયદાના રક્ષક જ બન્યા બેફામ! દારૂબંધીના લીરેલીરા ઉડાવતા પોલીસકર્મીઓનો Video વાઇરલ

Advertisement

પરીક્ષામાં રાજ્યભરમાંથી 2.48 લાખ જેટલા ઉમેદવારો ભાગ લેશે

માહિતી અનુસાર, રાજ્યમાં 15 જૂનનાં રોજ એલઆરડીની પરીક્ષાનું (LRD Exam) આયોજન કરવામાં આવ્યું છે. લોકરક્ષક કેડરની લેખતી પરીક્ષા રાજ્યનાં અમદાવાદ (Ahmedabad), વડોદરા, સુરત, રાજકોટ (Rajkot), ગાંધીનગર, આણંદ અને ભાવનગરમાં (Bhavnagar) પરીક્ષા કેન્દ્રો ખાતે યોજાશે. આ પરીક્ષામાં રાજ્યભરમાંથી 2.48 લાખ જેટલા ઉમેદવારો ભાગ લેશે. રાજ્યભરનાં વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે આયોજિત થનાર LRD પરીક્ષા માટે એક્સ્ટ્રા બસો મૂકાશે, જેથી અન્ય શહેર-જિલ્લામાં રહેતા ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં કોઈ મુશ્કેલી વેઠવી ન પડે.

Advertisement

આ પણ વાંચો - Rajkot Lok Mela : રાજકોટ લોકમેળો ચકડોળે ચડ્યો, રાઇડ વગર મેળો યોજાશે!

એક્સ્ટ્રા બસની ટિકિટ એડવાન્સમાં ઓનલાઇન બુક કરી શકાશે

ગુજરાતનાં છેવાડેથી પણ ઉમેદવાર પરીક્ષા કેન્દ્ર સુધી સરળતાથી પહોંચી શકે તે માટે સરકાર દ્વારા એક્સ્ટ્રા બસોની સુવિધા ઊભી કરવામાં આવી છે. ઉમેદવારો એક્સ્ટ્રા બસની ટિકિટ એડવાન્સમાં ઓનલાઇન બુક કરી શકશે. LRD ની પરીક્ષાને ધ્યાનમાં રાખીને રાજ્યનાં એસટી નિગમ (Gujarat ST Nigam) દ્વારા ઉમેદવારોને પોતાનાં વતનથી નજીકનાં ડેપોથી પરીક્ષા કેન્દ્રનાં નજીકનાં ડેપો સુધી આવવા-જવા માટે જરૂરિયાત મુજબ, 14-15 જૂન, 2025 દરમિયાન એક્સ્ટ્રા બસની સુવિધા મળી શકશે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) પણ ટ્વીટ કરી માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે, ઉમેદવારો સંચાલન સંબંધિત પૂછપરછ માટે નિગમનાં ટોલ ફ્રી નં. 1800 233 666666 પર 24 કલાક જાણકારી મેળવી શકશે.

આ પણ વાંચો - Ahmedabad: ગ્રામ્ય કોર્ટમાં 17 મદદનીશ સરકારી વકીલ પતરાના શેડ નીચે બેસવા મજબૂર

Tags :
Advertisement

.

×