Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કચ્છમાં પશુઓમાં લંપીના લક્ષણો દેખાયા, સરહદ ડેરી આપશે વિના મૂલ્યે આપશે રસી

અહેવાલ.કૌશિક છાયા.ક્ચ્છ કચ્છ જીલ્લાના ભુજ તાલુકાના માધાપર વિસ્તારમાં ગાયોમાં લંપીના લક્ષણો જોવા મળતા પશુપાલન વિભાગ સતર્ક બન્યું છે. લંપીના ફરીવાર લક્ષણો જોવા મળતાં પશુપાલકોમાં ચિંતા જોવા મળી રહી છે. બીજી તરફ સરહદ ડેરી દ્વારા વિનામૂલ્યે લંપી વાયરસની રસી આપવામાં આવશે...
કચ્છમાં પશુઓમાં લંપીના લક્ષણો દેખાયા  સરહદ ડેરી આપશે વિના મૂલ્યે આપશે રસી
Advertisement
અહેવાલ.કૌશિક છાયા.ક્ચ્છ
કચ્છ જીલ્લાના ભુજ તાલુકાના માધાપર વિસ્તારમાં ગાયોમાં લંપીના લક્ષણો જોવા મળતા પશુપાલન વિભાગ સતર્ક બન્યું છે. લંપીના ફરીવાર લક્ષણો જોવા મળતાં પશુપાલકોમાં ચિંતા જોવા મળી રહી છે. બીજી તરફ સરહદ ડેરી દ્વારા વિનામૂલ્યે લંપી વાયરસની રસી આપવામાં આવશે તેવી જાહેરાત કરાઇ હતી.
માધાપરમાં ગાયોમાં દેખાયા લંપીના લક્ષણ
એક વર્ષ પૂર્વે લંપીમાં હજારો ગાયોના મોત નિપજ્યા હતા.દરમિયાન, માધાપર વિસ્તારમાં કેટલીક ગાયોના શરીર પર મોટા ચાંઠા પડેલા જોવા મળ્યા હતા. ગ્રામજનોએ આ બાબતની જાણ પશુપાલન વિભાગને કરતા સ્થળ પર પશુપાલન વિભાગની ટુકડી આવીને આવી શંકાસ્પદ ગાયોના સેમ્પલ લેવડાવવામાં આવ્યા છે અને પૃથ્થકરણ માટે ભોપાલ મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે તેમ જિલ્લા પશુપાલન અધિકારી હરેશભાઇ ઠક્કરે જણાવ્યું હતું. ગામના સ્થાનિક પટેલ યુવકો તેમજ સેવા ભાવીઓ દ્વારા લક્ષણો દેખાતી ગાયોની સારવાર પણ કરવામાં આવી રહી છે.
સરહદ ડેરી આપશે વિનામૂલ્યે રસી
બીજી તરફ પશુપાલકોને તેનું નુકશાન વેઠવવું પડ્યું હતું જે અનુસંધાને તેવી પરિસ્થતિ ફરીથી ના સર્જાય તેવા ઉમદા હેતુથી આગોતરી તૈયારીના ભાગ રૂપે શ્રી કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. “સરહદ ડેરી” દ્વારા ચાલુ વર્ષે લંપી રોગ નિવારણ કાર્યક્રમ અંતર્ગત રસીના ૨ લાખ ડોઝ ઉપલબ્ધ કરવાનું આયોજન કરાયુ છે. જેનો અંદાજિત ખર્ચ 10 લાખ રૂપિયા છે. જે વિના મૂલ્યે પશુઓને આપવામાં આવશે. એ પૈકીની 50 હજાર ડોઝનો ઓર્ડર આજે આપી દીધેલ છે. વધુમાં કૃમિ નિવારણ કાર્યક્રમ અંતર્ગત સરહદ ડેરી દ્વારા કચ્છ જિલ્લાના પશુઓની તંદુરસ્તીને ધ્યાને લઈ કૃમિનાશક ગોળી જે ૨૫ રૂપિયાની ટેબલેટ ૫૦% રાહત ભાવે એટ્લે કે ૧૨.૫ રૂપિયામાં પશુપાલકોને આપવામાં આવશે.
પશુપાલકોના ઘર આંગણે વિનામૂલ્યે રસી આપવામાં આવશે
આ બાબતે સરહદ ડેરીના ચેરમેન અને અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યું હતું કે પશુઓની તંદુરસ્તી મુખ્ય પ્રાયોરિટી છે અને પશુ તંદુરસ્ત તો સુખી પશુપાલક તેવા હેતુથી સરહદ ડેરી દ્વારા પશુપાલકોને હર હમેંશ મદદરૂપ થવામાં આવે છે જે અનુસંધાને સરહદ ડેરીનો કોન્ટેક્ટ કર્યાથી વેટરનરીની ટીમ દ્વારા પશુપાલકોના ઘર આંગણે વિનામૂલ્યે રસી આપવામાં આવશે. જેથી પશુપાલકોને સમય અને ખર્ચ બંનેનો બચાવ થશે.
અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન વલમજીભાઈ હુંબલે શું કહ્યું
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે પશુઓમાં પાચનશક્તિ અને તંદુરસ્તી, રોગ પ્રતિકારક વધે તે ખૂબ જરૂરી છે જેથી તેઓએ હમેંશા સરહદ ડેરી દ્વારા પૂરું પાડવામાં આવતું કેટલ ફીડ, મિનરલ મિક્ષ્ચર જે સરહદ ડેરીના તાલુકા વાઈજ ડેપો આવેલ છે ત્યાંથી મેળવી શકાશે તેમજ ડેરી દ્વારા આપવામાં આવતી અન્ય ઈનપુટ સર્વિસનો પણ લાભ લેવા જણાવ્યુ.  દૂધ સંઘ દ્વારા દરેક સેન્ટર ખાતે વેટરનરી ડૉક્ટર, કૃત્રિમ બીજદાન વર્કર ની નિમણૂક કરવામાં આવેલ છે જેઓ સરહદ ડેરીના પશુપાલકોને ટોકન દરે પશુ સારવાર ઉપલબ્ધ કરવામાં આવે છે અને આગામી દિવસોમાં તેનો વ્યાપ પણ વધારવામાં આવશે.
Tags :
Advertisement

.

×