Mahakumbh 2025 : ગુજરાત પેવેલિયનમાં 2235 ગુજરાતી યાત્રિકોનો ઉતારો, પ્રદર્શન ખંડની 69,192 એ લીધી મુલાકાત
- Mahakumbh 2025 માં મોટી સંખ્યામાં ગુજરાતી યાત્રિકો પહોંચ્યા
- 2235 લોકોએ ગુજરાત પ્રવાસન નિગમની વિવિધ સુવિધાઓનો મહત્તમ લાભ ઉઠાવ્યો
- ગુજરાત પેવેલિયન, હેલ્પ ડેસ્ક, ક્રાફ્ટ સ્ટોલ, ફૂડ સ્ટોલ તથા ડોરમેટરીની સુવિધા ઊભી કરાઈ
- ગુજરાત પેવેલિયનની અત્યાર સુધીમાં 69,192 લોકોએ મુલાકાત લીધી
- CM ભૂપેન્દ્ર પટેલ, પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાએ પણ મુલાકાત લીધી
તીર્થરાજ પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભ મેળામાં (Mahakumbh 2025) પવિત્ર સંગમ સ્નાન કરવા જતાં ગુજરાતી યાત્રિકોએ ગુજરાત પ્રવાસન નિગમની વિવિધ સુવિધાઓનો મહત્તમ લાભ ઉઠાવ્યો છે. યાત્રાળુંઓ માટે અહીં ઊભી કરવામાં આવેલી રહેવાની સુવિધાનો 2235 લોકોએ લાભ લીધો છે. આટલા ગુજરાતી યાત્રિકોએ અહીં ઉતારો મેળવ્યો હતો.
મહાકુંભમાં સેક્ટર– 6 માં નાગવાસુકી મંદિરથી નજીક ભારદ્વાજ માર્ગ પર 33000 ચોરસ ફૂટ ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા આપવામાં આવી છે. અહીં, ગુજરાત પેવેલિયન (Gujarat Pavilion), હેલ્પ ડેસ્ક, ક્રાફ્ટ સ્ટોલ, ફૂડ સ્ટોલ તથા ડોરમેટરીની સુવિધા ઊભી કરવામાં આવી છે. ગુજરાત પ્રવાસન નિગમ (Gujarat Tourism Corporation) દ્વારા ગુજરાતનાં વિવિધ પ્રવાસન સ્થળોની માહિતી મહાકુંભમાં આવતા યાત્રિકોને મળી રહે તે હેતું ધાર્મિક પ્રવાસન, હેરિટેજ પ્રવાસન તથા રાષ્ટ્રીય સિંહ અભયારણ્ય જેવા વિવિધ પ્રવાસન સ્થળોની ઝાંખી રજૂ કરવામાં આવી છે. આ પ્રદર્શનની અત્યાર સુધીમાં 69,192 લોકોએ મુલાકાત લીધી છે. ફ્રાન્સ, યુકે, જર્મની, અમેરિકા, ઇટલી જેવા દેશોનાં નાગરિકોએ પણ ગુજરાતનું થીમ પેવેલિયન નિહાળ્યું છે.
મજાની વાત તો એ છે કે, ગુજરાત પ્રવાસન નિગમ (Gujarat Tourism Corporation) દ્વારા ચોવીસ કલાક માહિતી આપતા હેલ્પ ડેસ્ક માર્ગદર્શકની ભૂમિકા અદા કરી રહ્યો છે. અત્યાર સુધીમાં 21,519 યાત્રિકોએ હેલ્પ ડેસ્ક નંબર 1800-180-5600 પર ફોન કરી વિવિધ વિષયો પર માર્ગદર્શન મેળવ્યું છે. એમાં ખાસ કરીને રેલવે સ્ટેશનથી સંગમ સ્થાન પર કેવી રીતે જવું ? વાહનો ક્યાં સ્થળે પાર્ક કરવા, પોતાનાં સ્થાનેથી સંગમ સ્થાને કેવી રીતે જવું સહિતનાં વિષયો મહત્તમ હતા. હેલ્પ ડેસ્ક પર સ્થાનિક ભૂગોળની તાલીમ મેળવેલી વ્યક્તિ માહિતી આપતી હોવાથી પ્રવાસીઓને સરળતા રહે છે.
ગુજરાતીઓએ મહાકુંભમાં ગુજરાત પેવેલિયનનો મહત્તમ લાભ લીધો
ગુજરાત પ્રવાસન નિગમની વિવિધ સુવિધાઓનો લાભ લીધો
ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા તૈયાર કરાયું છે ગુજરાત પેવેલિયન
ગુજરાત પેવેલિયનમાં 2235 ગુજરાતી યાત્રિકોએ મેળવ્યો ઉતારો@Bhupendrapbjp @GujaratTourism #GujaratPavilion #MahaKumbh2025… pic.twitter.com/lACMaLy0ZU— Gujarat First (@GujaratFirst) February 13, 2025
આ પણ વાંચો - Mahakumbh 2025 : પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરાએ લગાવી આસ્થાની ડૂબકી, Gujarat First સાથે કરી ખાસ વાતચીત
સેક્ટર – 6 માં ઊભી કરવામાં આવેલી આવાસીય સુવિધાની વ્યવસ્થા જોઇએ તો 403 જેટલા પ્રવાસીઓ ઉતારો મેળવી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. મહિલા અને પુરુષો માટે અલગ-અલગ વિભાગ રાખવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 2235 યાત્રિકોએ અહીં ઉતારો મેળવ્યો છે. આ આવાસીય સુવિધાનું ભાડું પણ સાવ નજીવું રાખવામાં આવ્યું છે. સખી મંડળો દ્વારા સંચાલિત 8 ફૂડ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. અહીં, ગુજરાતી ભોજન મળી રહે છે. ઉપરાંત, 13 ક્રાફ્ટ સ્ટોલ થકી ગુજરાતની હસ્તકલાને મહાકુંભમાં લોકો સમક્ષ મૂકવામાં આવી છે. અહીં, આરોગ્ય કેન્દ્ર પણ ગુજરાત પેવેલિયનમાં (Gujarat Pavilion) બનાવવામાં આવ્યું છે. નાના-મોટા દર્દોની ફરિયાદ સાથે અત્યાર સુધીમાં 902 પ્રવાસીઓ આ આરોગ્ય કેન્દ્રમાં દવા–સારવાર મેળવી છે.
આ પણ વાંચો - મંત્રી બળવંતસિંહ રાજપૂત અને ભાનુબેન બાબરીયાએ પરિવાર સાથે Mahakumbh માં લગાવી આસ્થાની ડૂબકી
મહાકુંભમાં આવી રીતે આવાસીય સુવિધા ઊભી કરવામાં દેશનાં જૂજ રાજ્યો જ આગળ આવ્યા છે, તેમાં ગુજરાત પણ છે. સેક્ટર– 6 થી નાગ વાસુકી મંદિર વાળા માર્ગથી સંગમ સ્થાન માત્ર ચારેક કિલોમિટરના અંતરે હોવાથી પ્રવાસીઓ માટે ગુજરાત પેવેલિયનમાં ઉતરવું સરળ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel), પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા (Mulubhai Bera) સહિતના મહાનુભાવોએ તેમની પ્રયાગરાજની યાત્રા વેળાએ ગુજરાત પેવેલિયનની મુલાકાત લઇ સુવિધા, પ્રદર્શન ખંડનું નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રીએ 264 પથારીની સુવિધા ધરાવતા હોલનું ઉદ્દઘાટન કર્યું હતું. 144 વર્ષ બાદનાં યોગથી ચાલી રહેલા મહાકુંભમાં ગુજરાતી યાત્રાળુંઓ માટે ઊભી કરવામાં આવેલી સુવિધા સરાહનીય છે.
આ પણ વાંચો - સંગમમાં ડૂબકી લગાવી સુનીલ શેટ્ટી થયા ભાવ વિભોર! ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ સાથે કરી Exclusive વાત