Mahakumbh 2025 : કેટલાક બુદ્ધ પુરુષોએ ડુબકી મારી હશે એણે પવિત્ર નહીં કર્યું હોય ? : મોરારી બાપુ
- પ્રયાગરાજ મહાસંગમમાં ગંગા નદીનાં પાણીનાં રિપોર્ટ પર રોષ (Mahakumbh 2025)
- જાણીતા કથાકાર મોરારી બાપુએ રામકથામાં વ્યક્ત કર્યો રોષ
- કચ્છનાં કોટેશ્વરમાં રામકથામાં મોરારી બાપુનું આકરું નિવેદન
- ગંગાનું પાણી ન્હાવા યોગ્ય નથી તેવો રિપોર્ટ વાંચ્યો : બાપુ
ઉત્તર પ્રદેશનાં પ્રયાગરાજમાં યોજાનાર 'મહાકુંભ' (Mahakumbh 2025) તેના અંતિમ તબક્કામાં છે. મહાકુંભમાં અત્યાર સુધીમાં 50 કરોડથી પણ વધુ શ્રદ્ધાળુઓએ આસ્થાની ડુબકી લગાવી હોય તેવું કહેવાઈ રહ્યું છે. દરમિયાન, મહાસંગમમાં ગંગા નદીનાં પાણીને લઈ રિપોર્ટ સામે આવ્યો હતો, જેને લઈ જાણીતા કથાકાર મોરારી બાપુએ (Morari Bapu) રામકથામાં ભારે રોષ વ્યક્ત કર્યો છે. રિપોર્ટમાં ગંગાનું પાણી ન્હાવા યોગ્ય નથી તેવું જણાવ્યું હતું.
આ પણ વાંચો - Chhota Udepur : બુટલેગરોનાં અવનવાં કીમિયા પર ફર્યું પાણી! ડાંગરનાં કટ્ટાની આડમાં 13.77 લાખનો દારૂ ઝડપાયો
ગંગાનાં પાણીનાં રિપોર્ટ અંગે કથાકાર મોરારી બાપુની આકરી પ્રતિક્રિયા
માહિતી અનુસાર, કચ્છનાં (Kutch) કોટેશ્વર ખાતે જાણીતા કથાકાર મોરારી બાપુની રામકથા યોજાઈ છે. દરમિયાન, પ્રયાગરાજનાં (Prayagraj) મહાસંગમમાં ગંગાનાં પાણીનાં રિપોર્ટ અંગે કથાકાર મોરારી બાપુની આકરી પ્રતિક્રિયા જોવા મળી છે. મોરારી બાપુએ કહ્યું કે, ગંગાનું પાણી ન્હાવા યોગ્ય નથી તેવો રિપોર્ટ વાંચ્યો. મહાકુંભનાં સવા મહિને ગંગાનાં પાણીનો આ રિપોર્ટ આપવાની અત્યારે જરૂર ન હતી. મોરારી બાપુએ (Morari Bapu) સવાલ કર્યો કે, ત્રિવેણી સંગમમાં કેટલાક બુદ્ધ પુરુષોએ ડુબકી મારી હશે એણે પવિત્ર નહીં કર્યું હોય ? તમારા યંત્રો જવાબ આપે કોઈનો મંત્રપ્રવેશ થયો હશે એનું શું ?
આ પણ વાંચો - Gujarat University માં ભણતા વિદ્યાર્થી માટે મહત્ત્વનાં સમાચાર, ફીમાં કરાયો તોતિંગ વધારો!
આ રિપોર્ટ અત્યારે આપવાની કોઈ જરૂર ન હતી : મોરારી બાપુ
મોરારી બાપુએ આગળ કહ્યું કે, આ શ્રદ્ધાનો વિષય છે એના કારણે 52 કરોડ સ્નાન કરી ચૂક્યા છે. વિજ્ઞાન પુરાવા માંગે છે પણ ભરોસા અને વિશ્વાસને પૂરાવાની જરૂર હોતી નથી. આપણે વિરોધ શું કરીએ વિનય તો કરીએને. આ રિપોર્ટ અત્યારે આપવાની કોઈ જરૂર ન હતી. જણાવી દઈએ કે, મહાકુંભમાં કરોડો લોકોનાં સ્નાન દરમિયાન તાજેતરમાં એવો રિપોર્ટ બહાર આવ્યો હતો કે ગંગાનું પાણી ન્હાવા યોગ્ય નથી. જો કે, આ રિપોર્ટ અંગે લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
આ પણ વાંચો - Ahmedabad : કેડિલાનાં CMD રાજીવ મોદી સામે કથિત દુષ્કર્મનો કેસ, HC માં અરજી!