Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મહંત બલબીરગીરીજી ઉત્તરપ્રદેશ પોલીસ કાફલા સાથે અંબાજી મંદિરના દર્શન કર્યા

(અહેવાલ શક્તિસિંહ રાજપુત, અંબાજી) શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિર અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું જગતજનની જગદંબાનું પ્રાચીન અને પૌરાણિક તીર્થ સ્થળ છે. અંબાજી મંદિર ઉપર 358 નાના મોટા સુવર્ણ...
મહંત બલબીરગીરીજી ઉત્તરપ્રદેશ પોલીસ કાફલા સાથે અંબાજી મંદિરના દર્શન કર્યા
Advertisement

(અહેવાલ શક્તિસિંહ રાજપુત, અંબાજી)

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિર અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું જગતજનની જગદંબાનું પ્રાચીન અને પૌરાણિક તીર્થ સ્થળ છે. અંબાજી મંદિર ઉપર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા હોઈ આ મંદિરને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે.

Advertisement

બલબીરગિરીજી અંબાજીના દર્શને
અંબાજી મંદિરમાં વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે ત્યારે અંબાજી મંદિરમાં વીઆઈપી લોકો અને પવિત્ર સંતો પણ દર્શન કરવા આવી રહ્યા છે ત્યારે આજે અંબાજી મંદિર ખાતે ઉત્તરપ્રદેશ પોલીસ કાફલા સાથે બલબીરગિરીજી ઉત્તરપ્રદેશ થી અંબાજી મંદિર ખાતે દર્શન કરવા આવ્યા હતા,તેમની સાથે ગબ્બર કાળ ભૈરવ મંદિરના મહંત પૂર્ણાનંદ ગીરી બાપુ પણ હાજર રહ્યા હતા.

Advertisement

વાઘંબરી મઠના મહંત
આજે મોટર માર્ગે ઉત્તર પ્રદેશ પોલીસના કાફલા સાથે બલબીરગીરીજી (પ્રયાગરાજ પે લેટે હનુમાન અને વાઘંબરી મઠના મહંત) દર્શન કરવા આવ્યા હતા અને તેમની સાથે વિવિઘ સંતો પણ જોડાયા હતા. અંબાજી મંદિરમાં તેમને માતાજીના દર્શન કર્યા હતા અને ત્યારબાદ માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા.

  • અંબાજી મંદિરના દર્શન કર્યા બાદ તેઓ ગબ્બર કાળભૈરવ મંદિર ખાતે દર્શન કરવા આવ્યા હતા. બલબીર ગીરીજી ઉત્તર પ્રદેશ પ્રયાગરાજ પે લેટે હનુમાન અને વાઘંબરી મઠના મહંત છે અને તેઓ અખિલ ભારતીય અખાડા પરિષદના પૂર્વ અધ્યક્ષ સ્વર્ગીય નરેન્દ્રપુરી ના શિષ્ય છે.

અન્ય સંતો પણ આવ્યા
અંબાજી ખાતે ઉત્તર પ્રદેશ પોલીસ કાફલા સાથે તેઓ અંબાજી અને ગબ્બરના દર્શન કર્યા હતા અને ત્યારબાદ તેઓ કલોલ તરફ પ્રયાણ કર્યું હતું. તેમની સાથે મહંત કેશવપુરીજી મુંબઈથી, મહંત હરગોવિંદ પુરીજી ડુંગરપુર રાજસ્થાનથી અને મોહન ભારતી જમ્મુ કાશ્મીરથી અંબાજી ખાતે આવ્યા હતા.

આ પણ વાંચો : તલાટી પરીક્ષાને લઈને મોટા સમાચાર, ઉમેદવારોની માંગ અંગે હસમુખ પટેલે કરી સ્પષ્ટતા

Tags :
Advertisement

.

×