Junagadh: ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી આકરા પાણીએ, ડેપ્યૂટી મેયર ગિરીશ કોટેચાને લીધા આડે હાથે
- મહેશગીરી બાપુએ પૂર્વ ડેપ્યૂટી મેયર ગિરીશ કોટેચાને લીધા આડે હાથ
- સંતોના વિવાદમાં ગિરીશ કોટેચા શા માટે પડે છે?:મહેશગીરી
- મે પહેલા જ કહ્યું હતું રાજકારણીઓ આનાથી દૂર રહેઃમહેશગીરી
Junagadh: જુનાગઢના અંબાજી મંદિરમાં મહંતની ગાદીને લઈને કેટલાય દિવસથી વિવાદ ચાલી રહ્યો છે. પરતું આ વિવાદ હવે પોતાની ચરમસીમાએ પહોંચ્યો છે. ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી ફરી એકવાર આકરા પાણીએ થયા હોવાનું સામે આવ્યું છે. મીડિયા સામે ફરી એકવાર મહેશગીરીએ પોતાનું નિવેદન આપ્યું છે. મહત્વની વાત એ છે કે, પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના મહેશગીરી હાડે હાથ લીધા છે.
આ પણ વાંચો: શરમજનક ઘટના! મહિલા, યુવતીઓની સામે યુવકે કર્યું હસ્તમૈથુન
તમે આમા પડશો તો હું બધાના ચીઠ્ઠા ખોલી નાખીશઃ મહેશગીરી
નોંધનીય છે કે, મહેશગીરીએ પૂર્વ ડેપ્યૂટી મેયર ગિરીશ કોટેચા ચેતવણી આપતા કહ્યું કે, સંતોના વિવાદમાં તમે શા માટે પડી રહ્યાં છો? એટલું જ નહીં પરંતુ ગિરીશ કોટેચા પર ગિરનારમાં વિકાસ નહીં કર્યાનો મહેશગીરીએ આરોપ પણ લગાવ્યો છે. અત્યારે જુનાગઢના મહંતોનો વિવાદ વધારે વિકરાળ બની રહ્યો છે. એક બાદ એક સંત અને મહંતના નિવેદન સામે આવી રહ્યાં છે. મહેશગીરીએ કહ્યું કે, ‘મે પહેલા જ કહ્યું હતું રાજકારણીઓ આનાથી દૂર રહે.’ પરંતુ ગિરીશ કોટેચાએ સંતોનો શાંત રહેવા માટે કહ્યું હતું. જેને લઈને મહેશગીરી ભડક્યા અને પ્રેશ કોન્ફરન્સ યોજીને પોતાનું નિવેદન આપ્યું છે. ગિરીશ કોટેચાને ટાંકીને મહેશગીરીએ કહ્યું કે, ‘તમે આમા પડશો તો હું બધાના ચીઠ્ઠા ખોલી નાખીશ.’
આ પણ વાંચો: VADODARA : યુવતિ પ્રેગ્નેન્ટ થતા યુવકે મોઢું ફેરવ્યું, એબોર્શન કરાવવા ધમકી
ભવનાથના મહંત હરીગીરી જેલમાં જવા માટે તૈયાર રહેઃ મહેશગીરી
એટલું જ નહીં પરંતુ મહેશગીરીએ એવું પણ કહ્યું કે, જો હવે કોઈનું નિવેદન સામે આવશે તો બધાની વાતો હું બહાર લાવીશ. કોણ શું કરે છે? કયો અધિકારી કોને ત્યાં કામ કરે છે? આવી દરેક બાબતોને જુનાગઢની જનતાની સામે લાવીશ એવું મહેશગીરીએ કહ્યું હતું. એટલું જ નહીં પરંતુ બહારના આવેલા જુનાગઢને કબજે કરવાનું વિચારી રહ્યા હોય તેમને પણ મહેશગીરીએ ચેતવણી આપી છે. એટલું જ નહીં પરંતુ મહેશગીરીએ ભવનાથના મહંત હરીગીરી પણ ચેતવણી આપી છે કે, તેઓ હવે જેલમાં જવા માટે તૈયાર રહે!
આ પણ વાંચો: APPLICATION માં વધુ વળતરની લાલચ આપી 29 લાખ પડાવ્યાં, Dahod police એ કરી ગઠિયાની ધરપકડ