મહાઠગ હરીવદનને બીજા ત્રણ ચેક બાઉન્સ થતા નામદાર કોર્ટે ત્રણ માસની સજાનો હુકમ કર્યો
ડભોઈ નગરમાં અવારનવાર ચેક બાઉન્સની ફરીયાદો થતી હોય છે. ડભોઈ નગરની પ્રતિષ્ઠિત સહકારી સંસ્થા ડભોઈ દશાલાડ કો.ઓપ.ક્રેડિટ સોસાયટી દ્રારા એક હાઈપ્રોફાઈલ કેસમાં ચેક બાઉન્સની ફરિયાદ થતાં નામદાર કોર્ટે એક વર્ષની સજા અને ૩૦ દિવસમાં વળતર પેટે રકમ નહીં ચૂકવે તો ત્રણ માસ સાદી કેદની સજા સંભળાવતા ડભોઈ નગરમાં આ વિષય ચર્ચાએ ચડયો છે.
ડભોઇની નામદાર કોર્ટ ધ્વારા હરીવદન કંસારાને દશાલાડ કો.ઓપ. ક્રેડિટ સોસાયટી ના ચેક રીટર્ન ના કેસ માં એક વર્ષ ની સજા ના સમાચાર ની શાહી સુકાઈ નથી ત્યાં બીજા ત્રણ ચેક રીટર્ન કેસ માં એક એક વર્ષ ની સજા સંભળાવતા મહાઠગ ના કૌભાંડ બહાર આવવા પામ્યા છે
જાણવા મળ્યાં મુજબ દેનાબેંક માં ફરજ બજાવતા ડભોઈ ના હરીવદન ઉર્ફે હમીશ ગોપાલ ભાઈ કંસારા એ ચાંણોદ ના પંડયા વિજય કુમાર શંકરલાલ પાસે ૩૦ -૮ -૨૦૧૮ ના રોજ એક માસ ની મુદત માટે ₹ ૭ ,૦૦, ૦૦૦ /- લીધા હતાં જે સામે આઇ.સી. આઇ .સી બેંક વડોદરા નો ૩૦-૯-૨૦૧૮ નો ૩૬૮૩૩૯ નંબર નો ચેક આપેલ જે હરીવદન કંસારા ના કહયા મુજબ દેનાબેંક ચાંદોદ શાખા માં ૩૦-૧૧-૨૦૧૮ ના રોજ નાંખેલ જે પુરતુ બેલેન્સ નથી એમ કહી ચેક પરત આવેલ ત્યાર બાદ વકીલ ડી.સી.જોષી મારફતે કાનુની કાર્યવાહી કરવામાં માં આવેલ જે ૨૪૮/૨૦૧૯ થી નામદાર કોર્ટ માં કેસ ચાલી જતાં હરીવદન ઉર્ફે હમીશ કંસારાના એકવર્ષ ની સજા સંભળાવી છે
૭, ૦૦,૦૦૦/- એક માસ માં જમાં કરાવવા ના અને એ ચુકે તો ત્રણ માસ ની સજાનો હુકમ કરવામાં આવ્યો છે જયારે બીજા એક બનાવ માં સ્વામી વિવેકાનંદ ગુરુ મહાવીરાનંદ ધ્વારા બે અલગ અલગ બનાવ માં ૩૫૮/૨૦૧૯ અને ૨૨૨ /૨૦૧૯ ની ફરિયાદ પ્રમાણે હરીવદન ઉર્ફે હમીશ કંસારા એ ₹ ૨૫ લાખ ના બે વ્યવહાર માં ચેક આપેલા જે ચેકો પુરતું બેલેન્સ નથી કહી પરત થયા બાદ ડી.સી. જોષી ધ્વારા નેગોશિયેબલ ઈન્સ્ટુમેન્ટ એકટ ૧૩૮ મુજબ કોર્ટ માં ફરિયાદ દાખલ કરતાં નામદાર કોર્ટે બંને પક્ષો ની દલીલો સાંભળી હરીવદન ઉર્ફ હમીશ કંસારા ને એક એક વર્ષ ની સજા અને રકમ ત્રીસ દિવસ માં કોર્ટ માં જમા ન કરાવે તો બીજા ત્રણ માસ ની સજા સંભળાવતા નગર માં હરીવદન ગોપાલ ભાઈ કંસારા ના ચેક બાઉન્સ ની ચર્ચા નગર માં ચર્ચા ઓ સાંભળવા મળે છે હવે સૌની નજર આગામી સમય માં કેસ કઇ તરફ જાય છે એ જોવું રહયું
આ પણ વાંચો- કચ્છ: કમુવારાવાંઢમાં ભારે પવન સાથે વરસાદ, ઘરોને મોટું નુકસાન
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
અહેવાલ -પીન્ટુ પટેલ ડભોઇ ,વડોદરા


