Mahi River Barrage Project: મહી નદી પર મેગા પ્રોજેક્ટ, 1700 કરોડના ખર્ચે બનશે નવો બેરેજ-કમ-બ્રિજ
મહી નદીના પટમાં વધી રહેલી ખારાશની સમસ્યા સામે ગુજરાત સરકાર એક મોટું પગલું ભરી રહી છે. આણંદ, ભરૂચ અને વડોદરા જિલ્લાના લાખો ખેડૂતો માટે રાહતના સમાચાર છે. રૂપિયા 1700 કરોડના ખર્ચે આકાર લેનારા આ મેગા પ્રોજેક્ટમાં માત્ર સિંચાઈની સુવિધા જ નથી, પરંતુ વાહનવ્યવહારને સુગમ બનાવતો બ્રિજ પણ છે
Advertisement
Mahi River Barrage Project: ગુજરાત સરકાર દ્વારા મહી નદી (Mahi River) પર એક અત્યંત મહત્વકાંક્ષી પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ધુવારણ (Dhuwaran) પાસે રૂપિયા 1700 કરોડના ખર્ચે એક વિશાળ બેરેજ-કમ-બ્રિજ (Barrage cum Bridge) બનાવવામાં આવશે. આ નિર્ણયથી દક્ષિણ અને મધ્ય ગુજરાતના ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.

