Mahisagar Accident: લુણાવાડાના મુખ્ય માર્ગ પર અકસ્માત, બજારથી ઘરે જતી મહિલાઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત
લુણાવાડાના વ્યસ્ત મુખ્ય માર્ગ પર આજે કાળ બનીને આવેલી એક કારે બે મહિલાઓને કચડી નાખતા ચકચાર મચી ગઈ છે. બજારથી પોતાના ઘર તરફ જઈ રહેલી આ મહિલાઓ અચાનક સર્જાયેલા આ ભયાનક અકસ્માતનો ભોગ બની હતી. આ આખી ઘટનાના હચમચાવી દેનારા CCTV દ્રશ્યો સામે આવ્યા છે.
Advertisement
Mahisagar Road Accident: મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં આજે એક એવી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેણે સમગ્ર નગરમાં ચકચાર મચાવી દીધી છે. શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા મુખ્ય માર્ગ પર એક બેફામ કાર ચાલકે નિયમોને નેવે મૂકીને રસ્તા પર ચાલતી બે મહિલાઓને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે મહિલાઓ હવામાં ફંગોળાઈને દૂર જઈ પટકાઈ હતી.

