Mahisagar: લુણાવાડા નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ લોકોનો મત, વાંચો આ અહેવાલ
- પાણી, ગટર અને રસ્તાની સુવિધા માંગી રહ્યાં છે સ્થાનિકો
- સતત ટ્રાફીક જામની સમસ્યાથી પણ લોકો છે પરેશાન
- લોકો ઘરની બહાર ડ્રેનેજ લાઈનો ઉભરાતી હોવાથી ભારે મુશ્કેલીઓ
Mahisagar: મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા નગરપાલિકાની સ્થાનિક ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે કુલ 7 વોર્ડમાં 28 બેઠક પર 77 જેટલા ભાજપ, કોંગ્રેસ અને આપ તેમજ અપક્ષના ઉમેદવારોએ દાવેદારી કરી છે. લુણાવાડા નગર પાલીકામાં છેલ્લા ટર્મ ભાજપનું શાસન હતું. આ પહેલા અહીંયા એન સી પી અને કોંગ્રેસ પણ શાશન ચલાવી ચૂકી છે, ત્યારે કોઈ પણ પક્ષ ચૂંટાયા બાદ લોકોના કામ કરતા નથી અને માત્ર પોતાના વહીવટ માટે જ ચૂંટણી લડવા આવતા હોવાની વાત લુણાવાડાના નગરજનો કરી રહ્યા છે.
આ પણ વાંચો: Sabarkantha: ગંદકીના સામ્રાજ્યથી લોકો ભારે પરેશાન! સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લોકો કોને આપશે મત?
લુણાવાડા નગરમાં લોકોને પીવાના પાણી માટે પણ ફાંફા
લુણાવાડા નગરજનો પાલિકાના અધિકારીઓ અને સત્તાધીશો પાસે પાણી, ગટર અને રસ્તા આટલી જ સુવિધાઓ માંગતા આવ્યા છે. તેમ છતાં પાલિકા સુવિધા ન પહોચાડતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. લુણાવાડા નગરમાં લોકોને પીવાના પાણી માટે પણ ફાંફા મારવા પડે છે, દર બે ત્રણ દિવસે પાણી આવતા લોકો હેરાન બન્યા છે અને સફાઈ નો પણ શહરમાં અભાવ જોવા મળ્યો હતો. લોકો ઘરની બહાર ડ્રેનેજ લાઈનો ઉભરાતી હોય છે. કોઈ જોવા શુધા આવતા નથી અને કેટલાક સમય તો ડ્રેનેજના પાણી ઘરોમાં પણ આવી જતા હોય છે ત્યારે સતત આ સમસ્યાથી લોકોના સ્વાસ્થય પણ બગડે અને રોગચાળો ફેલાય છે.
આ પણ વાંચો: Surendranagar: થાન નગરપાલિકાની ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો, સિરામિક ઉધોગકારોમાં ભારે નારાજગી
શહેરમાં રખડતા ઢોર પણ અમને હેરાન કરી રહ્યા છેઃ સ્થાનિકો
લુણાવાડા નગરમાં જ્યા જરૂર નથી ત્યાં કામ કરવામાં આવે છે અને જ્યા જરૂર છે ત્યાં કામ થતા નથી. જિલ્લાનું મુખ્ય મથક હોવાથી હજારો લોકો અવર જવર કરતા હોય છે, ત્યારે સતત ટ્રાફીક જામની સમસ્યા પણ થતી હોય છ. તેમ છતા પાલિકા ઉકેલ લાવી શકી નથી. શહેરમાં રખડતા ઢોર પણ નગરજનોને હેરાન કરી રહ્યા છે, પરંતુ તેમને પણ પકડવામાં પાલિકા નિષ્ફળ નીવડી છે. પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ નાગરિકો પાસે À1 ગ્રેડ આપી વેરો તો ઉઘરાવે છે પણ જયરે સુવિધા આપવાની વાત આવે ત્યારે પાલિકા ખો આપે છે અને નાગરિકો રજૂઆત પણ સાંભળતા નથી. આ પ્રકારના શાસનથી લોકો કંટાળી ચૂક્યા છે, આ વખતે લોકોએ કોઈ પક્ષ નહીં પણ ઉમેદવાર જોઈ મતદાન કરવાનો નિર્ણય કર્યો છે.