ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

મહેમદાબાદ નગરપાલિકામાં ભાજપની સીધી ટક્કર અપક્ષના ઉમેદવારો સાથે થશે, કોંગ્રેસને કોઈ ઉમેદવાર ના મળ્યો?

Local Body Election: ખેડા જિલ્લાની મહેમદાબાદ નગરપાલિકામાં પણ 16 ફેબ્રુઆરીના રોજ નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થવાનું છે.
11:29 PM Feb 11, 2025 IST | VIMAL PRAJAPATI
Local Body Election: ખેડા જિલ્લાની મહેમદાબાદ નગરપાલિકામાં પણ 16 ફેબ્રુઆરીના રોજ નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થવાનું છે.
Mahmudabad Municipality
  1. 16 ફેબ્રુઆરીના રોજ નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થશે
  2. આ સાત વોર્ડની ચૂંટણી કોંગ્રેસને એક પણ ઉમેદવાર નથી મળ્યો?
  3. મહેમદાવાદ નગરપાલિકા ચૂંટણીમાં સાત જેટલા વોર્ડમાં 28 બેઠકો

Local Body Election: ખેડા જિલ્લાની મહેમદાબાદ નગરપાલિકામાં પણ 16 ફેબ્રુઆરીના રોજ નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થવાનું છે. મહેમદાવાદ નગરપાલિકામાં સાત વોર્ડની ચૂંટણી કોંગ્રેસને એક પણ ઉમેદવાર નથી મળ્યો. મતલબ કે ભાજપની સીધી ટક્કર ઉમેદવારોની અપક્ષના ઉમેદવારો સાથે છે. મહેમદાવાદ નગરપાલિકા ચૂંટણીમાં સાત જેટલા વોર્ડમાં 28 બેઠકો છે, આ તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારોની સાથે અપક્ષના ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે.

આ પણ વાંચો: Mahisagar: લુણાવાડા નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ લોકોનો મત, વાંચો આ અહેવાલ

કુલ મળી 73 ઉમેદવારો અત્યારે ચૂંટણીના મેદાને!

વિગતે વાત કરવામાં આવે તો, કુલ મળી 73 ઉમેદવારો અહીં ચૂંટણી લડી રહ્યાં છે. મહેમદાવાદમાં કુલ 31664 મતદારો ચૂંટણીના જંગમાં ઉમેદવારોનું ભાવિ નક્કી કરવાના છે. મહેમદાબાદ નગરપાલિકા મતવિસ્તારમાં સ્થાનિક સ્તરે ભાજપમાં કામ કરતા હોદ્દેદારોને ટિકિટ ન મળવાના કારણે નારાજગી પણ જોવા મળી, જેથી પક્ષ વિરોધી કામ કરવા બદલ સ્થાનિક પાંચ હોદ્દેદારોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જે પણ સૌથી મહત્વની બાબત છે.

આ પણ વાંચો: Sabarkantha: ગંદકીના સામ્રાજ્યથી લોકો ભારે પરેશાન! સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લોકો કોને આપશે મત?

અહીં ઉભરાતી ગટર અને ગંદકી પણ એક મોટી સમસ્યા

સ્થાનિક મતદારો સાથે ગુજરાત ફર્સ્ટે વાત કરી જ્યાં તેમનું કહેવું છે કે, સ્થાનિક લોકો માટે મુખ્ય જરૂરિયાત માનવામાં આવતા રોડ રસ્તાની સમસ્યા મોટી છે. મહેમદાબાદમાં ઉભરાતી ગટર અને ગંદકી પણ એક મોટી સમસ્યા છે. અહીં જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ઉમેદવારો મત માંગવા આવે છે પરંતુ મત લીધાં બાદ મતદારો અને એમના વિસ્તારને ભૂલી જાય છે. અહીં કોઈ એક ચોક્કસ પક્ષનું શાસન લાંબા ગાળા સુધી જોવા નથી મળ્યું જેના કારણે વિકાસના કામોની ગાડી 5અટકી પડેલી જોવા મળે છે.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
GujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsLatest Gujarati NewsMahmudabad MunicipalityMahmudabad Municipality ElectionMahmudabad Municipality Election NewsMahmudabad Municipality Latest NewsMahmudabad Municipality NewsMahmudabad Municipality Update
Next Article