Congress નાં રાષ્ટ્રીય માળખામાં મોટા ફેરફાર, આ 2 ગુજરાતી નેતાની કરાઈ બાદબાકી
- Congress નાં રાષ્ટ્રીય માળખામાં ફેરફાર, 2 ગુજરાતી નેતાઓની બાદબાકી કરાઈ
- ભરતસિંહ સોલંકી અને દીપક બાબરીયાને રાષ્ટ્રીય સંગઠનમાંથી બહાર કરાયા
- રાષ્ટ્રીય કોંગ્રેસનાં જનરલ સેક્રેટરી અને પ્રભારીનાં પદેથી ગુજરાતી નેતાઓને હટાવાયા
- છત્તીસગઢનાં પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને નેશનલ જનરલ સેક્રેટરી બનાવાયા
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં (Sthanik Swaraj Election) માહોલ બરોબરનો જામ્યો છે. દરમિયાન, કોંગ્રેસનાં રાષ્ટ્રીય સંગઠનને લઈ મોટા સમાચાર આવ્યા છે. કોંગ્રેસનાં (Congress) રાષ્ટ્રીય માળખામાં કેટલાક મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. પાર્ટીનાં રાષ્ટ્રીય સંગઠનમાંથી 2 ગુજરાતી નેતાને બહાર કરાયા છે. જ્યારે, છત્તીસગઢનાં પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને (Bhupesh Baghel) નેશનલ જનરલ સેક્રેટરી બનાવાયા છે.
આ પણ વાંચો - Kutch : શું ખરેખર... BJP એ મતદારોને ખરીદવા રૂપિયા વહેંચ્યા ? કોંગ્રેસનાં ગંભીર આરોપ
Hon'ble Congress President Shri @kharge has appointed the following party functionaries as AICC General Secretaries/In-charges of the respective States/UTs, with immediate effect. pic.twitter.com/zl8Y0eP5ZM
— Congress (@INCIndia) February 14, 2025
ભરતસિંહ સોલંકી અને દીપક બાબરીયાની બાદબાકી કરાઈ
દિલ્હીની વિધાનસભાની ચૂંટણીમાં (Delhi Assembly Election) કારમી હાર બાદ કોંગ્રેસનાં રાષ્ટ્રીય માળખામાં મોટા ફેરફાર કરાયા હોવાની માહિતી સામે આવી છે. 2 ગુજરાતી નેતાઓને કોંગ્રેસનાં (Congress) રાષ્ટ્રીય સંગઠનમાંથી બહાર કરાયા છે. ભરતસિંહ સોલંકી (Bharatsinh Solanki) અને દીપક બાબરીયાને (Deepak Babaria) રાષ્ટ્રીય કોંગ્રેસનાં જનરલ સેક્રેટરી અને પ્રભારીનાં પદેથી હટાવાયા છે. જ્યારે, છત્તીસગઢનાં પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બધેલને રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી બનાવાયા છે. માહિતી અનુસાર, કોંગ્રેસ પાર્ટીએ પંજાબ, બિહાર, મધ્યપ્રદેશ સહિત 11 રાજ્યોમાં નવા પ્રભારીની નિમણૂક પણ કરી છે.
આ પણ વાંચો - સાંસદ રાઘવ ચઢ્ઢાએ નાણામંત્રીને આપ્યો જવાબ ! કહ્યું, તેઓ મધ્યમ વર્ગને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે
દિલ્હીની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ફરી 'શૂન્ય' પર
જણાવી દઈએ કે, દિલ્હીની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી પોતાનું ખાતું પણ ખોલી શકી નહોતી. આમ, દિલ્હીમાં સતત ત્રીજી વખત કોંગ્રેસની બેઠકોમાં કોઈ ફેરફાર થયો નથી. 70 વિધાનસભા બેઠક ધરાવતી દિલ્હીમાં કોંગ્રેસને શૂન્ય બેઠકો મળી હતી. જો કે, દિલ્હી એકમાત્ર એવું રાજ્ય નથી, જ્યાં કોંગ્રેસનાં ધારાસભ્યોની સંખ્યા શૂન્ય છે. આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળ (West Bengal) જેવા મોટા રાજ્યોમાં પણ કોંગ્રેસની બેઠક 'શૂન્ય' છે.
આ પણ વાંચો - Gujarat Politics : ફૈઝલ પટેલના કોંગ્રેસ છોડવાનાં નિર્ણય બાદ BJP- Congress નાં વાર-પલટવાર!