Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad: એક શખ્સને ધર્મના ઠેકેદાર બનવું ભારે પડ્યું, હવે જાહેરમાં માંગવી પડી માફી

અમદાવાદમાં સગીરા સાથે ગેરવર્તણૂક કરવાનો મામલો બાઈક પર જતા યુવક-યુવતીને રોકીને બનાવ્યો હતો વીડિયો યુવક-યુવતીને આંતરીને તેમનો ધર્મ પૂછ્યો હતો Ahmedabad: અમદાવાદ શહેરના એક કોઈ વિસ્તારમાં સગીરા અને યુવક બાઈક પર જઈ રહ્યા હતા. આ દરમિયાન કોઈ અઝરૂદ્દીન ઉર્ફે...
ahmedabad  એક શખ્સને ધર્મના ઠેકેદાર બનવું ભારે પડ્યું  હવે જાહેરમાં માંગવી પડી માફી
  1. અમદાવાદમાં સગીરા સાથે ગેરવર્તણૂક કરવાનો મામલો
  2. બાઈક પર જતા યુવક-યુવતીને રોકીને બનાવ્યો હતો વીડિયો
  3. યુવક-યુવતીને આંતરીને તેમનો ધર્મ પૂછ્યો હતો

Ahmedabad: અમદાવાદ શહેરના એક કોઈ વિસ્તારમાં સગીરા અને યુવક બાઈક પર જઈ રહ્યા હતા. આ દરમિયાન કોઈ અઝરૂદ્દીન ઉર્ફે અઝ્ઝુ શેખ નામના વ્યક્તિએ તેમને રોકીને વીડિયો બનાવ્યો અને તેને વાયરલ કર્યો હતો. વધારે વિગતે વાત કરવામાં આવે તો, અમદાવાદમાં સગીરા સાથે ગેરવર્તન કરવાના વીડિયો બાબતે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, બાઈક પર જતા યુવક અને યુવતીને રોકીએ ચહેરો બતાવવા બળજબરી કરવામાં આવતી હોવાનો વીડિયો વાયરલ થયો હતો.

Advertisement

આ પણ વાંચો: Gujarat: લ્યો બોલો! હવે મળી આવી નકલી કોલેજ, 10 વર્ષથી અપાતી હતી ડિગ્રીઓ

Advertisement

આરોપીની ધરપકડ કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી

મળતી વિગતો પ્રમાણે આ વીડિયો અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારનો હોવાની હકીકત સામે આવી હતી. જેથી મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાઈ હતી. જેથી મહિલા પોલીસે આરોપી અઝરૂદ્દીન ઉર્ફે અઝ્ઝુ શેખની ધરપકડ કરી લેવામાં આવી છે. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા આ વ્યક્તિ દ્વારા સગીરા અને યુવકને રોક્યા હતા.આ દરમિયાને તેણે તે લોકો સાથે ગેરવર્તણુક પણ કરી હોવાનું સામે આવ્યું હતું. જેથી મહિલા પોલીસ દ્વારા કાર્યવાહીના ભાગ રૂપે અઝરૂદ્દીન ઉર્ફે અઝ્ઝુ શેખની ધરપકડ કરીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી દીધી છે.

આ પણ વાંચો: 20 ભાષામાં બાળકોને ભણાવતા શિક્ષક સાથે Gujarat First ની ખાસ વાતચીત

Advertisement

અઝરૂદ્દીન ઉર્ફે અઝ્ઝુ શેખે પોલીસ સમક્ષ માંગી માફી

નોંધનીય છે કે, આવી રીતે યુવતીઓને હેરાન કરવામાં આવશે તે પોલીસ દ્વારા તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું આ કેસથી જણાઈ રહ્યું છે. અઝરૂદ્દીન ઉર્ફે અઝ્ઝુ શેખે સગીરા સાથે એવી ભાષામાં વાત કરી હતી કે, જાણે તે પોતે કોઈ ધર્મને ઢેકેદાર હોય. સ્વાભાવિક છે કે, ભારતમાં દરેક વ્યક્તિને પોતાના અધિકારો હોય છે અને તે પ્રમાણે તેને રહી અને જીવી શકે છે. જોકે, આ બાબતે ફરિયાદ થઈ અને અમદાવાદ મહિલા પોલીસ સમક્ષ અઝરૂદ્દીન ઉર્ફે અઝ્ઝુ શેખે માફી માંગી છે અને કબુલ્યું છે કે હવે પછી આવી કોઈ હરકત નહીં કરે.

આ પણ વાંચો: Ahmedabad: અસામાજિક તત્વો તોડફોડ કરતા રહ્યા અને પોલીસ પ્રેક્ષક બની તમાશો જોતી રહી!

Tags :
Advertisement

.