Narmada માં ભાજપની પીછેહઠ બાદ સાંસદ મનસુખ વસાવા આક્રમક, આમ આદમી પાર્ટી પર કર્યા ગંભીર પ્રહારો
- Narmada માં પંચાયતની હાર બાદ સાંસદ આક્રમક મૂડમાં
- સાંસદ મનસુખ વસાવાના આમ આદમી પાર્ટી પર પ્રહાર
- AAPએ આદિવાસીઓને ગેરમાર્ગે દોર્યા છે: મનસુખ વસાવા
- ભાજપને તોડવા નેગેટિવ પ્રચાર થયો હોવાનો ગંભીર દાવો
- હાર પાછળ બાહ્ય અને વિરોધી પરિબળો જવાબદાર: વસાવા
- ચૈતર વસાવાની જીત વખતની રણનીતિ પર પણ કર્યા સવાલ
નર્મદા (Narmada) જિલ્લામાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક પંચાયતની ચૂંટણીના પરિણામો બાદ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપના દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવા (Mansukh Vasava) હાલ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. જિલ્લામાં અપેક્ષિત સફળતા ન મળતા તેમણે વિરોધ પક્ષો, ખાસ કરીને આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) પર આકરા પ્રહારો કર્યા છે.
મનસુખ વસાવાના AAP પર પ્રહાર
મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, નર્મદામાં ભાજપની હાર પાછળ વિરોધીઓ દ્વારા કરવામાં આવેલો નકારાત્મક પ્રચાર જવાબદાર છે. તેમણે આરોપ લગાવ્યો કે આમ આદમી પાર્ટી (AAP) એ આદિવાસી સમાજને ખોટી રીતે ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે. વસાવાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "AAP તો માત્ર એક મહોરું છે, તેની પાછળ અન્ય બાહ્ય પરિબળો કામ કરી રહ્યા છે જે ભાજપની મજબૂત પકડ તોડવા માંગે છે."
Narmada: ચૈતર વસાવા પર આકરા પ્રહાર
વધુમાં તેમણે ચૈતર વસાવા (Chaitar Vasava) ની અગાઉની જીતનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, તે સમયે પણ વિરોધી પરિબળો અત્યંત સક્રિય હતા. ચૂંટણીમાં આદિવાસીઓના હિતોની વાત કરવાને બદલે ભાજપ વિરુદ્ધ વાતાવરણ ઉભું કરવામાં આવ્યું હોવાનો તેમણે દાવો કર્યો હતો. આગામી સમયમાં ભાજપ આ હારના કારણોનું વિશ્લેષણ કરી ફરીથી જનતા વચ્ચે જશે અને નેગેટિવ પોલિટિક્સનો જડબાતોડ જવાબ આપશે તેવો આત્મવિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો: Kutch: 'રાજવી પક્ષી' દુર્લભ ઘોરાડનું બચ્ચું આકાશમાં ઉડે તે પહેલાં જ ગુમ, Forest Department દોડતું થયું!


