Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભરૂચ નગર પાલિકા સંચાલિત અનેક ઇમારતો જર્જરીત, પાલિકાને જ નોટિસ ફાળવવાની વિપક્ષની તૈયારી

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ  ભરૂચ નગરપાલિકા દ્વારા જર્જરિત ઇમારતો અને ફાયર એનઓસી વિના ચાલી રહેલા શોપિંગ સેન્ટરોને નોટીસ આપવામાં આવી રહી છે પરંતુ ભરૂચ નગરપાલિકાના જર્જરિત ઇમારત અને ફાયર એનઓસી વિનાના શોપિંગ સેન્ટરોને નોટિસ કોણ આપશે તે પ્રશ્નને લઈને વિપક્ષોએ...
ભરૂચ નગર પાલિકા સંચાલિત અનેક ઇમારતો જર્જરીત  પાલિકાને જ નોટિસ ફાળવવાની વિપક્ષની તૈયારી
Advertisement

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ 

ભરૂચ નગરપાલિકા દ્વારા જર્જરિત ઇમારતો અને ફાયર એનઓસી વિના ચાલી રહેલા શોપિંગ સેન્ટરોને નોટીસ આપવામાં આવી રહી છે પરંતુ ભરૂચ નગરપાલિકાના જર્જરિત ઇમારત અને ફાયર એનઓસી વિનાના શોપિંગ સેન્ટરોને નોટિસ કોણ આપશે તે પ્રશ્નને લઈને વિપક્ષોએ નગરપાલિકાને જ નિયમોનું પાલન કરાવવા માટે નોટિસ પાઠવનાર હોવાનો વિસ્ફોટ કર્યો છે.

Advertisement

Advertisement

સરદાર શોપિંગ સેન્ટર સતત બનવા સાથે મસ મોટા પોપડા ખરી રહ્યા હોવાના કારણે ટ્યુશન ક્લાસીસમાં આવતા વિદ્યાર્થીઓ અને દુકાનના વેપારીઓને અકસ્માતે ઇજા પહોંચવાનો મોટો ભય સતાવી રહ્યો છે પરંતુ ભરૂચ નગરપાલિકા સંચાલિત સરદાર શોપિંગની મરામત માટે નગરપાલિકાની નિષ્કાળજી હોય અને નગરપાલિકા સંચાલિત શોપિંગ સેન્ટર હોવાના કારણે નગરપાલિકાને શોપિંગ સેન્ટરની મરામત અને ફાયર એનઓસી માટે કોણ નોટિસ આપશે તે વાતને લઈ વિપક્ષો હવે નગરપાલિકા સંચાલિત જર્જરીત અને ફાયર એનઓસી વિનાના શોપિંગ સેન્ટરોને નોટીસ આપી જનતાને જે નિયમોનું પાલન કરાવાય છે તે પાલન સૌપ્રથમ પાલિકા કરે તેવી નોટિસ પાઠવનાર હોવાનું વિપક્ષ સમસાદ અલી સૈયદ રટણ કર્યું છે.

ભરૂચ નગરપાલિકા સંચાલિત શક્તિનાથ નજીક સરદાર મ્યુનિસિપલ શોપિંગ સેન્ટર છેલ્લા ઘણા સમયથી જર્જરીત બની ગયું છે અને ઠેક ઠેકાણે મસ મોટા સ્લેબ ધસી રહ્યા છે શોપિંગ સેન્ટરના પગથિયાઓ પણ જર્જરીત બનવા સાથે તૂટી રહ્યા છે અને જર્જરીત શોપિંગ સેન્ટરના મસ મોટા સ્લેબના પોપડા પણ ઠેક ઠેકાણે પડી રહ્યા છે પરંતુ ભરૂચ નગરપાલિકા સંચાલિત શોપિંગ સેન્ટર હોવાના કારણે ભરૂચ નગરપાલિકાને નોટિસ કોણ આપે તે પ્રશ્ન ઉભો થયો છે નગરપાલિકાના અધિકારીઓ જર્જરિત સરદાર શોપિંગ સેન્ટરની મારા મત મુદ્દે સદંતર નિષ્ફળ નિવડ્તા હોઈ કોઈ મોટી હોનારત થાય તેની રાહ જોઈ રહ્યો હોય તેઓ આરોપ પણ સ્થાનિક વેપારીઓએ લગાવ્યો છે અને ભરૂચ નગરપાલિકાના જર્જરિત શોપિંગ સેન્ટરો મુદ્દે ભરૂચ નગરપાલિકાને કોણ નોટિસ આપશે તે પ્રશ્ન ઉભો કરી દીધો છે.

અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ભરૂચ નગરપાલિકા સંચાલિત ઘણા શોપિંગ સેન્ટરોમાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ જોવા મળી રહ્યો છે સાથે જ ભરૂચ નગરપાલિકા સંચાલિત જ ઘણા શોપિંગ સેન્ટરો જર્જરીત બની ગયા છે ત્યારે ભરૂચ નગરપાલિકા દ્વારા જ સરકારના નિયમોનું પાલન થતું નથી તો નગરપાલિકાને જિલ્લા વહીવટી તંત્રએ સૂચનો આપવાની જરૂર છે નગરપાલિકા સંચાલિત એક પણ શોપિંગ સેન્ટરમાં મોટી હોનારત સર્જાય તો તેનો જવાબદાર કોણ તે પ્રશ્ન આજે લોકોમાં ચર્ચાનો બની ગયો છે

Tags :
Advertisement

.

×