Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Marriage Act Amendment : દીકરીઓની સુરક્ષા માટે ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય

ગુજરાત સરકાર દ્વારા લગ્ન નોંધણી કાયદામાં મોટા સુધારાની જાહેરાત. હવે લગ્નની નોંધણીમાં માતા-પિતાની જાણકારી ફરજિયાત અને નવું પોર્ટલ બનશે. છેતરપિંડી અને લવ-જેહાદ સામે હર્ષ સંઘવીની કડક ચેતવણી અને નવા નિયમો વિશે વાંચો સંપૂર્ણ અહેવાલ
marriage act amendment   દીકરીઓની સુરક્ષા માટે ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય
Advertisement

Marriage Act Amendment : ગુજરાત સરકાર દ્વારા લગ્ન નોંધણી કાયદામાં મોટા સુધારાની જાહેરાત. હવે લગ્નની નોંધણીમાં માતા-પિતાની જાણકારી ફરજિયાત અને નવું પોર્ટલ બનશે. છેતરપિંડી અને લવ-જેહાદ સામે હર્ષ સંઘવીની કડક ચેતવણી અને નવા નિયમો બનાવાયા અને વિધેયક વિધાનસભામાં રજૂ થયું. 

ગુજરાત સરકાર-Government of Gujarat દ્વારા લગ્ન નોંધણી કાયદામાં મોટા સુધારાની જાહેરાત. હવે લગ્નની નોંધણીમાં માતા-પિતાની જાણકારી ફરજિયાત અને નવું પોર્ટલ બનશે. છેતરપિંડી અને લવ-જેહાદ સામે હર્ષ સંઘવીની કડક ચેતવણી અને નવા નિયમો વિશે વાંચો સંપૂર્ણ અહેવાલ.

Advertisement

ભારતીય સંસ્કૃતિમાં લગ્ન એ માત્ર બે વ્યક્તિઓ વચ્ચેનો કાયદાકીય કરાર નથી, પરંતુ બે પરિવારોનું મિલન અને એક પવિત્ર સામાજિક સંસ્કાર છે. છેલ્લા કેટલાક સમયથી આધુનિકતાના ઓઠા હેઠળ ‘છળકપટ’, ‘ઓળખ છુપાવવી’ અને ‘બળજબરી’ પૂર્વકના લગ્નોના કિસ્સાઓએ સામાજિક ચિંતા જન્માવી છે. ખાસ કરીને ‘લવ જેહાદ’ અને બોગસ દસ્તાવેજો દ્વારા દીકરીઓને ફસાવવાના વધતા કિસ્સાઓ સામે ગુજરાત સરકારે લાલ આંખ કરી છે. રાજ્યની દીકરીઓનું સન્માન જળવાય અને સનાતન પરંપરાનું રક્ષણ થાય તે હેતુથી ‘ગુજરાત મેરેજ રજિસ્ટ્રેશન એક્ટ ૨૦૦૬’Gujarat Marriage Registration Act 2006 માં સુધારાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જે રાજ્યના સામાજિક માળખાને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મક્કમ ડગલું છે.

Advertisement

Marriage Act Amendment :ગૃહમાં રજૂ કરાયેલ મુખ્ય અહેવાલ અને મહત્વના મુદ્દાઓ

ગુજરાત વિધાનસભાના ગૃહમાં નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવી (Harsh Sanghavi)એ નિયમ ૪૪ હેઠળ એક અત્યંત સંવેદનશીલ નિવેદન આપ્યું હતું. આ અહેવાલના મુખ્ય અંશો નીચે મુજબ છે:

લગ્ન નોંધણીમાં માતા-પિતાની સહમતી અને જાણકારી: સરકારના નવા સૂચિત નિયમો મુજબ, હવે લગ્ન નોંધણી વખતે માતા-પિતાને જાણ કરવામાં આવશે. આ માટે સરકાર એક વિશેષ ડિજિટલ પોર્ટલ બનાવશે, જેના દ્વારા પારદર્શિતા વધશે અને ગુપ્ત રીતે થતી છેતરપિંડી અટકશે.

Marriage Act Amendment : પંચમહાલના બોગસ ‘નિકાહ’ કૌભાંડનો પર્દાફાશ

ગૃહમાં Bogus 'nikah' scam ચોંકાવનારી વિગતો રજૂ કરતા  સંઘવીએ જણાવ્યું કે, પંચમહાલ જિલ્લાના કંકોડાકોઈ અને નાથકુવા જેવા ગામોમાં, જ્યાં એક પણ મુસ્લિમ પરિવાર કે મસ્જિદ નથી, ત્યાં સેંકડો બોગસ ‘નિકાહ’ 'nikah' સર્ટિફિકેટ ઇશ્યૂ કરવામાં આવ્યા હતા. તલાટી-કમ-મંત્રી દ્વારા કરવામાં આવેલા આ ગંભીર ગુના અંગે તપાસ સમિતિ રચવામાં આવી છે અને કડક કાર્યવાહીના આદેશ અપાયા છે.

Marriage Act Amendment : ઓળખ છુપાવનારા તત્વો સામે કડક ચેતવણી

રાજ્ય સરકાર ‘લવ-મેરેજ’ Love marriage ની વિરોધી નથી, પરંતુ ‘છળકપટ’ fraud ની વિરોધી છે. નાયબ મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી કે જો કોઈ વ્યક્તિ ‘સલીમ’ હોવા છતાં ‘સુરેશ’ બનીને ઓળખ છુપાવશે અને દીકરીઓને ફસાવશે, તો સરકાર તેની સામે દાખલારૂપ કડક પગલાં લેશે.

30 દિવસમાં નાગરિકો પાસેથી સૂચનો: આ કાયદાને વધુ સચોટ અને બંધારણીય રીતે મજબૂત બનાવવા માટે રાજ્યના નાગરિકો પાસેથી ૩૦ દિવસમાં વાંધા અને સૂચનો મંગાવવામાં આવ્યા છે. આ પ્રક્રિયા માટે એક ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરવામાં આવી છે.

સામાજિક પરામર્શ: આ સુધારા અચાનક લેવામાં આવેલા નિર્ણય નથી. રાજ્ય મંત્રી  કૌશિક વેકરિયાએ છેલ્લા ત્રણ મહિનામાં વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે ૩૦થી વધુ બેઠકો યોજીને સમાજના વિવિધ વર્ગોનો અભિપ્રાય લીધા બાદ આ પ્રક્રિયા આગળ વધારી છે.

ગુજરાત સરકારનો આ નિર્ણય કાયદાકીય પાસાંની સાથે સામાજિક નૈતિકતાને પણ સ્પર્શે છે. લગ્ન નોંધણીમાં માતા-પિતાની ભૂમિકાને પ્રાધાન્ય આપવું એ પાશ્ચાત્ય વ્યક્તિવાદ સામે ભારતીય કૌટુંબિક મૂલ્યોનો વિજય છે. છેતરપિંડી અને બળજબરી સામેની આ લડત માત્ર લઘુમતી કે બહુમતીનો મુદ્દો નથી, પરંતુ તે દરેક વર્ગની દીકરીઓના મૂળભૂત અધિકારો અને સુરક્ષાનો મુદ્દો છે. જો લગ્ન નોંધણીની પ્રક્રિયા જડબેસલાક અને પારદર્શક હશે, તો ભવિષ્યમાં થતા સામાજિક વિખવાદો અને ગુનાખોરીમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકશે. આ પગલાં દ્વારા ગુજરાત સરકાર ‘સનાતન પરંપરા’ અને ‘દીકરીના સન્માન’ની સાચા અર્થમાં રક્ષક સાબિત થઈ રહી છે.

આ પણ વાંચો Rajkot: ફિલ્મના પ્રમોશન માટે આવેલી અભિનેત્રીનો બફાટ, મોના થીબાએ Prostitution ને ગણાવી સમાજ સેવા!

Tags :
Advertisement

.

×