ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગોંડલમાંથી સગીરાનું અપહરણ કરનાર પરણિત યુવક મહારાષ્ટ્રથી ઝડપાયો, સગીરાને પરિવારને સોંપાઇ

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ  ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાંથી વીસ દિવસ પહેલા સગીરાને ભગાડી જનાર અને મોબાઇલ રાકોર્ડીંગમાં પોલીસને પૈસા આપી દઉ તો મારા વિરૂદ્ધ કોઈ કાર્યવાહી ન થઈ શકે' તેવા બણગા ફુંકનારા રાજકોટના શખ્સને પોલીસે મહારાષ્ટ્ર માંથી દબોચી લઇ સગીરાને તેના...
11:12 AM Jun 02, 2023 IST | Vishal Dave
અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ  ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાંથી વીસ દિવસ પહેલા સગીરાને ભગાડી જનાર અને મોબાઇલ રાકોર્ડીંગમાં પોલીસને પૈસા આપી દઉ તો મારા વિરૂદ્ધ કોઈ કાર્યવાહી ન થઈ શકે' તેવા બણગા ફુંકનારા રાજકોટના શખ્સને પોલીસે મહારાષ્ટ્ર માંથી દબોચી લઇ સગીરાને તેના...

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ 

ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાંથી વીસ દિવસ પહેલા સગીરાને ભગાડી જનાર અને મોબાઇલ રાકોર્ડીંગમાં પોલીસને પૈસા આપી દઉ તો મારા વિરૂદ્ધ કોઈ કાર્યવાહી ન થઈ શકે' તેવા બણગા ફુંકનારા રાજકોટના શખ્સને પોલીસે મહારાષ્ટ્ર માંથી દબોચી લઇ સગીરાને તેના પરીવારના હવાલે કરી અપહરણ કરનાર શખ્સ સામે કાર્યવાહી હાથ ધરી છે. સગીર યુવતીઓને ભગાડવામાં માસ્ટર માઇન્ડ ધરાવતા શખ્સ સામે અગાઉ પણ અન્ય એક સગીરાના અપહરણ અંગે ગુન્હો નોંધાઇ ચુક્યો છે.ખુબીની વાત તો એછે કે આ માસ્ટર માઇન્ડ શખ્સે ત્રણ વર્ષ પહેલા એક યુવતીને ભગાડી પ્રેમ લગ્ન કર્યા છે.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ શહેરના ભોજરાજપરામાં રહેતી સગીરાને રાજકોટમાં સોના-ચાંદીનું રિફાઇન મજુરીકામ કરતા અને કોઠારીયાના રણુજા મંદિર પાસે રહેતા અભય ઉર્ફ શની ધીરુભાઈ ચૌહાણ ઉ.૨૬ ગત તા.૧૧ ના ભગાડી જતા સગીરાના પરીવારે સીટી પોલીસમાં ફરિયાદ કરી હતી.પોલીસ ફરિયાદ નહી કરવા અભય ઉર્ફ શની દ્વારા સગીરાના પરીવાર પર દબાણ કરી પોલીસને પૈસા આપી દઇશ તેવુ મોબાઇલ રેકોર્ડિંગ પણ પરીવાર દ્વારા પોલીસને રજુ કરાયુ હતુ.

ફરિયાદના પગલે પી.આઇ. મહેશ સાંગાડા એ પીએસઆઇ જે.એમ.ઝાલા,મયુરસિહ, પૃથ્વીસિહ, હાર્દિક પટેલ સહિત ની ટીમને કામે લગાડી તપાસ ના ચક્રો ગતિમાન કરતા અપહરણ કરનાર અભય ઉર્ફ શની તથા સગીરા મહારાષ્ટ્ર નાં ખોપોલી ગામમા હોઇ પોલીસ ખોપોલી પહોંચી અભય ઉર્ફ શનીને દબોચી સગીરા સાથે ગોંડલ પહોંચી હતી.પોલીસ પુછપરછ મા અભયે જણાવ્યુ કે સગીરાનું અપહરણ કરી એકસેસ સ્કુટર પર દિવ, તુલશીશ્યામ,સાળંગપુર અને ત્યાંથી વડોદરા પંહોચ્યો હતો.આમ અંદાજે આઠસો કી.મી.રન તેણે સ્કુટર પર કાપ્યો હતો.વડોદરા થી ટ્રેનમાં મહારાષ્ટ્રના ખોપોલી તેના પરીચિતને ત્યાં પંહોચ્યો હતો.માત્ર આઠ ચોપડી ભણેલો અભય મોબાઇલનો માસ્ટર હોય વ્હોટશોપ કોલ તથા મિત્રોનું નેટ વાપરી સબંધીઓ સાથે સંપર્ક મા રહેતો હતો,પરંતુ પોલીસે તેની કુનેહ નેજ હથિયાર બનાવી ટેકનીક ના સહારે તેને ઝડપી લીધો હતો.

અભય પરણીત છે.અને એક સંતાનનો પિતા છે.હાલની પત્નિ ને ત્રણ વર્ષ પહેલા ભગાડી પ્રેમ લગ્ન કર્યા હતા.અગાઉ વર્ષ ૨૦૧૭ માં અભય સામે ચોરડી ગામની સગીરાનાં અપહરણનો ગુન્હો તાલુકા પોલીસમાં દર્જ થયો હતો.અભય મુળ ગોંડલ નો છે.પરંતુ તેની હરકતો થી ત્રાસી ગયેલા તેના પરિવારે સબંધ કાપી નાખતા છેલ્લા પાંચ વર્ષ થી રાજકોટ રહેતો હતો.સગીરા સાથે શરીરસબંધ બાંધ્યા હોય અપહરણ સાથે દુષ્કર્મની કલમ પણ સામેલ કરાશે તેવુ પોલીસે જણાવ્યુ હતુ.

Tags :
abductedfamilyGondalhanded overMaharashtraMarried youthminornabbed
Next Article