Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Unseasonal rain forecast: ધુમ્મસ સાથે ઠંડીનો ચમકારો પણ વધ્યો, હવામાનમાં પલટા સાથે કમોસમી વરસાદના ઝાપટાં

Unseasonal rain forecast: હવામાન વિભાગે આગાહી કરી છે કે, 30 ડિસેમ્બર સુધી કમોસમી વરસાદની સંભાવના છે. આ સાથે, રાજ્યના વિવિધ જીલ્લાઓમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.
unseasonal rain forecast  ધુમ્મસ સાથે ઠંડીનો ચમકારો પણ વધ્યો  હવામાનમાં પલટા સાથે કમોસમી વરસાદના ઝાપટાં
Advertisement
  1. માલપુર સહિત મોડાસા શહેર તેમજ ગ્રામ્યમાં વરસાદી ઝાપટું
  2. ગાંધીનગમાં હવામાનમાં પલટો સાથે કમોસમી વરસાદના ઝાપટાં
  3. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી માવઠાની આગાહી

Unseasonal rain forecast: અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદના અસરથી ખેડૂતો માટે સમસ્યાઓ ઉત્પન્ન થઈ છે. ઊભરાણ અને સુલપાણેશ્વર વિસ્તારમાં જોરદાર વરસાદ પડ્યો છે. માલપુર અને મોડાસા શહેર સહિત ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં પડ્યા છે. માનઠાના વરસાદના કારણે ઘઉં, ચણા, ઝીરું, બટાકા અને રાયડાના પાકમાં ગંભીર નુકસાનની ભાતિ જોવા મળી રહી છે.

Advertisement

રાજ્યના ચાર જિલ્લામાં વરસાદ સાથે કરા પડવાની શક્યતા

હવામાન વિભાગ દ્વારા રાજ્યના ચાર જિલ્લામાં વરસાદ સાથે કરા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ વિસ્તારોમાં હવામાન વિભાગે ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. કચ્છ, ગીર સોમનાથ અને અમરેલીમાં વરસાદ પડશે, જ્યારે ભાવનગર, બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અરવલ્લી, મહીસાગર અને પંચમહાલમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદામાં પણ વરસાદ પડી શકે છે. તાપી, ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળો માવઠાની સંભાવના તો છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં વરસાદ સાથે કરા પડવાની શક્યતાઓ છે.

Advertisement

આ પણ વાંચો: Amreli : મહિલા પોલીસકર્મીએ ફિનાઈલ પીધું, ભાઈના પોલીસ તંત્ર પર જ ગંભીર આરોપ

રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદના જોરદાર ઝાપટાં પડ્યા

ગાંધીનગરના હવામાનમાં પણ પલટો આવ્યો છે, જ્યાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદના જોરદાર ઝાપટાં પડી રહ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, 30 ડિસેમ્બર સુધી કમોસમી વરસાદની સંભાવના છે. આ સાથે, રાજ્યના વિવિધ જિલ્લાઓમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો ખાસ સામેલ છે. ગાંધીનગર અને અમદાવાદમાં પણ વરસાદની આગાહી છે અને સુરેન્દ્રનગરમાં પણ છૂટા છવાયેલા વરસાદ પડવાની શક્યતા છે.

આ પણ વાંચો: Ahmedabad : ભર શિયાળે પૂર્વ વિસ્તારોમાં મેઘરાજા પધાર્યા, જાણો વરસાદની આગાહી અંગે

રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું પડવાની સંભાવના વ્યક્ત થઈ

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી છે, જેમાં જણાવ્યું છે કે, એકંદરે રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું પડી શકે છે. આ ઉપરાંત દેશના ઘણા રાજ્યોમાં કરા સાથે વરસાદ અને પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. ખેડૂતો માટે યોગ્ય સમયની તૈયારી ખૂબ જરૂરી બની છે, જેથી માવઠું અને મોસમની બદલી સાથે થયેલા નુકસાનથી બચી શકાય. ઉત્તર ગુજરાતમાં પણ અત્યારે ધુમ્મસ સાથે ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: Amreli : વડીયાનાં ખાખરીયા નજીક ST બસને નડ્યો અકસ્માત, ડ્રાઇવર સહિત 15 મુસાફર ઘવાયા

Tags :
Advertisement

.

×