ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અમદાવાદમાં IT વિભાગનું મેગા ઓપરેશન,વહેલી સવારથી સર્ચ ઓપરેશન શરૂ

અમદવાદમાં ફરી એકવાર આયકર વિભાગ દ્વારા સુપર ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.જેના ભાગરૂપે આયકર વિભાગ દ્વારા શહેરના બે થી ત્રણ બિલ્ડર ગ્રુપ ઉપર દરોડા પાડવામાં આવ્યા છે.જેમાં સાયન્સ સીટી રોડ સહિતના અનેક એરિયામાં આયકર વિભાગ દ્વારા તવાઈ હાથ ધરવામાં આવી...
09:25 AM Nov 03, 2023 IST | Maitri makwana
અમદવાદમાં ફરી એકવાર આયકર વિભાગ દ્વારા સુપર ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.જેના ભાગરૂપે આયકર વિભાગ દ્વારા શહેરના બે થી ત્રણ બિલ્ડર ગ્રુપ ઉપર દરોડા પાડવામાં આવ્યા છે.જેમાં સાયન્સ સીટી રોડ સહિતના અનેક એરિયામાં આયકર વિભાગ દ્વારા તવાઈ હાથ ધરવામાં આવી...

અમદવાદમાં ફરી એકવાર આયકર વિભાગ દ્વારા સુપર ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.જેના ભાગરૂપે આયકર વિભાગ દ્વારા શહેરના બે થી ત્રણ બિલ્ડર ગ્રુપ ઉપર દરોડા પાડવામાં આવ્યા છે.જેમાં સાયન્સ સીટી રોડ સહિતના અનેક એરિયામાં આયકર વિભાગ દ્વારા તવાઈ હાથ ધરવામાં આવી છે અને તે વિસ્તારમાં ચાલતા અનેક પ્રોજેક્ટના બિલ્ડર ગ્રુપ ઉપર આયકર વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે.

અમદવાદના જાણીતા અવિરત ગ્રુપ અને શિપરમગ્રુપ સાહિત બીજા 3 ગ્રુપ ઉપર IT વિભાગ ત્રાટક્યું હતું.જેમાં અવિરત ગ્રુપના કનુભાઈ પટેલ , સંદીપભાઈ પટેલ અને બળદેવભાઈ પટેલની સામે તપાસ ચાલુ કરવામાં આવી છે.જેથી બિલ્ડર ગ્રુપ સાથે સંકળાયેલા અમદાવાદના બે ટોચના બ્રોકર પણ ઇન્કમટેક્સની ઝપટમાં આવી ગયા છે.આ સાથે જ હાઇકોર્ટ પાસે આવેલી ઓફિસ સહિત અન્ય ઓફિસો પર પણ આયકર વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

આ તપાસમાં આયકર વિભાગના 150 થી વધુ અધિકારીઓ જોડાયેલા છે.અને આ તપાસના અંતે કરચોરી મળી આવવાની પણ સંભાવના રહેલી છે.

આ પણ વાંચો - અમદાવાદ: સરસપુરમાં રૂના ગોડાઉનમાં આગ,ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadIncome TaxIT Departmentmega operationsearch operation
Next Article