Mehmedabad: પોલીસ મથકમાં નિર્દોષ વ્યક્તિનું મોત, પરિવારજનો દ્વારા ગંભીર આક્ષેપો
ખેડાના મહેમદાવાદમાં પોલીસ મથકની અંદર એક 50 વર્ષીય નિર્દોષ વ્યક્તિના મોતથી સનસનાટી મચી ગઈ છે. પરિવારજનોનો આક્ષેપ છે કે પોલીસે ગોવિંદ ચૌહાણને અકારણ ઉઠાવી જઈને માર મારતા તેમનું મોત થયું છે. આ ઘટનાને પગલે હોસ્પિટલમાં ભારે હોબાળો થયો છે અને લોકો ન્યાયની માંગ કરી રહ્યા છે.
Advertisement
Mehmedabad Custodial Death Case: ખેડા જિલ્લાના મહેમદાવાદ પોલીસ મથકમાં પોલીસની કથિત લાપરવાહી અને મારપીટને કારણે એક 50 વર્ષીય નિર્દોષ વ્યક્તિના મોતની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. સૂંઢા વણસોલ ગામેથી પોલીસે જુગારના કેસમાં કાર્યવાહી કરી હતી, જે દરમિયાન આ દુઃખદ ઘટના બની હતી.

