Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mehsana : ઉચરપી પાસે વિમાન દુર્ઘટના, મહિલા પાયલોટ ઇજાગ્રસ્ત, ઘટના પાછળ અનેક સવાલ

ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસનાં કાફલા સહિત તંત્ર સ્થળ પર પહોંચ્યું હતું...
mehsana   ઉચરપી પાસે વિમાન દુર્ઘટના  મહિલા પાયલોટ ઇજાગ્રસ્ત  ઘટના પાછળ અનેક સવાલ
Advertisement
  1. Mehsana નાં ઉચરપી ગામ પાસે બની વિમાન દુર્ઘટના
  2. ટ્રેનિંગ દરમિયાન વિમાન અચનાક ખેતરમાં પડ્યું
  3. મહિલા પાઈલટ ઘાયલ થતા હોસ્પિટલ ખસેડાઈ
  4. પ્લેનમાં ટ્રેઈની મહિલા પાઇલટ અને એક પુરુષ ટ્રેનર સવાર હતા

મહેસાણામાં (Mehsana) એક મોટી દુર્ઘટના ઘટી છે. ઉચરપી ગામ નજીક એક ટ્રેનિંગ વિમાનનો અકસ્માત (Training Airplane Accident) થતાં એક મહિલા પાયલોટ ઇજાગ્રસ્ત થઈ છે. દુર્ઘટના સમયે પ્લેનમાં એક ટ્રેઈની મહિલા પાઇલટ અને એક પુરુષ ટ્રેનર સવાર હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો, પોલીસની ટીમ સહિત તંત્ર સ્થળ પર પહોંચ્યું હતું અને ઇજાગ્રસ્ત મહિલા પાયલોટને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવી છે. બ્લ્યુ રે નામની પ્રાઇવેટ કંપની પાઇલોટ માટેની ટ્રેનિંગ આપી રહી હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો - Rajkot : બે વર્ષની માસૂમ બાળકીની હત્યા કેસમાં ખૌફનાક હકીકત, જનેતાએ જ જીવ લીધો!

Advertisement

વિમાન દુર્ઘટનામાં એક મહિલા પાયલોટ ઘાયલ થઈ

મહેસાણા જિલ્લાનાં (Mehsana) ઉચરપી ગામ નજીક એક વિમાનને અકસ્માત નડ્યો છે. અકસ્માત થતાં વિમાન ઉચરપી ગામ નજીક આવેલા એક ખેતરમાં પડ્યું હતું. આ અકસ્માતમાં એક મહિલા ટ્રેઇની પાયલોટને ઇજાઓ પહોંચી હોવાની માહિતી છે. અકસ્માત સમયે પ્લેનમાં મહિલા ટ્રેઇની પાયલોટ અને એક એક પુરુષ ટ્રેનર સવાર હતા. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિનાં સમાચાર નથી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો, પોલીસ અને તંત્રની ટીમ સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્ત મહિલા પાયલોટને બહાર કાઢી સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, બ્લ્યુ રે (Blue Ray) નામની પ્રાઇવેટ કંપની પાઇલોટ માટેની ટ્રેનિંગ આપી રહી છે.

Advertisement

આ પણ વાંચો - Kheda : કપડવંજ-નડિયાદ રોડ પર Thar-ST બસ વચ્ચે ગોઝારો અકસ્માત, એકનું મોત

આ વિમાનનો અગાઉ પણ અકસ્માત સર્જાયો હોવાની માહિતી

જો કે, વિમાનના અકસ્માત પાછળની સાચી હકીકત હાલ સામે આવી નથી. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. એવી પણ માહિતી સામે આવી છે કે આ વિમાનનો અગાઉ પણ અકસ્માત સર્જાયો હતો. 25 નવેમ્બર, 2018 માં પણ અકસ્માત થયો હતો. ટેક્નિકલ ખામીનાં કારણે અકસ્માત સર્જાયો હોવાનાં પ્રાથમિક અનુમાન છે. જો કે, અકસ્માતનું સાચું કારણ સંપૂર્ણ તપાસ બાદ જ સામે આવશે. જો કે, આ ઘટના બાદ લોકો વચ્ચે અનેક સવાલ થઈ રહ્યા છે કે...

> તંત્રે કેવી રીતે હાઈરાઈઝ બિલ્ડિંગને પરમિશન આપી ?
> જે પ્લેન શીખવવા માટે ઉડાન ભરે તે ઈમારત સાથે ના અથડાય તેની શું ગેરંટી ?
> આસપાસનાં રહિશોનાં જીવને શું આ રીતે જોખમ નથી ?
> ખેતરમાં વિમાન પડ્યું કોઈનાં ઘરમાં પડ્યું હોત તો કોણ આપત જવાબ ?
> અગાઉ પણ બની છે અકસ્માતની ઘટના શું લેવાશે નક્કર પગલાં ?

આ પણ વાંચો - Kutch: ગાંધીધામ નેશનલ હાઈવે કરાયો બંધ, ટીમ્બર માર્ટમાં ભીષણ આગ લાગતા ભયનો માહોલ

Tags :
Advertisement

.

×