Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mehsana : કડી વિધાનસભા પેટાચૂંટણી અંગે મોટા સમાચાર, કોંગ્રેસનાં ઉમેદવાર જાહેર

ગુજરાત કોંગ્રેસ દ્વારા પોતાનાં ઉમેદવારનાં નામની જાહેરાત કરવામાં આવી છે. પાર્ટીએ રમેશ ચાવડાનાં નામ પર મહોર લગાવી છે.
mehsana   કડી વિધાનસભા પેટાચૂંટણી અંગે મોટા સમાચાર  કોંગ્રેસનાં ઉમેદવાર જાહેર
Advertisement
  1. કડી વિધાનસભા પેટાચૂંટણીનાં કોંગ્રેસનાં ઉમેદવાર જાહેર (Mehsana)
  2. રમેશ ચાવડાના નામ પર કોંગ્રેસે લગાવી મહોર
  3. પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે રમેશ ચાવડા
  4. હિતુ કનોડિયા સામે રમેશ ચાવડા ચૂંટણી જીત્યા હતા
  5. કોંગ્રેસ ઉમેદવાર આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરશે

Mehsana : મહેસાણા જિલ્લાની કડી વિધાનસભા પેટાચૂંટણીને (Kadi Assembly by-election) લઈ મોટા સમાચાર આવ્યા છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા પોતાનાં ઉમેદવારનાં નામની જાહેરાત કરવામાં આવી છે. પાર્ટીએ (Gujarat Congress) રમેશ ચાવડાનાં નામ પર મહોર લગાવી છે. રમેશ ચાવડા (Ramesh Chavda) પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે. આવતીકાલે કોંગ્રેસનાં ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે.

આ પણ વાંચો - Gujarat By-Election : કડી-વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ત્રિકોણીય નહીં ચતુષ્કોણીય જંગ જામશે

Advertisement

Advertisement

રમેશ ચાવડાના નામ પર કોંગ્રેસે લગાવી મહોર

મહેસાણા જિલ્લાની (Mehsana) કડી વિધાનસભા પેટાચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા પોતાનાં ઉમેદવારનાં નામની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડા (Ramesh Chavda) પર વિશ્વાસ દાખવ્યો છે અને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. જણાવી દઈએ કે, રમેશ ચાવડાએ વર્ષ 2012 માં યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં અભિનેતા હિતુ કનોડિયાને (Hitu Kanodia) હરાવ્યા હતા. જ્યારે વર્ષ 2017 માં યોજાયેલ ચૂંટણીમાં કરશન સોલંકી સામે હારી ગયા હતા.

આ પણ વાંચો - Gandhinagar : કડી-વિસાવદર વિધાનસભા મત વિસ્તારની ગ્રામ પંચાયતની ચૂંટણી સ્થગિત

AAP પાર્ટીએ જગદીશ ચાવડાને ચૂંટણી મેદાને ઉતાર્યા

જણાવી દઈએ કડી વિધાનસભા પેટાચૂંટણી માટે અગાઉ આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી હતી. AAP પાર્ટીએ યુવા ચહેરો એવા જગદીશ ચાવડાના (Jagdish Chavda) નામ પર મહોર લગાવી છે. આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ (Isudan Gadhvi) ઉમેદવારનું નામ જાહેર કરી કહ્યું હતું કે, કડીમાં જગદીશ ચાવડા મજબુતાઈથી લડશે અને જીતશે. તેમણે કહ્યું હતું કે, કડી અને વિસાવદરમાં AAP નો ડંકો વાગશે. જણાવી દઈએ કે, વિસાવદર પેટાચૂંટણી માટે પાર્ટી દ્વારા ગોપાલ ઇટાલિયાને (Gopal Italia) મેદાને ઉતાર્યા છે. જ્યારે ભાજપ દ્વારા હજું સુધી ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી નથી.

આ પણ વાંચો - Valsad : 10 વર્ષીય બાળકીને પેટમાં દુ:ખાવો થયો, એક્સ-રે રિપોર્ટ જોયો તો સૌ ચોંકી ગયા!

Tags :
Advertisement

.

×