Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

વિદેશ જવાની લાલચ પડી ભારે, Mehsana ના ખેડૂત સાથે રૂ. 64 લાખની લૂંટ

મહેસાણાના એક ખેડૂતને ઓસ્ટ્રેલિયા જવાની લાલચ કેવી રીતે મોંઘી પડી, તે જાણીને તમે પણ ચોંકી જશો. હાઇવે પરના એક ગેસ્ટ હાઉસમાં જ્યારે ખેડૂત લાખોની રોકડ સાથે પહોંચ્યા, ત્યારે ત્યાં એજન્ટના માણસો નહીં પણ રિવોલ્વરધારી લૂંટારુઓ તેમની રાહ જોઈ રહ્યા હતા. નંબર પ્લેટ વગરની કાર અને પૂર્વઆયોજિત ષડયંત્ર વચ્ચે શું પોલીસ આ 64 લાખના રહસ્યને ઉકેલી શકશે?
વિદેશ જવાની લાલચ પડી ભારે  mehsana ના ખેડૂત સાથે રૂ  64 લાખની લૂંટ
Advertisement
  • વિદેશ જવાના બહાને Mehsana ના ખેડૂત સાથે રૂ. 64 લાખની લૂંટ!
  • ઓસ્ટ્રેલિયા મોકલવાની લાલચ આપી રિવોલ્વરની અણીએ લૂંટ
  • ડાભલા ચાર રસ્તા પાસે રાધે ગેસ્ટ હાઉસમાં ખેલાયો ખતરનાક ખેલ
  • નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ કારમાં આવેલા બે લૂંટારુઓ રોકડ લઈ ફરાર
  • એજન્ટના માણસોએ જ લૂંટનું કાવતરું ઘડ્યું હોવાની પ્રબળ આશંકા
  • વસાઇ પોલીસે નાકાબંધી કરી ગુનેગારોને પકડવા ચક્રો ગતિમાન કર્યા

મહેસાણા (Mehsana) જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉભા કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિદેશ જવાની ઘેલછામાં વધુ એક વ્યક્તિ લૂંટનો શિકાર બની છે. આ વખતે મહેસાણાના એક ખેડૂત (Farmer) ને ઓસ્ટ્રેલિયા (Australia) મોકલવાની લાલચ આપીને અજાણ્યા શખ્સો દ્વારા રૂ. 64 લાખની લૂંટ ચલાવવામાં આવી છે.

Mehsana_gujarat_first

Advertisement

રાધે ગેસ્ટ હાઉસ' માં આ સમગ્ર લૂંટનો ખેલ ખેલાયો

ઘટનાની વિગતો મુજબ, ખેડૂતને ઓસ્ટ્રેલિયા વિઝા (Visa) અપાવવાનું બહાનું બતાવી એજન્ટના માણસોએ તેમને મુલાકાત માટે બોલાવ્યા હતા. વિસનગર-મહેસાણા હાઇવે પર આવેલા ડાભલા ચાર રસ્તા (Dabhala Crossroad) પાસે 'રાધે ગેસ્ટ હાઉસ' માં આ સમગ્ર લૂંટનો ખેલ ખેલાયો હતો. ખેડૂત જ્યારે એજન્ટને આપવાના નાણાં સાથે ગેસ્ટ હાઉસ પહોંચ્યા, ત્યારે અગાઉથી નક્કી કરેલા કાવતરા મુજબ રિવોલ્વર (Revolver) બતાવીને બે અજાણ્યા ઇસમો રૂ. 64 લાખની રોકડ રકમ લૂંટીને ફરાર થઈ ગયા હતા.

Advertisement

Mehsana_gujarat_first

Mehsana: આયોજન બદ્ધ લૂંટનો પ્લાન

લૂંટારુઓ સફેદ કલરની નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ કાર (Swift Car) માં આવ્યા હતા, જે દર્શાવે છે કે આ લૂંટ પૂર્વ આયોજિત હતી. લૂંટારુઓએ ધોળે દિવસે હથિયાર બતાવી લૂંટ ચલાવતા પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે. ઘટનાની જાણ થતા જ વસાઇ પોલીસ (Vasai Police) કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે લૂંટ અને હથિયાર ધારા હેઠળ ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ તપાસવાની કામગીરી શરૂ કરી છે. વિદેશ જવાની લાયકાત કે પ્રક્રિયા સમજ્યા વગર એજન્ટોના ભરોસે નાણાંની લેવડદેવડ કરવી કેટલી જોખમી છે, તેનો આ જીવતો જાગતો કિસ્સો છે.

આ પણ વાંચો: Vadodara: સો. મીડિયા ઇન્ફ્લુએન્સર અંકિતા પરમારનો પોર બેઠક પર જોરદાર પ્રચાર

Tags :
Advertisement

.

×