ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Mehsana: નીતિન કાકાની ધાક હજી પણ એવીને એવી જ! એક જ ફોનમાં રેલવે સ્ટેશન નાળાની આડાશો હટાવાઈ

Mehsana: સ્થાનિક વેપારીઓએ નીતિન પટેલની ફોન કરીને રજૂઆત કરી હતી. જેથી નીતિન પટેલ પણ સ્થળ તપાસ માટે પહોચ્યાં હતાં.
03:09 PM Jan 18, 2025 IST | VIMAL PRAJAPATI
Mehsana: સ્થાનિક વેપારીઓએ નીતિન પટેલની ફોન કરીને રજૂઆત કરી હતી. જેથી નીતિન પટેલ પણ સ્થળ તપાસ માટે પહોચ્યાં હતાં.
Mehsana
  1. સ્થાનિક વેપારીઓએ નીતિન પટેલને રજૂઆતો કરી હતી
  2. ‘આપ બસ આદેશ કરે મૂઝે કરના ક્યા હૈ’: ફોન પર અધિકારી
  3. નીતિન પટેલના એક જ ફોનથી રેલવે સ્ટેશન નાળાની આડાશો હટાવાઈ

Mehsana: ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ધાક હજી પણ પહેલા જેવી જ હોય તેવું લાગી રહ્યું છે. જી હા, કડીમાં રેલ્વે નાળામાં ટુ-વ્હીલર વાહનો માટે આડાશો મુકીને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. જેથી સ્થાનિક વેપારીઓ અને લોકોએ આ મામલે નીતિન પટેલને રજૂઆતો કરી હતી. નોંધનીય છે કે, સ્થાનિક વેપારીઓએ નીતિન પટેલની ફોન કરીને રજૂઆત કરી હતી. જેથી નીતિન પટેલ પણ સ્થળ તપાસ માટે પહોચ્યાં હતાં.

આ પણ વાંચો: ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર ખેડૂતોની નોંધણીમાં Gujarat દેશમાં સૌથી મોખરે, આ રહીં સંપૂર્ણ માહિતી

વેપારીઓની રજૂઆતને પગલે નીતિન પટેલે કર્યો ફોન

નીતિન પટેલે ફોન જતા જ અધિકારી કામ કરવામાં માટે તૈયાર થઈ ગયા અને કહ્યું કે, ‘આપ બસ આદેશ કરે મૂઝે કરના ક્યા હૈ’. નોંધનીય છે કે, નીતિન પટેલના એક જ ફોનથી રેલવે સ્ટેશન નાળાની આડાશો હટાવી દેવામાં આવી હતી. ઘટનાની વાત કરવામાં આવે તો, કડીમાં રેલવે નાળામાં ટુ વ્હીલર માટે આડશો મૂકી રસ્તો બંધ કરાયો હતો. જેથી સ્થાનિકોએ નીતિન પટેલને ફોન દ્વારા રજૂઆતો કરી હતી. જેથી નીતિન પટેલ સીધા નવા રેલવે સ્ટેશને પહોંચી ગયાં અને તપાસ કરી હતી.

આ પણ વાંચો: SOG પોલીસે કફ સિરપની 397 બોટલ જપ્ત કરાઈ, ધાર્મિક બારૈયા નામના વ્યક્તિની ધરપકડ

કિસી કો કોઈ પ્રોબ્લેમ નહિ હોગી ઐસા કરુંગાઃ ફોન પર અધિકારી

નીતિન પટેલેન રેલવે અધિકારીને ફોન કરી આડશો દૂર કરવા જણાવ્યું હતું. નીતિન પટેલે રેલવેના ડેપ્યુટી ચીફ એન્જિનિયર અશોકકુમાર સિંઘ સાથે સીધી ફોન પર વાત કરી હતી. ફોનમાં અધિકારીએ નીતિન પટેલને કહ્યું કે, ,તમારે માત્ર આદેશ કરવાનો છે કે મારે શું કરવાનું છે. વધુમાં કહ્યું કે, ‘બસ આપકા આશીર્વાદ ચાહીએ, કિસી કો કોઈ પ્રોબ્લેમ નહીં હોગી ઐસા કરૂંગા’. નોંધનીય છે કે, નીતિન પટેલના એક ફોનથી અધિકારીએ કામ કરવા માટે તૈયાર થઈ ગયાં હતાં. અને કામ થઈ પણ ગયું હતું.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Former Deputy Chief Minister of Gujarat Nitin PatelGujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsLatest Gujarati NewsMehsanaNitin PatelNitin Patel kadiNitin Patel mehsanaNitin Patel News
Next Article