Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Mehsana માં શરમજનક ઘટના: 16 વર્ષીય સગીરાનું અપહરણ કરી ગુજાર્યું દુષ્કર્મ

મહેસાણાના ખેરાલુમાં 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કર્યા બાદ દુષ્કર્મ આચરવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. કાદરપુર ગામના મુખ્ય આરોપી ઠાકોર જકશી અને સહ-આરોપી રોહિતજી સામે સગીરાની ફરિયાદને આધારે ખેરાલુ પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ અને BNSની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ અમાનવીય ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
mehsana માં શરમજનક ઘટના  16 વર્ષીય સગીરાનું અપહરણ કરી ગુજાર્યું દુષ્કર્મ
Advertisement
  • Mehsana: મુખ્ય આરોપીએ લગ્નની લાલચ આપી સગીરાને ફસાવી
  • ઘટનામાં અન્ય એક શખ્સે પણ આરોપીને મદદ કરી
  • પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પોક્સો હેઠળ ગુનો નોંધ્યો

Mehsana: મહેસાણા જિલ્લાના ખેરાલુ પંથકમાંથી એક અત્યંત ચોંકાવનારી અને હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. અહીં એક 16 વર્ષીય સગીરાને લગ્નની ખોટી લાલચ આપી, લલચાવી-ફોસલાવીને અપહરણ (Kidnapping) કર્યા બાદ અલગ-અલગ જગ્યાએ તેની મરજી વિરૂદ્ધ બળજબરીપૂર્વક દુષ્કર્મ (Rape) આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

વારંવાર દુષ્કર્મ ગુજાર્યું

મળતી વિગતો અનુસાર, ખેરાલુ (Kheralu) તાલુકાના કાદરપુર ગામના ઠાકોર જકશી છનાજી તેજાજી નામના શખ્સે 16 વર્ષ અને 3 મહિનાની સગીરાને લગ્ન કરવાની લાલચ આપી હતી. આરોપી સગીરાનું અપહરણ કરીને પ્રથમ મહેસાણા અને ત્યારબાદ અંબાવાડા ખાતે લઈ ગયો હતો. ત્યાં તેણે સગીરાની મરજી વિરૂદ્ધ તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ ગંભીર ગુનામાં કાદરપુર ગામના જ અન્ય એક સહ-આરોપી ઠાકોર રોહિતજી જીવણજીએ પણ મુખ્ય આરોપીને મદદગારી (Abetment) કરી હતી. રોહિતજીએ સગીરાને પોતાના બાઇક પર બેસાડીને ખેરાલુ-સિદ્ધપુર ચોકડી પર ઉતારી મૂકી હતી, જેથી મુખ્ય આરોપી તેને સરળતાથી ભગાડી જઈ શકે.

Advertisement

આરોપીઓને પકડી પાડવા તપાસ તેજ

ભોગ બનનાર સગીરાએ હિંમતપૂર્વક ખેરાલુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે મુખ્ય આરોપી ઠાકોર જકશી અને સહ-આરોપી ઠાકોર રોહિતજી વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો તેમજ કડક ગણાતા પોક્સો એક્ટ (POCSO Act) હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા માટે તપાસ તેજ કરાઈ છે.

Advertisement

 આ પણ વાંચોઃ Rajkot માં ધાર્મિક વિધિના નામે કુકર્મ: હવસખોર ભૂવાએ મહિલાને બનાવી શિકાર!

Tags :
Advertisement

.

×