Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Mehsana Hit and Run:  ખેરાલુ-સતલાસણા હાઈવે પર હિટ એન્ડ રન, 10 વર્ષીય બાળકીનું કમકમાટીભર્યું મોત

મહેસાણાના ખેરાલુ-સતલાસણા હાઈવે પર એક નિર્દોષ 10 વર્ષીય બાળકીનો ભોગ લેવાયો છે. રોડ ક્રોસ કરતી વેળાએ એક અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારીને તેને મોતને ઘાટ ઉતારી દીધી અને ત્યારબાદ ફરાર થઈ ગયો. બાળકીનું મોત અને વાહન ચાલકની આ બેદરકારીએ સ્થાનિકોમાં ભારે રોષ જગાવ્યો છે. હવે પોલીસ સીસીટીવીના આધારે આ ક્રૂર વાહન ચાલકને શોધવાની કોશિશ કરી રહી છે
mehsana hit and run   ખેરાલુ સતલાસણા હાઈવે પર હિટ એન્ડ રન  10 વર્ષીય બાળકીનું કમકમાટીભર્યું મોત
Advertisement

Mehsana Hit and Run: મહેસાણા જિલ્લામાં રસ્તા પરની બેદરકારીને કારણે એક વધુ માસૂમ જીવ હોમાયો છે. ખેરાલુ-સતલાસણા હાઈવે પર સર્જાયેલી હિટ એન્ડ રનની એક ગમખ્વાર ઘટનામાં 10 વર્ષીય બાળકીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. આ બનાવને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Mehsana Hit and Run: શું છે સમગ્ર મામલો?

પ્રાપ્ત વિગતો અનુસાર, મહેકુબપુરાથી અરઠી ગામ વચ્ચેથી પસાર થતા હાઈવે પર આ દુર્ઘટના સર્જાઈ હતી. સાંજના સમયે 10 વર્ષીય બાળકી રસ્તો ઓળંગીને બીજી તરફ જઈ રહી હતી. તે સમયે પૂરપાટ ઝડપે આવી રહેલા એક અજાણ્યા વાહન ચાલકે બાળકીને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે બાળકી હવામાં ફંગોળાઈને દૂર જઈ પડી હતી અને તેને ગંભીર ઈજાઓ થતા તેણે સ્થળ પર જ દમ તોડી દીધો હતો.

Advertisement

વાહન ચાલક અકસ્માત સર્જી ફરાર

સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, અકસ્માત સર્જ્યા બાદ માનવતાને નેવે મૂકીને અજાણ્યો વાહન ચાલક પોતાની ગાડી લઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઘટનાસ્થળે લોહીલુહાણ હાલતમાં પડેલી બાળકીને જોઈને આસપાસના લોકો દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં તો ઘણું મોડું થઈ ગયું હતું. આસપાસના ગ્રામજનોએ ઘટનાની જાણ ખેરાલુ પોલીસ મથકે કરી હતી.

Advertisement

પોલીસ તપાસ અને તપાસના ચક્રો

ખેરાલુ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે બાળકીના મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે ખેરાલુ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. પોલીસે આસપાસના સીસીટીવી કેમેરા અને આ વિસ્તારમાંથી પસાર થતા અન્ય વાહનોના ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું છે, જેથી ફરાર વાહન ચાલકને વહેલી તકે પકડી શકાય. આ અકસ્માત બાદ સ્થાનિક રહીશોમાં વાહન ચાલકોની બેફામ ગતિ અને હાઈવે પરની સલામતી અંગે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: Delhi Hotel Fire Tragedy : પિતાની સારવાર માટે આવેલા અગ્રવાલ પરિવારના 8 સભ્યો આગમાં જીવતા ભૂંજાયા

Tags :
Advertisement

.

×