મહેસાણામાં માનવતા શર્મસાર , 8 વર્ષની બાળકીની સિક્યુરિટી ગાર્ડે કરી છેડતી
- Mehsana માં 8 વર્ષની માસૂમ બાળકી સાથે છેડતીની ઘટના
- સિક્યુરિટી ગાર્ડ બાળકીને કેબિનમાં લઈ જઈ આચરી છેડતી
- આરોપીએ બાળકીને જાનથી મારી નાખવાની ધમકી આપી
- કુકસના રહેવાસી આરોપી મણિલાલ રાવત સામે નોંધાયો ગુનો
- શહેર એ-ડિવિઝન પોલીસ મથકે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ
- પોલીસે આરોપીની ધરપકડ કરવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા
Mehsana: ગુજરાતમાં મહિલાઓ અને બાળકીઓની સુરક્ષા સામે સવાલો ઉભા કરતી વધુ એક ઘટના મહેસાણા શહેરમાંથી સામે આવી છે. અહીં એક રહેણાંક વિસ્તારમાં સુરક્ષાની જવાબદારી સંભાળતા સિક્યુરિટી ગાર્ડે જ 8 વર્ષની માસૂમ બાળકી સાથે છેડતી (Child Molestation) કરી હોવાની હચમચાવતી વિગત બહાર આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે.
બાળકીને મારી નાખવાની આપી ધમકી
મળતી માહિતી મુજબ, મહેસાણા શહેરના એક વિસ્તારમાં ફરજ બજાવતો સિક્યુરિટી ગાર્ડ (Security Guard) મણિલાલ રાવત, જે મૂળ કુકસનો રહેવાસી છે, તેણે એકલતાનો લાભ ઉઠાવી 8 વર્ષની બાળકીને પટાવી-ફોસલાવી પોતાની કેબિનમાં બોલાવી હતી. કેબિનના બંધ દરવાજે નરાધમે બાળકી સાથે અડપલાં કરી છેડતી કરી હતી. આટલેથી ન અટકતા, આ પાખંડી શખ્સે માસૂમ બાળકીને ધમકી (Death Threat) આપી હતી કે જો તે આ બાબતે કોઈને જાણ કરશે તો તેને જાનથી મારી નાખવામાં આવશે.
Mehsana પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
બાળકી ગભરાયેલી હાલતમાં ઘરે પહોંચી હતી અને પરિવારજનોને આપવીતી જણાવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. મહેસાણા શહેર એ-ડિવિઝન પોલીસે (Mehsana A-Division Police) આ બાબતે ત્વરિત કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ભોગ બનનાર બાળકીના પરિવારની ફરિયાદના આધારે આરોપી મણિલાલ રાવત વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો અને ખાસ કરીને પોક્સો એક્ટ (POCSO Act) હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. સમાજમાં સુરક્ષાના નામે રખાતા લોકો જ જ્યારે ભક્ષક બને ત્યારે વાલીઓમાં ચિંતા વધવી સ્વાભાવિક છે.
આ પણ વાંચો: Amreli: પાન ગલ્લા પર લોહિયાળ જંગ, 3 ભાઈઓએ યુવક પર કર્યો છરીથી હુમલો


