ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Mehsana: જાસલપુર ગામની દુર્ઘટના પર પીએમ મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ, મૃતકોને 2-2 લાખ આપવાની જાહેરાત

રાજ્ય સરકાર અને પ્રશાસન તમામ પ્રકારની મદદમાંઃ PM મોદી મૃતકના પરિવાર માટે PMOએ કરી સહાયની જાહેરાત મૃતકના પરિવારને 2 લાખની સહાય મળશે Mehsana: મહેસાણા જિલ્લાનાં કડી તાલુકામાં એક મોટી દુર્ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે. વિગતે વાત કરવામાં આવે...
05:44 PM Oct 12, 2024 IST | VIMAL PRAJAPATI
રાજ્ય સરકાર અને પ્રશાસન તમામ પ્રકારની મદદમાંઃ PM મોદી મૃતકના પરિવાર માટે PMOએ કરી સહાયની જાહેરાત મૃતકના પરિવારને 2 લાખની સહાય મળશે Mehsana: મહેસાણા જિલ્લાનાં કડી તાલુકામાં એક મોટી દુર્ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે. વિગતે વાત કરવામાં આવે...
Mehsana
  1. રાજ્ય સરકાર અને પ્રશાસન તમામ પ્રકારની મદદમાંઃ PM મોદી
  2. મૃતકના પરિવાર માટે PMOએ કરી સહાયની જાહેરાત
  3. મૃતકના પરિવારને 2 લાખની સહાય મળશે

Mehsana: મહેસાણા જિલ્લાનાં કડી તાલુકામાં એક મોટી દુર્ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે. વિગતે વાત કરવામાં આવે તો જાસલપુર ગામમાં આવેલી એક કંપનીમાં દિવાલ બનાવતી વખતે ભેખડ ધસી પડતા 6 લોકોનાં મોત નીપજ્યા છે. નોંધનીય છે કે, આ દુઃખદ દુર્ઘટના પર પીએમ નરેન્દ્ર મોદીએ વ્યક્ત દુઃખ કર્યુ છે. આ દુર્ઘટનામાં જેમને સ્વજનો ગુમાવ્યા છે તેમના પ્રતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી છે.

ભગવાન તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપેઃ PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘ગુજરાતના મહેસાણામાં દિવાલ ધરાશાયી થવાથી થયેલ અકસ્માત ખૂબ જ દુઃખદ છે. જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના. ભગવાન તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. આ સાથે હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ, સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોને શક્ય તમામ સહાયમાં રોકાયેલ છે.’

આ પણ વાંચો: Mehsana : ભેખડ ધસી પડતા 5 નાં મોત, હજુ પણ 4 દટાયા હોવાની આશંકા

રાજ્ય સરકાર અને પ્રશાસન તમામ પ્રકારની મદદમાંઃ PM મોદી

નોંધનીય છે કે, હજુ પણ અન્ય 4 મજૂરો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ઘટના સ્થળે 5 જેટલી એમ્બ્યુલન્સ પહોંચી છે. વહીવટી તંત્ર દ્વારા બચાવ કાર્યની કામગીરી શરૂ કરાઈ છે. કડી તાલુકામાં (Kadi) આવેલા જાસલપુર ગામે આવેલી સ્ટીલ ઇનોક્સ સ્ટેઇનલેસ કંપનીમાં (Steel Inox Stainless Company) આજે મોટી દુર્ઘટના બની છે. કંપનીમાં દિવાલ બનાવતી વખતે અચાનક ભેખડ ધસી પડી હતી. આ દુર્ઘટનામાં કેટલાક મજૂરો દટાયા હતા. પ્રાથમિક માહિતી મુજબ, આ દુર્ઘટનામાં અત્યાર સુધી 6 લોકોનાં મોત નીપજ્યા છે.

આ પણ વાંચો: Porbandar : મધદરિયે રેસ્ક્યૂ ઓપરેશનમાં હેલિકોપ્ટર ક્રેશ થતાં જવાનનું મોત, 1 મહિના બાદ મળ્યો મૃતદેહ

Tags :
Accidentbig BreakingGujaratGujarat FirstJasalpurKadiMehsanapm modiVimal Prajapati
Next Article